________________
પર ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી કરવામાં તે વાર લાગે છે પણ તેને વિખેરી નાંખવામાં વાર લાગતી નથી; કારણ કે, તે સૂઈને માત્ર સ્પર્શ થયો છે, બંધ થ નથી. બીજો બન્ધ બદ્ધ છે. બંધ તે થાય છે પરંતુ તેને નિર્જરવામાં વાર લાગતી નથી. અર્થાત તે સઈના ઢગલાને દોરાથી બાંધી તો દેવામાં આવે છે પરંતુ તે દેરાને સહેલાઈથી બહાર કાઢી શકાય છે અને સૂઈને ઢગલે જલ્દીથી પાછો વીખરાઈ જાય છે. ત્રીજો નિધત્ત બન્ધ છે. આ બંધ શેડ મજબુત હોય છે, જેમકે તે જ સૂઈને ભારાને લેઢાના તારથી મજબૂત બાંધવામાં આવે, પરંતુ લોઢાના તારથી સૂઈઓને બાંધવા છતાં સૂઈઓ તેમાંથી બહાર નીકળી શકે છે અને લોઢાને તાર પણ છૂટી જાય છે, પણ લોઢાના તારને છોડવામાં થેડી મુશ્કેલી અવશ્ય પડે છે. નિકાચીત બંધ છે. આ બંધ બહુ જ ગાઢ હોય છે. જેમકે તે સૂઈઓના ભારાને અગ્નિમાં તપાવીને હથોડા–ઘનથી ટીપીને એક કરી નાંખવામાં આવે. આ પ્રમાણે કર્મને બન્ધ ચાર પ્રકારનો હોય છે. આ ચાર ભેદમાંથી પહેલાં ત્રણ પ્રકારનાં કર્મોની તે પૂરી રીતે નિર્જરા થાય છે અને ચોથા નિકાચિત કર્મની નિર્જર તે થાય છે, પરંતુ તેમાં સ્થિતિ અને રસનો ઘાત થાય છે. જેમકે પહેલાં સૂઈઓ બનાવવામાં વખત લાગતો હતો, પરંતુ વિજ્ઞાન વધી જવાને કારણે સૂઈઓ બનાવવામાં હવે વધારે વખત લાગતું નથી. આજ પ્રમાણે કર્મો ભોગવવાં તો પડે છે પરંતુ થોડી વારમાં પણ તે કર્મો ભેગવી શકાય છે. નિકાચિત કર્મો સ્થિતિ અને રસથી ઓછાં તે કરી શકાય છે પરંતુ પ્રકૃતિ અને પ્રદેશથી ઓછાં થઈ શકતાં નથી. આ પ્રમાણે કર્મોની નિર્જરા પણ થાય છે અને કર્મોને ભેગવ્યા વિના છૂટકે નથી એ બન્ને વાત સાચી છે. શાસ્ત્રનું કથન સાપેક્ષ છે એટલે સાપેક્ષ દૃષ્ટિએ
આ બન્ને વાત સાચી છે. | * કર્મો ભોગવવાં પડે છે એ વાત સાંભળી કેાઈએ ગભરાઈ જવાની જરૂર નથી. કર્મોને ભોગવવાં એટલે પાપનો નાશ કરે. એટલા માટે કર્મોને ભોગવી પાપથી મુક્ત થવાને વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. પણ એમ થવું ન જોઈએ કે પહેલાં જાણી જોઈને પાપકારી પ્રવૃત્તિ કરે અને તેનું પ્રાયશ્ચિત કરે. આ તો જાણી જોઈને પહેલાં ચેરને ઘરમાં પિસવા દેવો અને પછી તેને ઘરમાંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કરવા જેવું છે. પિતાના ઘરમાં જાણું–જોઈને ચોરને પેસવા દેવો એ મૂર્ખાઈ ભરેલું કામ કહેવાય છે. જોકે, ઘરમાં ચોર પેસી ન જાય તે માટે સાવધાની રાખે છે. આ જ પ્રમાણે આધ્યાત્મિક માર્ગમાં પણ પાપકર્મો ન થાય તેની સાવધાની રાખવી પડે છે. સાવધાની રાખવા છતાં પાપકર્મો થઈ જાય તે તેનું પ્રાયશ્ચિત કરી ભવિષ્યમાં પુનઃ પાપ ન થાય તેવો પ્રયત્ન કરે જોઈએ. તમારાથી આ વિષે બીજું કાંઈ ન થાય તે માથે દુઃખ આવી પડે ત્યારે જે કાંઈ થાય છે તે સારા જ માટે થાય છે એમ માને.
કહેવાનો આશય એ છે કે, જે દુઃખ થવાનું છે તે તો થશે જ; પરંતુ તે દુઃખના સમયે જે કાંઈ થાય છે તે સારા માટે જ થાય છે એમ માનીને દુઃખમાં પણ સુખ માને. જે આ પ્રમાણે દુઃખના સમયે પણ સુખ માનવામાં આવે તે આઠ કર્મોની ગાંઠ પણ ઢીલી થાય. પરંતુ જે દુઃખ ભગવતી વખતે દુઃખ માનવામાં આવે તો વિશેષ દુઃખ થાય. એટલા માટે દુઃખના સમયે ગભરાઈ જવું ન જોઈએ પણ ચિત્તને પ્રસન્ન રાખી પરમાત્માના શરણે જવામાં આવે તે આત્માનું કલ્યાણ અવશ્ય થશે.