SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] ( શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ - [ મોરબી અર્થાત–જે મનમાં સમતા હોય અને એ દશામાં મુખમાંથી વિષમ શબ્દ પણ નીકળી જાય છે તે પણ સત્ય છે; કારણ કે, બોલનારને હેતુ ખરાબ નથી. ' શાસ્ત્રના આ કથન ઉપરથી એ વાત સ્પષ્ટ સમજાય છે કે, કઈ ખરાબ હતુ કે વિષયલાલસા રાખ્યા વિના જે કાંઈ બોલવામાં આવે છે તે પણ સત્ય છે. જે આ પ્રમાણે સત્ય વચન બેલે છે અને અસત્યને ત્યાગ કરે છે તે ક્રમશઃ કઈ દિવસ પૂર્ણ સત્યને પણ પામી શકે છે. જે પ્રમાણે રેખાગણિતમાં મધ્યરેખાની કલ્પના કરવામાં આવે છે તે જ પ્રમાણે આપણું માટે તો પૂર્ણ સત્ય કલ્પના સમાન જણ્ય છે. પરંતુ જે પ્રમાણે રેખાગણિતમાં મધ્યરેખાની લંબાઈ ચેડાઈ ન હોવા છતાં તેને માનવી પડે છે તે જ પ્રમાણે સત્યમાં પણ પૂર્ણ સત્યને આદર્શ માનવો આવશ્યક છે. કહેવાનો આશય એ છે કે અસત્યનું પાપ પણ વિષયલાલસાથી જ પેદા થાય છે. ત્રીજું પાપ ચેરીનું છે. આ ચેરીનું પાપ પણ વિષયલોલુપ માણસદ્વારા જ થાય છે. જે માણસે વિષયવાસના ઉપર વિજય મેળવ્યો છે તે માણસ દ્વારા ચેરી થઈ શકે નહિ. અર્થાત્ વિષયવિજયી માણસ ચેરી કરવાનું પાપ કરતા નથી. ચેરીમાં કેવળ બીજાની ચીજોને હક્ક વિના લેવાનો જ સમાવેશ થતો નથી, પરંતુ પિતાને કે બીજાઓને વિકાસ અટકાવવો તે પણ ચોરી જ છે. તમે શ્રાવક છો એટલે તમે ચેરીથી પૂર્ણ રીતે નિવર્તી શકતા નથી, એટલા માટે તમને સ્થૂલ ચેરીથી નિવવાનું કહેવામાં આવ્યું છે. અર્થાત તમારા માટે એવી ચોરી કરવાની મના કરવામાં આવી છે કે, જેથી રાજ્ય કે સમાજના નિયમોનું ઉલ્લંઘન થતું હોય, કે રાજ્ય અથવા સમાજમાં જેને ચોરી કહેવામાં આવતી હોય ! પૂર્ણ ચેરીમાં તો માર્ગ ઉપર પડેલા એક તૃણને પણ પૂછ્યા વિના લેવાનો સમાવેશ થાય છે. પરંતુ જો તમે રસ્તા પર પડેલી ચીજને લીધી હોય તે તમને રાજ્ય કે સમાજદ્વારા દંડ થતો નથી. તેમ તમારું આ કાર્ય ચેરીમાં ગણાતું નથી. એટલા માટે શાસ્ત્રકારોએ પણ આવાં કાર્યને સ્થૂલ ચોરીમાં ગણ્યું નથી, કિન્તુ સૂક્ષ્મ ચોરીમાં તેની ગણતરી કરી છે. અને તમને એવી સૂક્ષ્મ ચેરીને ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું નથી. પરંતુ જે રાજાએ પત્થરની ખાણમાંથી પત્થર લેવાની મનાઈ કરી હોય છતાં રાજાની આજ્ઞા લીધા વિના પત્થરે લઈ આવો તે તે સ્થૂલ ચોરી છે. આ પ્રમાણે જે ચેરી દ્વારા રાજાજ્ઞા કે સમાજનાજ્ઞાન ભંગ થતું નથી તે સ્થૂલ ચોરી નથી અને તમને પૂલ ચેરીને ત્યાગ કરવાનું જ કહેવામાં આવ્યું છે. એ વાત બીજી છે કે, રાજા દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ યોગ્ય છે કે કેમ, અને તે કાયદાઓનું પાલન કરવું ઉચિત છે કે નહિ; પરન્તુ રાજાના કાઈ ખોટા કાયદાને પણ જો તમે છૂપી રીતે ભંગ કરે તો તમારું તે કાર્ય પૂલ ચોરીમાં ગણી શકાય. જો તમને કોઈ કાયદે ખરાબ તથા હાનિકર્તા જણાતો હોય તે તમે તેને ખરાબ કહીને સવિનય કાયદાભંગની માફક તેડી શકો છો. પરંતુ કાયદાને ખરાબ ન કહે અને છૂપી રીતે તેને તેડવા ને પ્રયત્ન કરે છે તે કાર્ય પૂલ ચેરીમાં ગણી શકાય. હવે કદાચ તમે એમ કહો કે શાસ્ત્રાનુસાર રાજા વિરુદ્ધ કામ કરવું નિષિદ્ધ છે, તે પછી રાજાના કાયદાનો ભંગ કેવી રીતે કરી શકાય ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, શાસ્ત્રમાં જે વિહરનારૂ કહેવામાં આવ્યું છે તેને અર્થ રાજા વિરૂદ્ધ કામ ન કરવું એવો નથી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy