________________
૬૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન
મોરબી
' અર્થાત–હે પ્રભો ! જે પ્રમાણે ભ્રમરની માલતી–પુષ્પ પ્રત્યે એકનિષ્ઠા પ્રીતિ હોય છે તે જ પ્રમાણે અમને પણ તારા ચરણકમલ પ્રત્યે એકનિષ્ઠા પ્રીતિ પ્રગટ થાઓ. જો કે, આ પ્રાર્થનામાં કેવળ માલતી–પુષ્પને જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ માલતી–પુષ્પને ઉપલક્ષણ કરી અત્રે બધાં સુગંધી પુષ્પોને નિર્દેશ કરવામાં આવ્યો છે, કારણ કે ભ્રમરને સુગંધી પુષ્પોની સુગંધ પ્રત્યે જ પ્રીતિ હોય છે. ભ્રમરને દુર્ગધ પ્રત્યે પ્રીતિ હેતી નથી. - જે પ્રમાણે ભ્રમર માલતી-પુષ્પ સાથે પ્રીતિ બાંધ્યા પછી બીજે કયાંય જતો નથી અને પુષ્પની સુગંધ લેવામાં જ મશગૂલ રહે છે, દુર્ગધ તરફ જતો પણ નથી, તે જ પ્રમાણે તમે પણ તમારા વિષે જુઓ કે, પરમાત્મા પ્રત્યે પ્રીતિ બાંધ્યા બાદ તમારું મન દુર્ગુણ આદિમાં તે પ્રવૃત્ત થતું નથી ને ? જે તમારું મન દુગુણ–પાપ આદિમાં પ્રવૃત્ત થતું હોય તે સમજવું કે, હજી તમને પરમાત્મા પ્રત્યે એકનિષ્ઠા પ્રીતિ પ્રગટ થઈ નથી. એટલા માટે ભ્રમરનું ઉદાહરણ દૃષ્ટિ સમક્ષ રાખી તમે પણ પરમાત્મા પ્રત્યે એકનિષ્ઠા પ્રીતિ બાંધવાનો પ્રયત્ન કરે, અને સાંસારિક પ્રલેભનોમાં પડી જઈ પરમાત્મા સાથે પ્રીતિ બાંધવાનું ભૂલી ન જાઓ એમાં જ તમારું કલ્યાણ રહેલું છે. પરમાત્મા પ્રત્યે એકનિષ્ઠ પ્રીતિ કેવી રીતે બાંધી શકાય એ વાત હવે શાસ્ત્ર દ્વારા સમજાવું છું— સમ્યક્ત્વ પરાક્રમ–બોલ તેત્રીસમે.
વિષયસુખ પ્રત્યે પરામુખ થવું અર્થાત વિનિવર્તન કરવું એ પણ પરમાત્મા પ્રત્યે એકનિષ્ઠા પ્રીતિ પેદા કરવાનું એક સાધન છે. જે લેકે વિષયસુખ પ્રત્યે પરાક્ષુખ થાય છે તે લેકનાં ભાવો ઉચ્ચ બને છે, તેમની પરમાત્મ–પ્રીતિ દૃઢ થાય છે અને તેઓ સંભોગનો ત્યાગ કરી સ્વાવલંબી બને છે. એટલા માટે હવે ગૌતમસ્વામી ભગવાનને સંભોગનો ત્યાગ કરવાથી જીવાત્માને શું લાભ થાય છે ! એ વિષે પ્રશ્ન પૂછે છે કે –
બોલ તેત્રીસમે. (३३) संमोगपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ? ' અર્થાત-હે ભગવાન! સંભગનાં પ્રત્યાખ્યાન કરવાથી જીવને શું લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે –
संमोगपच्चक्खाणेणं आलंबणाई खवेइ, निरालंबणस्स य आययट्ठिया जोगा भवंति, सएणं लाभेणं संतुस्सइ परस्स लाभ नो आसाएइ नो तक्केइ नो पीहेइ नो पत्थेइ नो अभिलसइ, परस्स लाभं अणासाएमाणे अतकेमाणे अपीहेमाणे अपत्थेमाणे अणभिलसेमाणे दुच्चं सुहसेज्जं उवसंपज्जित्ता णं विहरइ ॥ ३३॥
અર્થાત-હે ગૌતમ! સંભોગના પ્રત્યાખ્યાનથી જીવ પરાવલંબનને ક્ષય કરે છે અને 'તે સ્વાવલંબી જીવાત્માના યોગે ઉત્તમ અર્થવાળા થાય છે. તે પોતાના જ લાભથી સંતોષ