________________
૫૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[મેરખી
સમ્યકત્વ પરાક્રમ–બાલ બત્રીશમે.
વિવક્ત (એકાન્ત) શયનાસનનું સેવન કરનાર વ્યક્તિએ સર્વપ્રથમ વિષયવાસનાથી પરાક્ષુખ થવું જોઈએ. એટલા માટે હવે વિનિવર્તન વિષે ગૌતમ સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે
બત્રીશમે એલ. (૨૨) વિનિયgયા જે મસ્તે ! ની લિંબાય? અર્થાત–હે ભગવાન! વિનિવર્તન અર્થાત વિષયવિરક્તિથી છવને શે લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે – विनियट्टणयाए पावक्रम्माणं अकरणयाए अब्भुठेइ, पुन्बबद्धाण य निज्जरणयाए तं नियत्तेइ, तओ पच्छा चाउरन्तं संसारकन्तारं वीइवयइ ॥३२॥
અર્થાત-હે ગૌતમ! વિનિવર્તનથી અર્થાત વિષય-વિરક્તિથી નવાં પાપકર્મો થતાં નથી અને પૂર્વે બંધાયેલાં હોય છે તે ટળે છે, અને ત્યારબાદ તે જીવ ચારગતિરૂપ સંસારઅટવીને ઓળંગી જાય છે.
વિષય-વાસનાથી પરાભુખ થવાનું નામ વિનિવર્તન છે. જે વિવક્ત શયનાસનનું સેવન કરે છે તે વિષય-વાસનાથી અવશ્ય પરાશ્રમુખ થાય છે, કારણ કે વિવક્ત શયનાસનના સેવનથી ચારિત્રની રક્ષા થાય છે અને જે ચારિત્રની રક્ષા કરવા ચાહે છે તે વિષયવાસનાથી અવશ્ય પરાભુખ થાય જ છે. આ પ્રમાણે જે આત્મા વિષય-વાસના પ્રત્યે દેડી રહ્યો છે તે આત્માને વિષય-વાસના તરફ દેડતાં અટકાવી તેનું નામ વિનિવર્ણન છે.
જે પ્રમાણે પાણી નીચાણની તરફ ઢળે એ સ્વાભાવિક છે, તે જ પ્રમાણે પૂર્વ સંસ્કારને કારણે આત્મા પણ વિષયે તરફ દેડે છે. આત્માને વિષય તરફ જતાં અટકાવવો તેનું નામ જ વિનિવર્ણન છેઆ વિનિવર્તનથી-વિષયવિરક્તિથી અથવા વિષય-વાસનાથી પરમુખ થવાથી જીવને શું લાભ થાય છે? એવો ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછો છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે, વિનિવર્તન કરનાર અર્થાત વિષયોથી વિરક્ત થનાર માણસ પાપકર્મોમાં પ્રવૃત્તિ કરતા નથી. વિનિવિન કરનાર, પાપકર્મો ન થાય તેની બરાબર સાવધાની રાખે છે અને પહેલાંના પાપકર્મોની નિર્જરા કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રમાણે પાપકર્મોથી નિવૃત્ત થઈ નિષ્પાપ, બને છે અને નિષ્પાપ થવાથી જીવાત્મા મનુષ્ય, તિર્યક, દેવ તથા નરક એ ચાર પ્રકારની ગતિરૂપ આ સંસારાટવીને પાર કરી જાય છે. આ મૂળ સૂત્રને અર્થ થયે. હવે આ અર્થ વિષે અત્રે વિશેષ વિચાર કરવામાં આવે છે. - આત્મા હમેશાં વિષયો તરફ દોડ્યા જ કરે છે. સાધારણ કીડાઓ પણ વિષયો તરફ ડે છે, તે જેને આટલે બધે જ્ઞાનવિકાસ થયો છે તે માણસ વિષય તરફ દોડે તે તેમાં આશ્ચર્ય શું છે? એ વાત બીજી છે કે, શાસ્ત્રશ્રવણ કે પઠન પાઠન કરતી વખતે