SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મારી વિષે હિન્દુ–મુસલમાન વચ્ચે થએલા કલેશ કાર્ટ ચડયો. પોલીસે કેટલાક માણસાને પકડયા. પણ જે લોકાને પકડવામાં આવ્યા હતા તેમાં ઘણાખરા નિરપરાધી હતા. હિન્દુ સરકારને એવા વિશ્વાસ પેદા થઈ ગયા કે, આ લેાકાએ જ કસાઈ એને મારી નાંખ્યા છે. આ વિશ્વાસ પેદા થવાને કારણે સરકારે તે બધા લેાકાને ફાંસીની સા સંભળાવી દીધી. જ્યારે રામચન્દ્ર ગુરુના કાને આ વાત સાંભળવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, આ તે બહુ જ ખરાબ થયું, બિચારા નિર્દોષ લાકા માર્યા જશે. એટલા માટે જેમણે આ કાર્ય કર્યું હાય તે લાકા જો પાતાના અપરાધ સ્વીકારી લે તે આ નિર્દોષ લેાકેાના પ્રાણ બચી જાય. પોતાના અપરાધને સ્વીકાર કરવા એ પણ વીરતા જ છે. રામચન્દ્રનું આ કથન કૂકા જાટે પણ સાંભળ્યું. ટૂંકાએ ગુરુને કહ્યું કે, તમે મને સત્ય ખેાલવાની શિક્ષા અને પ્રતિજ્ઞા આપી છે, પરંતુ કાઇ મને પૂછે તે મારે સત્ય ખેાલવું એ મને ઠીક લાગે છે, એટલાજ માટે હું અપરાધી હોવા છતાં કાંઈ કહેતા કે કાંઈ ખેલતા નથી. હવે તમે કહેા છે કે, પોતાના અપરાધને સ્વીકાર કરવા એ પણુ સત્ય અને વીરતા છે, તે! હું તમારી સમક્ષ એ વાતને સ્વીકાર કરૂં છું કે, કસાઈઓને મારી નાંખવાનું કૃત્ય તે લેાકાએ કર્યું નથી કે જેમને પકડવામાં આવ્યા છે, પરંતુ તે કૃત્ય મે તથા મારા સાથીએએ કર્યું છે, જે લેાકેાને અત્યારે પકડવામાં આવ્યા છે તે લેાકેા તા નિરપરાધી છે. ફૂંકાનું આ કથન સાંભળી રામચન્દ્ર ગુરુએ તેને કહ્યું કે, જો ખરેખર આમ જ બન્યું છે, અને તમે સત્યની પ્રતિજ્ઞા લીધી છે, તેા તમે સરકાર પાસે જઇને તમારા અપરાધને સ્વીકાર કરી લે અને તે નિરપરાધી લેાકેાને બચાવી લે. રામચન્દ્ર ગુરુનું આ કથન સાંભળી ફૂકાએ કહ્યું કે હું મારા પોતાને અપરાધ તે કબૂલ કરી લઈશ, પણ મારા સાથીઓના નામ આપવાનું કબૂલ કરી શકીશ નહિ. કારણ કે હું પકડાઈ જાઉં તાપણુ કાઇ સાથીનુ નામ સરકારને ન આપવાનું મેં તેમને વચન આપ્યું છે. રામચન્દ્રે કહ્યું કે, તમે સરકારને એવા જ જવાબ આપશે કે, મેં તથા મારા સાથીઓએ આ દુષ્કૃત્ય કરેલ છે, પરંતુ હું મારા સાથીએનું નામ આપી શકું એવી સ્થિતિમાં નથી. અત્યારે જે લેાકાને અપરાધી સમજી ફાંસીએ ચડાવવામાં આવે છે તે લેાકા તા નિર્દોષ છે. ફૂકાએ ગુરુને પૂછ્યું કે, શું હું પોતે જ સરકાર પાસે ચાલ્યા જાઉં? રામચન્દ્રે કહ્યું “કે, જો તમારામાં સત્ય વાતને સ્વીકાર કરવાનું સાહસ છે, તે પછી સરકાર સામે પોતાને અપરાધ કબૂલ કરવામાં શું વાંધા છે? સૂકા પોલીસ–પ્રધાન પાસે ગયા અને પેાતાને અપરાધ તેમની સામે કબૂલ કર્યાં. પેાલીસે કૂકાને પકડી લીધો. પેાલીસાએ કૂકાને અનેક પ્રલાભને આપ્યાં, પણ ફૂકાએ પેાતાના સાથીઓનાં નામ આપ્યાં નહિ. પોલીસે કહ્યું કે, જો તું તારા સાથીએનાં નામ આપ તે તું ફાંસીની સજામાંથી પણ બચી જઈશ. ફૂકાએ જવાબ આપ્યા કે, ભલે મને તમે ફ્રાંસીએ ચડાવી દે પણ હું મારા સાથીએનાં નામ આપી શકીશ નહિ. કહેવાતા આશય એ છે કે, કૂકાએ સત્યની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે પ્રાણ આપ્યા. આ તે ઐતિહાસિક ઘટના છે. અર્હર્શનમાં તે સત્યને જ પ્રધાનપદ આપવામાં આવેલ છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy