________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ -૩ર મ બેલ
! પાછી પાપ મુખ્યતઃ અઢાર પ્રકારનાં છે. આ બધાં પાપો વિષયવાસનાથી જ પેદા થાય છે. જેમકે હિંસાનું પાપ તે જ વ્યક્તિ કરે છે કે જેનામાં વિષયલાલેસા હોય છે. પ્રાણીનાં પ્રાણેને નષ્ટ કરવાં તેનું નામ હિંસા છે. પરંતું આ કાર્યને હિંસાના પાપમાં અંતર્ગત થએલું કયારે માની શકાય ? તે એને માટે કહ્યું છે કે –
प्रमत्तयोगात्प्राणव्यपरोपणे हिंसी । અર્થાત–પ્રમાદથી કે વિષયપષણને માટે કોઈ પ્રાણીનાં પ્રાણને નષ્ટ કરવાં તે હિંસાપાપ છે. જે કેવળ જીવ મરી જાય એટલા માત્રથી જ હિંસાને પોપ માનવામાં આવે તે તેરમા ગુણસ્થાનમાં સ્થિત વ્યક્તિના શરીરથી પણ જીવ મરે છે, એટલા માટે તેમને પણ હિંસાનું પાપ લાગવું જોઈએ. કારણ કે યોગની ચપલતાથી જીવોને આધાત પહોંચવા કે મૃત્યુ પામવું સ્વાભાવિક છે. પરંતુ આ પ્રમાણે જીવો મરી જવામાં હેતુ શું છે તે જોવું જોઈએ! જે હિંસા પ્રમાદથી કે વિષય પિષણને માટે કરવામાં આવે તે જ હિંસાને પાપમાં અતર્ગત કહી શકાય.
કેટલાક લોકોને એવી શંકા થાય છે કે, જ્યારે આખું આકાશ જ જીવોથી વ્યાપ્ત છે અને શરીરધારા છેવનું મરણ થવું પણ સ્વાભાવિક છે, તે પછી મુનિઓ પૂર્ણ અહિં સક કેવી રીતે રહી શકે છે આ શંકાનું સમાધાન એ છે કે, જે કે મુનિ આદિના શરીરથી જીનું મરી જવું સ્વાભાવિક છે, પરંતુ તેમને હેતુ શો છે તે પહેલાં જુઓ ! શું તેમને હતુ જેને મારવાનું છે? વાસ્તવમાં હિંસા તે છે કે જે પ્રમાદના યોગથી કે વિષયપષણું માટે કરવામાં આવે. આ સિવાય જે હિંસા થાય તે હિંસાને પાપમાં અન્તર્ગત કરવામાં આવી નથી. ઉદાહરણ તરીકે, કોઈ મુનિ જે ઈર્યાસમિતિપૂર્વક જતનાથી ચાલતા હોય, છતાં જે તેમના પગથી કઈ છવ મરી જાય તો તેમાં હિંસાનું પાપ લાગેલું માનવામાં આવતું નથી. પરંતુ જે મુનિ સમિતિપૂર્વક જતનાથી ચાલે નહિ અને એ દિશામાં કોઈ જીવ કદાચ ન પણ મરે તો પણ તેમને હિંસાનું પાપ લાગે જ છે; કારણ કે હિંસા પ્રમાદથી થાય છે અર્થાત પ્રમાદ જ હિંસા છે.
હિંસાનું પાપ વિષય લેલુપતાથી જ થાય છે. આ જ પ્રમાણે અસત્ય આદિ બીજા પાપો પણ વિષયલેલુપતાને કારણે જ પેદા થાય છે. આ પાપોથી બચવા માટે વિનિવર્તન કરવાની અર્થાત વિષયસુખથી પરાભુખ થવાની આવશ્યકતા છે. જે વિષયવાસનાથી પરમુખ થયો હશે તે પાપકર્મો કરવામાં પ્રવૃત્ત નહિ થાય.
પૂર્ણ સત્ય તો કેવળ આદર્શરૂપ છે. જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવી જ કહેવામાં આવે, અર્થાત બોલવામાં એક અક્ષરનું પણ અંતર ન આવે તે પૂર્ણ સત્ય છે. પૂર્ણ સત્ય તે પૂર્ણજ્ઞાની જ કહી શકે છે. આ ઉપરથી અત્રે એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જ્યારે પૂર્ણસત્ય પૂર્ણજ્ઞાની જ કહી શકે છે તો પછી બીજા લોકેએ કેવું સત્ય બોલવું જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે, હૃદયમાં વિષયભાવના કે વાસ્તવિક્તાની વિરુદ્ધ બલવાને ભાવ ન હોય તે એ દશામાં જે કાંઈ બોલવામાં આવે છે તે પણ સત્ય જ છે. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે –
समयन्ती मन्नमाणे समया वां असमया वा समयां होइ उवेहाए।