SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [મરબી અમરકંકાના રાજા પદ્મનાભને જીતનારમાં કેટલું પરાક્રમ છે એ જોવા માટે જ અમે નૌકા મોકલી ન હતી. પાંડવોનું આ કથન સાંભળી શ્રીકૃષ્ણ બહુ જ કુદ્ધ થયા અને કહેવા લાગ્યા કે, તમારામાં આટલી બધી પૃષ્ઠતા છે! જ્યારે તમે લેકે પદ્મનાભથી પરાજિત થઈને આવ્યા હતા અને મેં પદ્મનાભને હરાવ્યા હતા, ત્યારે શું તમે મારા પરાક્રમને જોઈ કે જાણું ન શક્યા? તમે લેકે મારા રાજ્યમાં પણ રહેવાને લાયક નથી એટલા માટે તમે મારા રાજ્યમાંથી નીકળી જાઓ. - આ પ્રમાણે શ્રીકૃષ્ણને કુપિત થએલા જોઈ પાંડવોને ઘણું જ પશ્ચાત્તાપ થ. કુન્તી માતા વગેરેના પ્રયત્નથી શ્રીકૃષ્ણને ક્રોધાગ્નિ શાન્ત થયો. પરંતુ કહેવાને આશય એ છે કે, જેમણે પૂર આવેલી ગંગા નદીને તરીને પાર કરી તેનામાં કેટલું બધું પરાક્રમ હશે? આ જ પ્રમાણે વિષયભોગની દુસ્તર નદીને તરી જઈ પાર કરી ગયા છે તે કવા વીર હશે ? આ તે વિષયસુખ ઉપર વિજય મેળવવાની વાત થઈ. પરંતુ વિષયસુખથી પરાક્ષુખ થવાથી શું લાભ થાય છે એ અત્રે જવાનું છે. વિષયસુખ પ્રત્યે ચિત્ત આકૃષ્ટ ન થાય એ જ વિષયસુખ પ્રત્યેની પરાક્ષુખતા છે. વિષયસુખથી પરાક્ષુખ થવાને ઢોંગ કરી લેકેને ઠગવામાં આવે તો બીજી વાત છે. પણ જે સારી રીતે વિષયસુખ પ્રત્યે પરાક્ષુખ થવામાં આવે તે વિષયસુખ પ્રત્યે ચિત્ત આકૃષ્ટ ન થાય એ સ્વભાવસિદ્ધ છે. વિષયસુખથી પરાક્ષુખ થએલે માણસ પોતાનામાં પાપકર્મોને આવવા દેતા નથી એ પણ દેખીતું છે. પ્રત્યેક પાપ વિષયલાલસાથી જ પેદા થાય છે. જેનામાં વિષયવાસના હોતી નથી તેની દ્વારા પાપકર્મો પણ થતાં નથી એટલા માટે વિષયવાસનાથી દૂર થવું એ પાપકર્મોથી દૂર થવા સમાન છે. પાપથી દૂર થનાર બે પ્રકારના હોય છે. એક તે સિદ્ધ હોય છે અને બીજા સાધક હોય છે. અર્થાત એક તે વિષયવાસનાથી પરાક્ષુખ થઈ પાપરહિત થઈ ચૂકયા હોય છે અને બીજા વિષયવાસનાથી પરાક્ષુખ થઈ પાપરહિત થવાને પ્રયત્ન કરે છે, અર્થાત સાધક છે. જેઓ સિદ્ધ થઈ ચૂક્યા છે તેમની અત્રે વાત નથી. સિદ્ધને માટે તે કઈ પ્રકારના ઉપદેશની જરૂર જ રહેતી નથી, પરંતુ સાધકને માટે જ ઉપદેશ આપવામાં આવે છે. સાધકે ઉન્માર્ગે ચાલ્યા ન જાય એટલા માટે જ તેમને ઉપદેશ આપવામાં આવે છે. સાધકને અત્રે એવો ઉપદેશ આપવામાં આવ્યો છે કે જો તમે પાપથી બચવા ચાહે છો તે તમે વિષયવાસનાનો ત્યાગ કરે. બધાં લેકેને પાપ ખરાબ લાગે છે. કઈ પણ માણસ એમ ચાહત નથી કે મને પાપી કહેવામાં આવે. જો કેઈને પાપી કહેવામાં આવે છે તે નારાજ થઈ જાય છે. આ પ્રમાણે કેાઈ પાપી બનવા ચાહતું નથી. પરંતુ શાસ્ત્ર કહે છે કે, જો વાસ્તવમાં પાપી બનવું ન હોય તો વિષયવાસનાનો ત્યાગ કરે. જે વિષયવાસનાને ત્યાગ ન કરવા છતાં પણ પિતાને નિષ્પાપ કહેવડાવે છે તે ચોરી કરે છે. અંદર બીજું કાંઈ રાખવું અને બહાર બીજું કાંઈ બતાવવું એ ચોરી છે. આ પ્રકારની ચોરી ન કરતાં વિષયવાસનાથી પરાક્ષુખ થવાને પ્રયત્ન કરવો જોઈએ.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy