________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ–૩૨ મો બેલ
[ ૫૯
પરંતુ રાજ્ય વિરુદ્ધ કામ ન કરવું એ અર્થ છે. રાજ્યને અર્થ સુવ્યવસ્થા થાય છે. સુવ્યવસ્થાને ભંગ કરવાની મનાઈ કરવામાં આવી છે. પરંતુ રાજાના ખરાબ કાયદાનો ભંગ કરવાની મનાઈ કરવામાં આવી નથી. માને કે, કોઈ રાજાએ રાજ્યને ભંડાર ભરવા માટે એવો કાયદે બનાવ્યું કે પ્રત્યેક પ્રજાજને એક એક શરાબને હાલે દરરોજ પી કે જેથી રાજ્યની આવકમાં વધારે થાય. શું રાજાના આ કાયદાનું પાલન કરવામાં આવશે? આવા નિયમનો વિરોધ કરવો એ ધર્મ થઈ પડે છે, પરંતુ છૂપી રીતે કોઈ કાયદાનો ભંગ કરવો એ ચોરી છે. જે કોઈ કાયદો ખરાબ છે તે તેને જાહેર રીતે ભંગ કરવો જોઈએ, છુપી રીતે નહિ. વિદ્ધર ગામે નો અર્થ સુવ્યવસ્થાની વિરુદ્ધ કાંઈ કામ ન કરવું એ થાય છે. આ શાસ્ત્રકથનનો અર્થ એવો થતો નથી કે, દુર્વ્યવસ્થા વિરુદ્ધ પણ કાંઈ કામ ન કરવું. સુવ્યવસ્થાને અર્થે રાજ્ય છે. જ્યાં દુર્વ્યવસ્થા હોય ત્યાં રાજ્ય નથી એમ સમજવું જોઈએ. રાજા જે ન્યાયપૂર્વક રાજ્ય ચલાવતું હોય તે તેના ન્યાયને શિરોધાર્ય કરે જ જોઈએ. પરંતુ જે તે અન્યાય કરતો હોય તે તે અન્યાયને દૂર કરવા માટે નૈતિકબળથી તેને વિરોધ કરવો જોઈએ.
આજે લેકમાં નૈતિક બળની ખામી છે અને જેમનામાં નૈતિક બળની ખામી છે તેમનાથી ધર્મનું બરાબર પાલન થઈ શકતું નથી. જે નૈતિક બળ હોય તે જ ધર્મનું પાલન થઈ શકે છે. આ વાતને બરાબર સ્પષ્ટ કરવા માટે એક ઐતિહાસિક ઉદાહરણ આપું છું –
જે સમયની આ વાત કહેવામાં આવે છે તે સમયે ભારતમાં અંગ્રેજી રાજ્ય ફેલાઈ ગયું હતું. તે સમયે રામચન્દ્ર નામના એક સિખ ગુરુ સત્યને ઉપદેશ આપી ધર્મપ્રચાર કરતા હતા. સત્યનું પાલન કરે એ જ એમના ઉપદેશને ધ્વનિમત્ર હતો. મનને ઠગવું નહિ એજ સત્ય છે એમ તેઓ ઉપદેશમાં કહેતા હતા. રામચન્દ્ર ગુના આ ઉપદેશની જનસમાજ ઉપર સારી અસર પડી અને અનેક લેકએ સત્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. સત્યની પ્રતિજ્ઞા લેનારાઓમાં કુકા નામને એક જાટ પણ હતા. તે જાટ પણ રામચન્દ્રને શિષ્ય બની ગયે અને સત્ય બોલવાને અભ્યાસ કરવા લાગે.
તે દિવસોમાં અંબાલામાં મુસલમાન હિન્દુઓને સતાવવા માટે ગાયની કલ કરવાને પ્રારંભ કર્યો. તે મુસલમાનોએ એમ વિચાર્યું કે, અત્યારે અંગ્રેજોનું સામ્રાજ્ય છે, એટલે ધર્મમાં કઈ વિક્ષેપ નાંખી નહિ શકે. પ્રત્યેક માણસ પોતપોતાને ધર્મ પાળવામાં સ્વતન્ત્ર છે. આ પ્રમાણે વિચાર કરી તે મુસલમાનોએ ગાયેનું એક સરઘસ કાઢ્યું અને ગાયને મારવા માટે મુકરર સ્થાને લઈ ગયા હિન્દુઓએ તેમને આ દુષ્કૃત્ય ન કરવા માટે બહુ સમજાવ્યા પણ તેઓએ તેમનું કથન માન્યું નહિ. એટલે કેટલાક હિન્દુઓએ એ વિચાર કર્યો કે, ગાયની કત્વ કરનાર આ કસાઈઓ સમજાવવા છતાં માનતા નથી એટલા માટે તેમને જ રાતના સમયે મારી નાંખવા. આ પ્રમાણે વિચાર કરી કૂકા નામના જાટે તથા કેટલાક લેકે એ રાતના સમયે તે કસાઈઓ ઉપર હલ્લે કર્યો અને તેમને નિદ્રાવસ્થામાં જ મારી નાંખ્યા. આ સમાચાર રામચન્દ્રગુરુને સાંભળવામાં આવતાં જ તેમણે આવું કૃત્ય કરનારાઓની નિંદા કરી અને આમ કરવું એ કાયરતા છે એમ જાહેર કર્યું. રાતના સમયે નિદ્રાવસ્થામાં કોઈને મારી નાંખવા એમાં વીરતા નહિ પણ કાયરતા જ છે.