________________
૪૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી
કરવાથી–ચારિત્રનું રક્ષણ થાય છે અને ચારિત્રગુણ–ચારિત્રશીલ બનવાથી છવ આહારની રસાસક્તિ છોડી ચારિત્રમાં દઢ-નિશ્ચળ થાય છે. આ પ્રમાણે એકાન્તપ્રિય અને મેક્ષભાવને પામેલો જીવાત્મા આઠે પ્રકારનાં કર્મોનાં બંધનથી મુક્ત થાય છે.
આ સૂત્રપાઠ વિષે વિચાર કરીએ તે પહેલાં વિવક્ત શયનાસનને શું અર્થ છે તે વિષે વિચાર કરીએ.
વિવક્ત શબ્દને અર્ચ, રહિત અથવા એકાન્ત થાય છે. જે સાધુ હોય તે સ્ત્રી, પશુ, અને નપુંસકરહિત, અને જે સાધ્વી હોય તે પુરુષ, પશુ, આદિથી રહિત શયન, આસન અને ઉપલક્ષણથી સ્થાનને ભોગવવું જોઈએ.
શાસ્ત્રમાં મુખ્યતઃ પુરૂષોને લક્ષીને ઉપદેશ આપવામાં આવેલ છે અને એટલા જ માટે સૂત્રપાઠમાં સાધુએ સ્ત્રી, પશુ અને નપુંસકવાળા શયન, આસન તથા સ્થાનને ભોગવવું ન જોઈએ એમ કહેવામાં આવેલ છે. કારણ કે જ્યાં સ્ત્રી, પશુ તથા નપુંસકવાળું શયન, આસન તથા સ્થાન હોય ત્યાં સાધુના બ્રહ્મચર્યની બરાબર રક્ષા થઈ શક્તી નથી. - સાધુએ વિવક્ત શયનાસનનું સેવન ક્યા ઉદ્દેશે કરવું જોઈએ? શું સાધુને સ્ત્રી, પશુ કે નપુંસકની સાથે કોઈ પ્રકારને દ્વેષ છે, અથવા કોઈ પ્રકારની અરુચિ છે? જે અરુચિને કારણે જ સાધુઓ વિવક્ત શયનાસનનું સેવન કરતા હોય તે અનેક ગૃહસ્થો પણ એવા હોય છે કે, જેઓ કલેશકંકાસ પેદા થવાને કારણે સ્ત્રીનું મેટું જોવાનું પણ પસંદ કરતા નથી. ઉદાહરણ તરીકે સતી અંજના ઉપર પવનકુમાર કુદ્ધ થયા હતા. એટલા માટે તેઓ અંજનાનું નામ પણ સાંભળતા નહિ એટલું જ નહિ, પણ જે દ્વાર વાટે અંજના પવનકુમારનાં દર્શન કરતી હતી તે દ્વારને પણ પવનકુમારે બંધ કરાવી દીધું હતું. શું આ પ્રકારના વર્તનને વિવક્ત શયનાસન કહી શકાય? જો ન કહી શકાય તે પછી વિવક્ત શયનાસન કેને કહેવું?
જ્યારે સાધુઓને કોઈ પ્રાણી પ્રત્યે દ્વેષભાવ નથી, પરંતુ બધાં જીવો પ્રત્યે પ્રેમભાવ છે અને તેઓ સ્ત્રી, પશુ તથા નપુંસક આદિને પણ આત્મતુલ્ય માને છે તે પછી વિવક્ત રાયનાસનને અત્રે શો મતલબ છે?
- આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સાધુઓએ એકાન્તમાં રહેવું જોઈએ, કારણ કે બધા લેકીનું ચરિત્ર એક સરખું હોતું નથી. એટલા માટે જે સાધુઓને એકાન્તમાં રહેવાનો નિયમ ન હોય અને તેઓ સ્ત્રી, પશુ અને નપુંસકવાળા સ્થાન ઉપર રહેવા લાગે તે એ અવસ્થામાં બ્રહ્મચર્યને ઘાત થવાને સંભવ રહે છે. જો કે વિજય શેઠ તથા વિજયા શેઠાણી એક જ શયા ઉપર શયન કરવા છતાં બ્રહ્મચર્યનું પાલન કરતા હતા એવી વાત પ્રસિદ્ધ છે. પરંતુ આ એક અપવાદ છે. બધા લેકે એવા હોઈ શકે નહિ. એટલા માટે બ્રહ્મચર્ય સંબંધી જે મર્યાદા બાંધવામાં આવી છે તેનું પાલન કરવું ઉચિત અને આવશ્યક છે. કારણ કે,
यद् यद् आचरति श्रेष्ठ-स्तत्तदेव इतरे जनाः। ' અર્થાત–શ્રેષ્ઠ પુરુષો જેવું આચરણ કરે છે તેવું જ આચરણે બીજા લોકો પણ કરે છે. એટલા માટે વિજયશેઠ અને વિજયા શેઠાણું જેવી શક્તિ હોવા છતાં મર્યાદાનું પાલન કરવું જોઈએ. મર્યાદાનું પાલન કરવામાં ન આવે તે બીજા કાને હાનિ થવાનો સંભવ
* આ જ પુસ્તકમાં સતી અંજના ચરિત્ર જુઓ.
I