________________
ચાતુર્માસ ]
સભ્યત્વ પરાક્રમ–૩૩ મે બેલ
निग्गन्थे पावयणे पुरओ काओ विहरन्ति અર્થાત–સાધુ કે શ્રાવક નિગ્રંન્ય-પ્રવચનને આધારભૂત માનીને વિચરે છે. એટલા માટે તમે પણ શાસ્ત્રનું અધ્યયન કરે અને કેવી અવસ્થામાં સાધુ એકલા રહી શકે તેની માહિતી મેળવો. જો તમે શાસ્ત્રનું જ્ઞાન મેળવો તો પછી કઈ એકલવિહારી સાધુ તમને શાસ્ત્રને નામે ઠગી શકે નહિ.
કહેવાનો આશય એ છે કે, જે સાધુ ગીતાથ થયો હોય તે જ સાધુ જિનકલ્પી, પ્રતિમાધારી કે કોઈ ઉચ્ચ વૃત્તિને ધારક બનવા માટે સંભોગને ત્યાગ કરી શકે છે અને ઉગ્ર વિહાર કરી શકે છે. સાધુ જિનકલ્પી હેય, પ્રતિભાધારી હોય કે કોઈ ઉચ્ચવૃત્તિને ધારણ કરવાની ઈચ્છા હોય એ અવસ્થામાં જ સંગને ત્યાગ કરી શકે છે. આવા ઉચ્ચ સાધુને આવા સમયે સંભોગને ત્યાગ શા માટે કરવો પડે છે તે વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું –
માને કે, કોઈ માણસ વ્યાજવટાવનો ધંધો કરે છે. હવે વિશેષ લાભ મેળવવાની ઈચ્છાએ તેણે વ્યાજવટાવનો ધંધો બંધ કરી ઝવેરાતને વ્યાપાર કરવાનો વિચાર કર્યો. વ્યાજવટાવના ધંધામાં તેને લાભ તો થતો હત; પરંતુ ઉત્કૃષ્ટ લાભ મેળવવા માટે તેણે વ્યાજવટાવને ધંધો બંધ કરવો આવશ્યક હતા. આ જ પ્રમાણે જ્યારે કેઈ ઉચ્ચ લાભની પ્રાપ્તિ થતી હોય ત્યારે જ સંગને ત્યાગ કરવામાં આવે છે. સંભોગનો ત્યાગ કરવાને અર્થ એ નથી કે સંભોગમાં રહેવું ખરાબ છે. સાધારણ રીતે તે સાધુએ ભેગમાં જ રહેવું જોઈએ, પરંતુ પિતાનામાં જે વિશેષ શક્તિ હોય અને ઉત્કૃષ્ટ લાભ મેળવવો હોય તો એ દશામાં સંગને ત્યાગ કરે લાભપ્રદ છે. - સંભોગને ત્યાગ કરવાથી જીવને શો લાભ થાય છે એવો ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછયો છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે, સંભોગનો ત્યાગ કરવાથી જીવ આલંબનરહિત બને છે. જ્યારે સાધુ સંગમાં રહે છે ત્યારે “હું જે બીમાર થઈશ તે જે સાધુઓ સાથે હું સંભોગ કરું છું તે સાધુઓ દ્વારા મારી-સેવા થશે” એવું તેને આલંબન રહે છે. પરંતુ સંભેગને ત્યાગ કરી દેવાથી પછી તે આલેબન રહેવા પામતું નથી.
- મૃગાપુત્રની માતાએ મૃગાપુત્રને કહ્યું હતું કે, હે પુત્ર! તું દીક્ષા તે ધારણ કરે છે, પરંતુ દીક્ષા લીધા બાદ સુવર્વ નિવિસ્મયાં અર્થાત જિનકલ્પી આદિ દશાને પ્રાપ્ત થયા બાદ જ્યારે બીમારી પેદા થાય છે ત્યારે ઘણું જ મુશ્કેલી ઊભી થાય છે. કારણકે જિનકલ્પી થયા બાદ બીમારીને દૂર કરવા માટે દવા પણ લઈ શકાતી નથી. મૃગામાતાના આ પ્રશ્નના ઉત્તરમાં મૃગાપુત્રે કહ્યું કે, હે માતા ! આવું દુઃખ આલંબન લેનારને જ પેદા થાય છે. જે આલંબનને ત્યાગ કરી ચૂક્યો હોય છે તેને દુઃખ પેદા થતું નથી. હું તો રાજપુત્ર છું એટલે મારી તે દવા કરી શકાય છે, પરંતુ સંસારમાં એવા અનેક પ્રાણીઓ છે કે જેમની બીમારીને દૂર કરવા માટે દવા કરવામાં આવતી નથી. ઉદાહરણ તરીકે, વનમાં રહેતાં મૃગોને જ્યારે કોઈ વ્યાધિ પેદા થાય છે ત્યારે તેઓ વનમાં શું કરે છે? તે મૃગ એકાન્તમાં કઈ વૃક્ષ નીચે બેસી જાય છે અને જ્યાં સુધી રેગ શાન થતું નથી ત્યાંસુધી તેઓ ત્યાં જ બેસી રહે છે. રેગ શાન્ત થતાં તેઓ સ્વયે ઊઠીને ચરવા જાય છે. તે મૃગોને