SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–૩૧ મે બોલ [ ૪૭ જે પ્રવાસી સમુદ્રમાં વહાણને સાથ છોડી દે તો તે કષ્ટમાં પડી જાય. સમુદ્રમાં પ્રવાસીને કોઈ બચાવનાર હોય તે તે વહાણ જ છે. એટલા માટે પ્રવાસી એમ કહે છે કે, ભલે બધાને સાથ મને છૂટી જાય, પરંતુ આ વહાણને સાથ ન છૂટે તો સારું. આ જ પ્રમાણે ભક્તજને કહે છે કે, અમારા સાથી તો પરમાત્મા જ છે. પરમાત્માને સાથે કોઈ દિવસ છૂટી ન જાય તે અમે સંસારસાગરને પાર જઈ શકહ્યું અને અમને આ સંસારમાં કઈ દુઃખ-પીડા આપી શકશે નહિ. પરમાત્મા પ્રત્યે આવો વિશ્વાસ હોવાને કારણે જ ભક્તજને પરમાત્માની પ્રાર્થના કરતાં કહે છે કે – આજ હારા સંભવ જિનકા હિતચિત્તસે ગુણ ગાસ્યાં. રાજ, અર્થાતભક્ત કહે છે કે, પ્રભો! હું પામર છું એટલા માટે તારા નામસ્મરણ સિવાય બીજું હું શું કહી શકું? તું જ નિરાધારનો આધાર છે, એટલા માટે તારું જ હું ભજન કરું છું. કાઈ ડૂબતા માણસને વહાણ મળી ગયું હોય ત્યારે તેને કોઈ એમ કહે કે, તું આ વહાણને છોડી દે, અમે તને જે કાંઈ જોઈશે તે બધું આપશું. તો તે માણસ જવાબમાં શું કહેશે? તે એમજ કહેશે કે, ભલે મને કાંઈ ન મળે પણ હું વહાણને તો કદાપિ છોડી શકું નહિ. આ જ પ્રમાણે ભક્તજન કહે છે કે, હે પ્રભો ! હું બધુય છોડી દેવા તૈયાર છું, પરંતુ તારે આધાર કદાપિ છોડી શકું એમ નથી. ભકતની માફક તમે પણ પરમાત્માને આધારરૂપ માનો. કોઈ દિવસ તેમને આધાર છેડો નહિ, તો આત્માનું કલ્યાણ અવશ્ય સાધી શકશો. આત્માનું કલ્યાણ સરળ રીતે સાધી શકાય તે માટે હવે શાસ્ત્રની વાત કહું છું - સમ્યકત્વ પરાક્રમ–બેલ એકત્રીસમે ત્રીશમા બેલમાં અપ્રતિબદ્ધતા વિષે પ્રશ્નોત્તર કરવામાં આવેલ છે. હવે જે અપ્રતિબદ્ધ હોય છે અથવા થવા ચાહે છે તે સ્ત્રી, પશુ અને નપુંસકવાળા સ્થાને શયનાસન કરતો નથી. એટલા માટે વિવક્ત શયનાસનનું સેવન કરવાથી શું લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે કે – એકત્રીસમો બાલ. (३१) विवित्त सयणासण सेवण याएणं भंते ! जीवे किं जणयइ ? અર્થાત–હે ભગવાન! વિવક્ત અર્થાત એકાન્ત શયના સનના સેવનથી જીવને શે લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે – विवित्त सयणासण सेवणयाएणं चरित्त गुत्तिंजणयइ,चरित्त गुत्तेयणंजीवे विवित्ताहारे दृढचरित्ते एगन्तरए मोक्खभाव पडिवन्ने अट्ठविहकम्मगण्ठिं निजरेइ ॥३१॥ અર્થાત–હે ગૌતમ! વિવક્ત શયનાસનથી–અર્થત શ્રી ઈત્યાદિના સંગ રહિત શયનાસન
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy