________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૩૧ મા મેલ
[ ૯
રહે છે; કારણ કે, જે લેકામાં એવી શક્તિ હેાતી નથી તે પણ આવા ઉદાહરણની આડમાં એવું કામ કરવા લાગે છે અને આખરે પતિત થઈ જાય છે. પૃથ્વીનેા આધાર બધાંયને છે. આસન વગેરે હોવા છતાં આધાર તે। પૃથ્વીને જ લેવેા પડે છે; પરંતુ કાઇ મહાત્મા કદાચિત પેાતાના લબ્ધિબળથી પૃથ્વીને આધાર લીધા વિના જ સ્થિર રહી શકે તા એ અપવાદ કહી શકાય. પરંતુ એવા અપવાદનું અનુકરણ કરનાર ખીજા લેાકા પણ જો પૃથ્વીના આધાર લીધા વિના સ્થિર રહેવાને પ્રયત્ન કરે તે તે નીચે પડી જશે. આ જ પ્રમાણે કાઇ સંયમી માણસ સ્ત્રીની સાથે રહેવા છતાં બ્રહ્મચર્યનું કદાચ પાલન કરી શકે, પરંતુ એ અપવાદ માર્ગ હાવાથી બધા લેાકેાને માટે એ ઉત્સર્ગ માર્ગ બની ન શકે. એટલા માટે જ્યાં સ્ત્રી, પશુ કે નપુંસકના વાસ હેાય ત્યાં ન રહેવાને બધાંને માટે નિયમ બનાવી દેવામાં આવ્યા છે.
શાસ્ત્રમાં જે ઉપદેશ આપવામાં આવ્યા છે તે ઉપદેશ જગદ્ગુરુએ આપેલા છે. જગદ્ગુરુ કાઇ વ્યક્તિવિશેષને દૃષ્ટિમાં રાખીનેજ ઉપદેશ આપતા નથી પરંતુ જનસમાજને દૃષ્ટિમાં રાખીને ઉપદેશ આપ્યા કરે છે. એટલા જ માટે સાધુએ વિવક્ત શયનાસનનું સેવન કરે એમ કહેવામાં આવ્યું છે.
આ તા વિવક્ત–એકાન્ત શયનાસનની વાત થઇ. પરંતુ વિવક્ત શયનાસનનું સેવન કરવાથી શા લાભ થાય છે? તેા એના માટે કહ્યું છે કે, વિવક્ત શયનાસનના સેવનથી ચારિત્રની ગુપ્તિ—રક્ષા થાય છે.
આ ઉપદેશ બ્રહ્મચર્યને દૃષ્ટિમાં રાખીને જ આપવામાં આવેલ છે, અર્થાત્ બ્રહ્મચારીએ એકાન્ત સ્થાને રહેવું જોઇએ એમ કહેવામાં આવેલ છે. જ્યાં સ્ત્રી, પશુ તથા નપુંસક રહેતા હોય તેવા સ્થાને બ્રહ્મચારીએ રહેવું ન જોઈએ. એટલું જ નિહ પણ તેમણે વિકૃતિ પેદા કરે એવા આહાર પણ લેવા જોઈએ નહિ. જે આહાર ખાવાથી વિકૃતિ પેદા થાય તે વિકૃત આહાર કહેવાય. ઘી, દૂધ, તેલ વગેરે વિકૃતિ પેદા કરે છે એટલા માટે વિગય' કહેવામાં આવે છે. શાસ્ત્રમાં વિગય’ વસ્તુને ત્યાગ કરવાનું ખાસ કહેવામાં આવેલ છે. નિશીથસૂત્રમાં કહ્યું છે કેઃ—
जे भिक्खू आयरिय उवज्झायं अदिन्नं विगयं आहारं तं वा साहिजइ ।
ભાવાર્થ—જો કાઇ સાધુને વિગય અર્થાત્ વિકૃત વસ્તુ લેવાની આવશ્યકતા હોય તે તેણે આચાર્ય તથા ઉપાધ્યાયની આજ્ઞા લઈને જ વિકૃતિને આહાર કરવા જોઇએ. જો કાઇ સાધુ, આચાર્ય તથા ઉપાધ્યાયની આજ્ઞા લીધા વિના જ, વિકૃતિ પેદા કરનાર પદાર્થોં પાતે ખાય અથવા ખીજાને ખવડાવે અથવા ખીજાતે ખાવાનું અનુમેાદન આપે તે તે સાધુ દંડને પાત્ર બને છે.
બ્રહ્મચર્યનું પાલન કરવા માટે તથા સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે જીભ ઉપર અંકુશ રાખવાની ઘણી જ જરૂર છે. કારણ કે, જીભ ઉપર અંકુશ ન રાખવાથી અનેક પ્રકારનુ નુકશાન થાય છે. જે માણસ જીભ ઉપર અંકુશ રાખે છે તેમાણુસને વૈદ્ય-ડૅાકટર પાસે પણ જવાની ઓછી જરૂર રહે છે. એટલા માટે જીવવાના સિદ્ધાન્તને મહત્ત્વ આપવું ન જોઇએ. લાકાને આ વિષે પૂછવામાં આવે તે અમે જીવવા માટે ખાઈએ છીએ એમ લોકેા કહેશે,
७