________________
=
=
==
==
==
=
==
=
=
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૩૧ મે બેલ
[યા માટે ખાધું કે દવાને માટે ખાધું? તમે મધ તે દવાનું સેવન કરવા માટે જ ખાધું છે. આજ પ્રમાણે સાધુ લેકને ભજન કરવાનું મુખ્ય ઉદ્દેશ શરીર ટકાવવા માટે છે, સ્વાદ લેવા માટે નહિ, એમ માનવું જોઈએ.
તમે લેકે ખાવામાં જે આનંદ માનો છો તેથી અનંત ગણે આનંદ સાધુજને સંયમમાં માને છે. અને એટલા જ માટે તેઓ ખાવા માટે સંયમને ગુમાવતા નથી. તેમની દૃષ્ટિએ ખાનપાનની કીંમત કરતાં સંયમની કીંમત અનેકગણું છે. સાધુજને સંયમમાં અને ચારિત્ર–પાલનમાં સાવધાન રહે છે અને મુક્તિમાં આનંદ માને છે.
માને છે, તમારી પાસે એક મૂલ્યવાન હીરે છે. તમને એવો વિશ્વાસ છે કે, એ હીરાની કીંમતથી તમે તમારાં બધાં સંકટો દૂર કરી શકે એમ છો; તે શું તમે એ હીરાને મુઠી ધાણીના બદલામાં આપી દે ખરા? નહિ. આ જ પ્રમાણે જે સાધુઓને એવો દઢ વિશ્વાસ પેદા થયો છે કે, સંયમ બધાં સંકટોમાંથી મુક્ત કરે છે અને આઠ કર્મોને નષ્ટ કરી મુક્તિ અપાવે છે; તો શું તે સંયમને કેવળ ખાન-પાન માટે તજી દે ખરા ? નહિ.
કહેવાનો આશય એ છે કે, વિવક્ત શયનાસનનું સેવન કરવાથી ચારિત્રની ગુપ્તિ અર્થાત રક્ષા થાય છે. ચારિત્રની રક્ષા થવાથી આહારની રસાસક્તિ નાશ પામે છે અને ચારિત્ર–પાલનમાં દઢતા આવે છે. આવી રીતે સંગરહિત શયનાસનનું સેવન કરનાર તથા મોક્ષભાવને પામેલે જીવાત્મા આઠે પ્રકારનાં કર્મોનાં બંધનથી મુક્ત થાય છે.
એક ભાઈએ એવો પ્રશ્ન હમણું પૂછે છે કે, એક વક્તા પાસેથી એવું સાંભળ્યું છે કે, “સાંસ્કારિક કર્મો નષ્ટ થઈ જાય છે અને જેનશાસ્ત્ર “કરેલાં કર્મો ભોગવ્યા સિવાય છૂટકે નથી” એમ કહે છે. તો આ બન્ને વાતેમાંથી કઈ વાત વાસ્તવિક છે. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે પ્રમાણે કર્મો કરવામાં આવ્યા છે તે જ પ્રમાણે કર્મો ભોગવવા પડતાં હોત તો ભગવાન વિવકત શયનાસનનું સેવન કરનાર આઠ કર્મની ગાંઠ તોડી શકે છે એમ શા માટે કહેત ? જે કર્મો ભેગવવા જ પડત તે આ પ્રમાણે શા માટે કહેવામાં આવત? આ સિવાય જે કર્મોની નિર્જરા થઈ શકતી ન હોય તો પછી ત૫ શા માટે કરવામાં આવત ? આ ઉપરથી કર્મની નિર્જરા થાય છે એ વાત સિદ્ધ થાય છે. અત્રે એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, તપ આદિ દ્વારા કર્મોની નિર્જરા થાય છે તો પછી “#SIM વાળ ન મોક્ષ અત્યિ અર્થાત કરેલાં કર્મોને ભેગવ્યા સિવાય ટકે નથી ” એમ શા માટે કહેવામાં આવ્યું છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આ બન્ને વાત ઠીક છે. મેં એક કવિતા સાંભળી છે કે –
કર્મરેખ નહીં મિટે કરે કેઈ લાખ ચતુરાઈ આ પ્રમાણે એક બાજુ તે કરેલાં કર્મોને ભોગવવાં જ પડે છે એમ કહેવામાં આવે છે અને બીજી બાજુ કર્મોની નિર્જરા પણ થાય છે એમ કહેવામાં આવે છે. આ પ્રમાણે છે. પ્રકારની વાત સાંભળવાથી સંદેહ પેદા થાય છે એ સ્વાભાવિક છે. પરંતુ જે આ વિષયને બરાબર સમજવામાં આવે તો કોઈ પ્રકારને સંદેહ રહી શકે નહિ.
શાસ્ત્રમાં સ્પર્શબંધ, બઠબંધ, નિધત્તબંધ અને નિકાચિતબંધ એ ચાર પ્રકારનાં કર્મો કહેવામાં આવ્યાં છે. પહેલો સ્પર્શબંધ છે તે સૂઈના ઢગલા જેવો હોય છે. સૂઈને ઢગલો