SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] પ્રાર્થના વિચાર પરંતુ તમે અર્હદર્શનના શ્રદ્ધાળુ હોવા છતાં નૈતિક બળના અભાવે બીજાને ખોટું ન લાગે એટલા ખાતર પણ ખોટું બોલો છો. વાસ્તવમાં સત્ય વાત તેજ બોલી શકે છે કે જેનામાં સાહસ હોય છે. જેનામાં સાહસ હેતું નથી તે સત્ય પણ બોલી શકતો નથી. સત્ય બલવામાં હમેશાં લાભજ છે. કહેવાનો સારાંશ એ છે કે, જે વ્યક્તિમાં વિષયલાલસા હોય છે તે વ્યક્તિદ્વારા જ હિંસા, અસત્ય, ચોરી આદિ પાપકર્મો થાય છે. જે વિષયલાલસા પ્રત્યે પરામુખ થવામાં આવે તે પાપકર્મો થાય નહિ. જે વ્યક્તિ વિષયલાલસાનો જ ત્યાગ કરી દે, તે વ્યક્તિ પછી પાપ શા માટે કરે છે એટલા માટે પાપકર્મોને દૂર કરવા માટે સર્વ પ્રથમ વિષયલાલસાને છતો. વિષયલાલસાને જીતીને મનને જેટલું તમે પવિત્ર બનાવશે એટલાજ તમે પરમાત્માની સમીપ પહોંચી શકશે, અને કદાચિત પૂર્વના કેઈ કર્મો બાકી રહ્યાં હશે તે કર્મોની પણ નિર્જરા થઈ જશે. પાપ કર્મોને દૂર કરવા માટે પાપર્ણોની જડરૂપ જે વિષયેલાલસા છે તેને જ ઉચ્છેદવાનો પ્રયત્ન કરે. જો તમે વિષયવાસના ઉપર વિજય મેળવતા જશે અને વ્રતપાલનમાં દઢ રહેશે તે પરમાત્માને સાક્ષાત્કાર થશે અને તમારા આત્માનું કલ્યાણ થશે. પાપને છુપાવવાથી પાપ દૂર થતું નથી માટે કદાચ પાપકર્મ થઈ જાય તો તે પાપકર્મને ન છૂપાવતાં તેને દૂર કરવાનો પ્રયત્ન કરે. સંસારની જાળમાંથી મુક્ત થવાનો આ જ માર્ગ છે. વ્યાખ્યાન : સંવત ૧૯૪ શ્રાવણ સુદ ૧ શુક્રવાર પ્રાર્થના સુમતિ જિનેશ્વર સાહિબાજી, મેઘરથ” નૃપને નંદ; સુમંગલા” માતા તણે, તનય સદા સુખકંદ. ભુ ત્રિભુવન તિલાજી ૧ ૧ છે વિનયચંદ્રજી કુંભટ વિશી શા સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્મા પ્રત્યે આત્માની પ્રીતિ–ભક્તિ કેવા પ્રકારની હોવી જોઈએ, એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. સંસારમાં શિક્ષા આપનાર તો અનેક છે, પરંતુ જેવી શિક્ષા પ્રકૃતિ દ્વારા મળે છે તેવી શિક્ષા પુસ્તક કે કોઈ વ્યક્તિ દ્વારા મળતી નથી. જો કે, વ્યક્તિ મુખેથી શિક્ષા આપે છે અને પ્રકૃતિ મૂંગી શિક્ષા આપે છે, છતાં કુદરત જેવી શિક્ષા આપે છે તેવી શિક્ષા બીજું કંઈ આપતું નથી. જતિએ પ્રકૃતિ દ્વારા મળતી શિક્ષાનું થોડુંક વર્ણન કરતાં આ પ્રાર્થતામાં કહ્યું છે કે – મધુકરનું મન મહિયે જે, માલતી કુસુમ–સુવાસ; તું મુજ મન મેહ્યો સહી, જિન સહિમા સુવિવાસ.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy