SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ક જ છે ને ? ચાતુર્માસ ] પ્રાર્થના વિચાર [ ૫૩ વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ અષાડ વદ ૧૪ સંગમ પ્રાર્થના શ્રી અભિનંદન દુઃખનિકંદન, વન જન જેગ; આશા પૂરો ચિંતા ચૂરે, આપ સુખ આર.જી. શ્રી. ૧ – વિનયચંદ્ર કુંભ, ચોવીશી. શ્રી અભિનંદનનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં પરમાત્માને દુઃખનિકંદન કહેવામાં આવ્યા છે. દુઃખ નષ્ટ થાય એ તો જગતના લેકેને મનગમતી વાત છે. પ્રત્યેક આત્મા દુઃખને નષ્ટ કરવા ચાહે છે અને પરમાત્મા દુઃખને નષ્ટ કરે છે. એટલા માટે હે આત્મા ! તું અહીંતહીં નહિ ભટકતાં દુઃખનિકંદન કરનાર પરમાત્માના શરણે જાય તે તારાં બધાં દુઃખો નષ્ટ થઈ જાય ! પરમાત્માને દુઃખ નષ્ટ કરવાની પ્રાર્થના કર્યા પહેલાં આત્માએ પિતાને શું દુઃખ છે એ જાણી લેવાની ખાસ આવશ્યકતા છે. આત્માને શું દુઃખ છે એ વિષે જ્ઞાની જને સમુચ્ચયરૂપે એમ કહે છે કે આત્માને જે વિપરીત કે અપ્રિય લાગે છે તે જ દુઃખ છે. આત્મા આ દુઃખને જ દૂર કરવા ચાહે છે. આત્મા જેમ પિતાને ગુણવિકાસ કરતો જાય છે તેમ તેમ તે પોતાનું દુઃખ શું છે તે વધારે સમજતો જાય છે અને તે દુ:ખને દૂર કરવાનો પ્રયત્ન પણ કરે છે. વનસ્પતિમાં વિજ્ઞાન ઓછું છે પરંતુ તે પણ સુખ–દુઃખને સમજે છે અને દુઃખને દૂર કરવા ચાહે છે. વનસ્પતિ વર્ષાઋતુમાં પ્રકૂલિત થાય છે અને ગ્રીષ્મઋતુમાં સુકાઈ જાય છે. આ પ્રમાણે વનસ્પતિ પણ સુખ-દુઃખનો અનુભવ કરે છે. જ્ઞાની અને આ સુખ-દુઃખની વ્યાખ્યા કરતાં કહે છે કે, બાહ્ય સુખ એ સુખ નથી અને બાહ્ય દુઃખ એ દુઃખ નથી. અંતરંગ સુખ અને દુઃખ એ જ વાસ્તવમાં સુખ-દુઃખ હૈ આ અતરંગ દેખને દર કરવા માટે. પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ. બાહ્ય દુઃખને તે ઈન્દ્ર-નરેન્દ્ર પણ દૂર કરી શકે છે પરંતુ તેઓ બાહ્ય દુઃખ દૂર કરવાથી દુઃખરહિત બની શકતા નથી. દુઃખનું બીજ અન્તરંગ દુઃખ જ છે અને અન્તરંગ દુઃખને દૂર કરવાથી જ દુઃખનો નાશ થાય છે. એટલા જ માટે ભક્તજનો પરમાત્માને એવી પ્રાર્થના કરે છે કે, “હે પ્રભે ! તું દુઃખનિકંદન છે, અમારું દુઃખ નષ્ટ કર.” જો કે, પરમાત્માની પ્રાર્થના દુઃખને દૂર કરવા માટે જ કરવામાં આવે છે પરંતુ જે અધિકારી બનીને પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તો તેમાં વિશેષ સફળતા મળે છે. એટલા માટે અધિકારી બનીને પરમાત્માની પ્રાર્થના કરે તો તેમાં તમારું કલ્યાણ છે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે અધિકારી કેવી રીતે બની શકાય એ વાત હવે શાસ્ત્ર દ્વારા સમજાવું છું –
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy