________________
ચાતુમસિ]
સમ્યકત્વ પરાક્રમ૩૨ મો બોલ થોડા સમયને માટે મનુષ્યની મતિ ઠીક રહેતી હોય, પરંતુ સંસારનાં અધિકાંશ મનુષ્યોની ગતિ વિષયો તરફ જ રહ્યા કરે છે. મહાન ત્યાગીઓનાં મન પણ એક ક્ષણમાં વિષય પ્રત્યે આકર્ષિત થઈ શકે છે. આ પ્રકારનાં વિષયો તરફથી જે પરાક્ષુખ રહે છે તે મહાન વિજેતા છે. દુસ્તર નદીને પાર કરવી મુશ્કેલ છે તો પછી વિષયવાસના રૂપી નદીને પાર કરવી બહુ જ મુશ્કેલ હોય એ સ્વાભાવિક છે. કેઈ માણસ જે પૂર આવેલી નદીને તરી જાય અને પાર કરી જાય છે તે કેવો તરવૈયા–તારક કહેવાય.
આ વિષે મહાભારતમાં એક પ્રસિદ્ધ ઉદાહરણ છે. એકવાર શ્રીકૃષ્ણ અમરકંકા નગરીના રાજા પદ્મનાભને જીતીને પાછા આવી રહ્યા હતા. પાંડવો પણ તેમની સાથે જ હતા. શ્રીકૃષ્ણ પાંડવોને કહ્યું કે, તમે લકે આગળ ચાલે. હું પાછળથી આવું છું. પાંડવો આગળ ચાલવા લાગ્યા. રસ્તામાં તેમણે જોયું કે, ગંગા નદીમાં ખૂબ પૂર આવેલ છે એટલે તેઓ નૌકામાં બેસીને ગંગા નદીને પાર કરી, સામે પાર પહોંચ્યા. બાદ તેઓએ વિચાર કર્યો છે, જેમણે પદ્મનાભ રાજાને હરાવ્યો છે તે શ્રીકૃષ્ણ મહારાજ કેવા પરાક્રમી છે અને તેઓ ગંગા નદીને કેવી રીતે પાર કરે છે તેની આજે આપણે પરીક્ષા કરીએ! આ પ્રમાણે વિચાર કરી તેઓએ નૌકાને છૂપાવી દીધી. વિનારી વિપરીત વૃદ્ધિઃ એ કહેવત પ્રમાણે પાંડવોને અવળી બુદ્ધિ સૂઝી.
શ્રીકૃષ્ણ પાછળથી ગંગા નદીના કિનારે આવ્યા. તેમણે જોયું કે, ગંગા નદીમાં ખૂબ પૂર આવેલ છે. ગંગા નદીને પાર કરવા માટે બીજો કોઈ માર્ગ જોવામાં આવતો નથી. આવી સ્તર ગંગા નદીને પાંડવો કેવી રીતે પાર કરી શક્યા છે અને જ્યારે તેઓ ગંગા નદીને પાર કરી ગયા છે તે પછી તેઓ પદ્મનાભથી કેવી રીતે હારી ગયા? આવી દુસ્તર ગંગા નદીને પાર કરનાર વ્યક્તિ પદ્મનાભથી હારી જાય એ સંભવિત નથી. આ પ્રમાણે વિચાર કરી શ્રીકૃષ્ણ નિશ્ચય કર્યો કે જ્યારે પાંડવો ગંગા નદીને તરીને પાર કરી ગયા તે પછી મારે પણ ગંગા નદીને પાર કરવી જોઈએ. આ પ્રમાણે નિશ્ચય કરી શ્રીકૃષ્ણ એક હાથમાં રથ લીધો અને બીજા હાથથી નદીનું પાણી કાપતાં ગંગા નદી પાર કરવા લાગ્યા. નદી પાર કરતાં તેમને વચમાં થે થાક લાગ્યો, તે વખતે ગંગાદેવી પ્રકટ થઈ, તેમના વિશ્રામ માટે એક સ્થાન બનાવી દીધું અને કૃષ્ણને કહ્યું કે, જે તમે મને આજ્ઞા આપે તે હું તમારા માટે માર્ગ કરી આપું અથવા નૌકા આદિની વ્યવસ્થા કરી દઉં. શ્રીકૃષ્ણ ગંગાદેવીને જવાબમાં કહ્યું કે, મારે કેઈપણ પ્રકારની સહાયતાની આવશ્યક્તા નથી. જો હું નૌકા આદિની સહાયતા વડે નદીને પાર કરે તો તેમાં કશી વિશેષતા રહેતી નથી એટલા માટે મારે મારા પિતાના પુરૂષાર્થદ્વારા જ નદીને પાર કરવી જોઈએ.
શ્રીકૃષ્ણ પિતાના પુરૂષાર્થ વડે ગંગા નદીને પાર કરી ગયા. પાંડ શ્રીકૃષ્ણને નમન કરીને કહેવા લાગ્યા કે આપ ધન્યવાદને પાત્ર છે કે તમે તમારા પુરૂષાર્થ વડે ગંગા નદીને પાર કરી ગયા. શ્રીકૃષ્ણ જવાબમાં કહ્યું કે, એમાં આશ્ચર્યની વાત શી છે? જ્યારે તમે લોકે ગંગા નદીને પાર કરી ગયા ત્યારે હું નદીને પાર કરી જાઉં તે તેમાં આશ્ચર્ય શું છે? પાંડવોએ કહ્યું કે, અમે લેકેએ તે નૌકાદ્વારા ગંગા નદીને પાર કરી છે. શ્રીકૃષ્ણ કહ્યું કે, તે પછી મારા માટે નૌકા શા માટે મોકલી નહિ ? પાંડવોએ ઉત્તર આપે કે,