SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મોરબી પરંતુ જે તેમની પરીક્ષા કરવામાં આવે તે જીવવા માટે જ ખાનારા લેકે બહુજ ઓછી નીકળશે. જો તમે જીવવા માટે જ ખાઓ છો તે શું તમે ભોજન કરતી વખતે પોતાના ફેંકટર બનીને ભક્ષ્યાભઢ્યને કે સ્વાધ્યપ્રદ કે સ્વાસ્થનાશક કઈ ચીજ છે તેને વિવેક કરે છે? જે ભેજનને તમે વિવેક કરતા નથી તો પછી તમે જીવવા માટે ખાઓ છે એમ કેવી રીતે કહી શકાય ? જે તમે ખરેખર જીવવા માટે જ ખાઓ છે તે તમે સ્વાસ્થને હાનિ કરે કે જીવનને ભ્રષ્ટ કરે એવી ચીજ ખાઈ શકે નહિ. જે પ્રમાણે કોઈ માણસ અજ્ઞાત વ્યક્તિને પોતાના ઘરમાં તાત્કાલિક સ્થાન આપતા નથી તે પ્રમાણે તમે તમારા પેટમાં જે ચીજનાં ગુણદોષ તમે જાણતા નથી તેવી ચીજને સ્થાન આપો નહિ. જે તમે તમારા પેટમાં અજ્ઞાત ચીજને સ્થાન આપતા હો તે તમારા પેટને Dinner Box ભોજનપેટી સિવાય બીજું શું કહી શકાય ? - એક વિદ્વાનનું કથન છે કે, દુનિયામાં લોકે ખાઈ–ખાઈને જેટલા મરે છે તેટલા લેકે ખાધા વિના મરતા નથી. જોકે આકંઠ ધરાઈ–ધરાઈને ખાય છે અને પછી ડૉકટરના શરણે જાય છે. આ પ્રમાણે જેટલા ડોકટરે વધ્યા છે તેટલાં રેગો પણ વધવા પામ્યાં છે. ડોકટરે વધવાથી રોગીઓની સંખ્યા ઓછી થઈ નથી. લેકે “આટલી ચીજ ખાવાથી શું નુકશાન થશે અને કદાચ નુકશાન થશે તે ડેકટરની દવા લઈશું” એવો વિચાર કરીને વધારે ખાઈ જાય છે અને આખરે રેગી બને છે. આ તે પાડોશીના ભરોસે પિતાનું ઘર ઉઘાડું મૂકવા જેવી વાત છે. આજે તે પ્રાયઃ એવું જોવામાં કે સાંભળવામાં આવે છે કે, જે માણસ જેટલી વધારે જુદા જુદા પ્રકારની ખાદ્ય ચીજો ખાય છે તે માટે માણસ કહેવાય છે; પરંતુ શાસ્ત્ર કહે છે કે, જે માણસ એટલે ત્યાગ કરે છે તેટલો તે માટે માણસ બને છે. શાસ્ત્રમાં આનંદ શ્રાવકનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, તે બાર કોડ સોના મહેરેને સ્વામી અને ચાલીશ હજાર ગાયને માલીક હોવા છતાં તેણે પોતાના ખાન-પાનમાં પરિમિત દ્રવ્યો જ ખાવા-પીવાની મર્યાદા બાંધી હતી. આ પ્રમાણે શાસ્ત્રની દ્રષ્ટિએ પણ જે વ્યક્તિ ખાન-પાનમાં જેટલે સંયમ રાખે છે તે વ્યકિત મહાન ગણાય છે. જીભ ઉપર અંકુશ રાખવાથી સ્વાસ્થ પણ સારું રહે છે. તમે લેકેને જેવું અને જેટલું ખાન-પાન મળે છે તેવું અને તેટલું ખાન-પાન ખેડુતને મળતું નથી, તેમ છતાં જો તમારે અને ખેડુત વચ્ચે કોઈવાર કુસ્તી કરવાનો પ્રસંગ આવે તે કોણ જીતી જાય ? એ તો તમે પણ કહેશે કે ખેડુત અમારા કરતાં વધારે સ્વસ્થ અને બળવાન છે. - આ પ્રમાણે વધારે ખાવાથી સ્વાથ્ય સુધરતું નથી પણ બગડે છે. વિકૃત ભજન કરવાથી સ્વાસ્થની હાનિ થાય છે અને ચારિત્રની પણ હાનિ થાય છે. એટલા જ માટે ભગવાને કહ્યું છે કે, જે ચીજ ખાવાથી વિકાર પેદા થાય એવી કોઈ વિકૃત ચીજ સાધુએ ખાવી જોઈએ નહિ. સાધુએ તે શરીરની રક્ષા થઈ શકે તેવું અને તેટલું જ ભોજન કરવું જોઈએ. શરીર વધારવા માટે કે સ્વાદને માટે સાધુએ ભજન કરવું ન જોઈએ. આ ઉપરથી તમે કહેશો કે, સ્વાદને માટે કોઈ ચીજ ન ખાવી એ કેમ બની શકે? ખાટી ચીજ કે મીઠી ચીજ ખાવાથી ખાટો કે મીઠું સ્વાદ આવે જ છે. આ પ્રશ્નના ઉત્તરમાં જષ્ણાવવાનું કે, માને છે, તમને કઈ વૈદ્ય મધની સાથે દવા ખાવા આપી અને તમે મધની સાથે તે દવા પણ ખાધી. મધ તે મધનો સ્વાદ આપે જ છે; પરંતુ તમે તે મધ, સ્વાદને
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy