SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ-૩૩ મા ખેલ [ ૬૩ પામે છે, ખીજાના લાભની આશા કરતા નથી, તેમ કલ્પના, સ્પૃહા, પ્રાના કે અભિલાષા પણ કરતા નથી. આ પ્રમાણે જીવાત્મા અસ્પૃહી–અનભિલાષી બની ઉત્તમ પ્રકારની ખીજી સુખશય્યા ( શાન્તિ ) પામીને વિચરે છે. સંભાગના પ્રત્યાખ્યાનથી જીવને શે। લાભ થાય છે તે વિષે વિચાર કરતાં પહેલાં સર્વપ્રથમ સંભોગ એટલે શું? તે વિષે વિચાર કરવા આવશ્યક જણાય છે. જે સમાન મિલનથી પેાતાનું તથા ખીજાઓનું કલ્યાણ થતું હોય તે સમાન મિલનનું નામ સંભાગ છે. આથી વિપરીત જે મિલનથી સ્વ–પરનું અકલ્યાણ થતું હાય તે વિસંભાગ કહેવાય છે. મિલન ચાર પ્રકારનું થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં મિલનની ચતુર્નંગી પાડીને કહેવામાં આવ્યું છે કેઃ—(૧) કાઈ પુરુષનું મિલન થેાડા વખતને માટે સારુ હાય છે પણ લાંબા વખતને માટે હાનિપ્રદ હોય છે. (૨) કૈાઈ પુરુષનું મિલન લાંબા વખતને માટે લાભપ્રદ હોય છે અને ઘેાડા સમયને માટે હાનિપ્રદ હેાય છે. (૩) કાઈ પુરુષનું મિલન વખતને માટે લાભપ્રદ હોય છે અને થાડા વખતને માટે પણ લાભપ્રદ હાય છે. (૪) કાઈ પુરુષનું મિલન લાંબા વખતને માટે પણ હાનિપ્રદ હાય છે અને થાડા વખતને માટે પણ હાનિપ્રદ હાય છે.. લાંખા અન્ને જે વાત કહેવામાં આવી છે તે સાધુઓને લગતી છે. સાધુએમાં એક તા સંભાગી હાય છે અને ખીજા વિસંભાગી હેાય છે. શાસ્ત્રમાં સાધુઓને માટે સંભાગી અને વિસંભાગી બન્ને પ્રકારના કહેવામાં આવેલ છે. કેટલાક લેાકેા કહે છે કે, સાધુ થયા બાદ્ન સાધુ–સાધુમાં ભેદ શા માટે રાખવામાં આવે છે ? સાધુઓએ તેા એકરૂપ થઈ જવું જોઇએ, તેઓએ તે એકજ જગ્યાએ રહેવું અને ખાવું જોઇએ ! આ પ્રશ્નના ઉત્તર એ છે કે, જો આ કથન ઠીક જ હાત તે। પછી શાસ્ત્રમાં સાધુએ માટે સંભાગી અને વિસંભાગી એવા ભેદ પાડવામાં આવ્યા ન હેાત ! શાસ્ત્રમાં કહ્યું છે કે, જો કાઈના સંભાગથી ગુણની વૃદ્ધિ થતી હૈાય તે તે સંભાગ રાખવેા, નહિ તે। વિસંભાગી થઈને રહેવું એ જ સારું છે. જો કેાઈના સંભોગથી પેાતાનાં ગુણાની હાનિ થતી હાય તે તે સંભાગીને પણ વિસંભેાગી બનાવી લેવા જોઇએ. અમારા–સાધુઓમાં જે કાઇ સાધુ, સાધુતાના માર્ગથી પૃથક્ થઈ ગયેા હેાય તે તેને એમજ કહેવામાં આવે કે કાંતા તું સાધુતાના માર્ગે ચડી જા, નહિ તા અમે તારાથી વિસંભેગી થઇ જશું. જ્યારે શાસ્ત્રમાં પણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે ત્યારે બધા સાધુઓએ એકરૂપ જ રહેવું જોઇએ એમ શી રીતે કહી શકાય ? માને કે, કાઇ માણસ પેાતાની થાળીમાં કંદમૂળ લઈ ને ભાજન કરવા બેઠા છે અને તમે કંદમૂળના ત્યાગી હેાવાથી જુદી થાળીમાં ભેાજન કરવા બેઠા છે. હવે તે માણુસ તમને કહે છે કે, તમે મારી સાથે જમવા બેસે. તમે પેલા માણસને જવાબમાં કહ્યું કે, હું કંદમૂળને ત્યાગી છું એટલે ત્તમારી સાથે જમવા કેવી રીતે બેસી શકું! જો તમે થાળીમાંથી કંદમૂળ કાઢી નાંખા તે। હું તમારી સાથે જમવા બેસી શકું. પેલા માણસ કહેવા લાગ્યા કે, હું ચાળીમાંથી કંદમૂળ તો બહાર કાઢી શકું નહિ. આવી અવસ્થામાં તમે તે માણસને શું કહેશે ? એ જ કહેશો કે, જો એમ જ કરવું હોય તે। આપણે જુદા જ જમવા બેસીએ એ જ ઠીક છે. આ પ્રમાણે જો તમે જુદા જમવા બેસે છે તે પેલા માણસ કહે છે કે તમે જુદા જમવા
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy