________________
૬૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહું
[ મા
બેસીને ભિન્નતા ફુટફાટ ઊભી કરા અે ? આના જવાબમાં તમે એમ જ કહેશો કે, ગમે તે થાય પરંતુ કેવળ તમને મનાવવા ખાતર હું મારા નિયમાનું ઉલ્લંધન કરી શકું નહિ.
આ પ્રમાણે જ્યારે તમે પણ નિયમ–પાલનની ખાતર અસમાન આહાર–વિહાર કરનારની સાથે ભાજન કરવા બેસી શકતા નથી, તેા પછી જે સાધુતાનાં નિયમેાનું બરાબર પાલન કરી શકતા નથી તેવા સાધુએ સાથે અમે સંભોગ કેવી રીતે ચાલુ રાખી શકીએ ? કાઇ માતી સાચા હોય છે અને કાઇ મેાતી નકલી હાય છે.તે શું સાચા અને ખાટા મેાતીને સમાન માની શકાય ? શું સાચા અને ખાટા મોતીને એક જ હારમાં પરાવી શકાય ? નહિ. તે। પછી તે પ્રમાણે સાધુએ વિષે પણ સમજો. નિશ્ચયમાં તે કાબુ મેાક્ષને પ્રાપ્ત કરશે એ કહી શકાય નહિ, પરંતુ વ્યવહારથી તો એ જોવું જ પડે છે કે અમુક સાધુમાં સાધુતાનાં ગુણા છે કે નહિ અથવા તે સાધુ સાધુતાનાં નિયમાનું બરાબર પાલન કરે છે કે હિ ? જે સાધુ સમાન રૂપે સાધુતાનાં નિયમેનું પાલન કરે છે તેની સાથે તે। સંભાગને વ્યવહાર ચાલુ રહી શકે છે, પરંતુ જે સાધુ સાધુતાનાં નિયમેાની અવહેલના કરે છે તેમની સાથે સંભાગના વ્યવહાર કેવી રીતે ચાલુ રહી શકે ?
સંભાગ કાને કહેવાય એને માટે ટીકાકાર કહે છે કે, એક મંડળમાં બેસીને સાથે આહાર કરવા તેનું નામ સંભાગ છે. જો આમ કરવાથી પેાતાનાં ગુણાને લાભ થતા હોય તે। તા સંભોગ ચાલુ રાખવા ઉચિત છે; પરંતુ જો પેાતાનાં ગુણાની હાનિ થતી હોય તે વિર્સભાગી થઈને રહેવું એજ સારું છે. વિસંભાગના તા ત્યાગ થતા નથી પરંતુ સંભોગને જ ત્યાગ થાય છે. એટલા માટે અત્રે સંભાગના ત્યાગ કરવાનું શું ફળ મળે છે તે વિષે પૂછવામાં આવ્યું છે. પરંતુ અત્રે ખાસ જોવાનું એ છે કે, સંભાગના ત્યાગ કયારે કરી શકાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે સાધુ બરાબર ભણીગણીને ગીતાર્થ થઈ ગયા હૈાય ત્યારે તે જિનપી, પ્રતિમાધારી કે કેાઈ ઉચ્ચ વૃત્તિના ધારક બનીને સંભાળતા ત્યાગ કરી શકે છે, અન્યથા નહિ.
કેટલાક એકલવિહારી સાધુએ શાસ્ત્રમાં સંભાગના ત્યાગ કરવાના ઉલ્લેખ કરી કહે જૈ કે, અમે પણ શાસ્ત્રના કથનાનુસાર સંભાગના ત્યાગ કર્યાં છે અને એકલા રહીએ છીએ; પરંતુ આ પ્રમાણે કહેનાર એકલવિહારી સાધુએ શાસ્ત્રના નામે દગા દે છે અને પાતામ બચાવ કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કેઃ—
अहिं ठाणेहिं संपन्ने अणगारे अरही एंगलविहारी पडिम उवसपजित्ता ન વિદ્વત્તઃ ।
અર્થાત્—જે સાધુમાં આઠ ગુણ્ણા હેાય તે જ સાધુ ડિમા ધારણ કરીને એકલા રહી શકે છે, પરંતુ જેમનામાં આ આઠે ગુણેા ન હોય તે એકલા રહી શકે નહિ. આ ઉપરથી સાધુ કયારે અને કેવી અવસ્થામાં એકલા રહી શકે તે વાત સમજવા જેવી છે. જે ગુણાં હાવાથી સંભાગના ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે તે ગુણા પેાતાનામાં ન હોવા છતાં સંભાગના ત્યાગ કરી એકલા રહેવું અને પછી શાસ્ત્રની આડમાં પોતાના ખાટા બચાવ કરવા એ સર્વથા અનુચિત છે. એકલવિહારી સાધુએ શાસ્ત્રનું પ્રમાણ આપે છે અને તમને પણું શાસ્ત્રનું પ્રમાણ માન્ય હેવું જોઇએ. તમે પણ શ્રાવક છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ—