SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મારી પરમાત્માને પણ ઓળખી શકાય છે. જો આત્માનું સ્વરૂપ જાણવાના પ્રયત્ન કરેા તે સિદ્ધિગતિને પ્રાપ્ત કરી શકશેા. તમારા જે વાળ બચપણમાં કાળા હતા તે જ વાળ હવે સફેદ થઈને તમને એવી સૂચના આપે છેકે, અમે તેા અમારી- ગતિને પામીએ છીએ, તે તમે તમારી ગતિને કેમ પામતા નથી ? આ ઉપદેશના એવા અર્થ નથી કે, શરીરને નષ્ટ કરી નાંખા, પણ તેના એવા અર્થ છે કે, આત્મા અને શરીરને ભિન્ન માનેા અને હું શરીર નથી પણ શરીરમાં રહેનાર આત્મા છું એમ માને. આ પ્રમાણે તમે દેહી છે છતાં દેહનાં પ્રતિબન્ધમાં પડેલા છે. આ પ્રતિબન્ધને દૂર કર્યાં વિના આત્મા સિદ્ધગતિને પામી શકે નહિ; એટલા માટે પ્રતિબન્ધને દૂર કરવા માટે અને આત્માને અપ્રતિબદ્ધ બનાવવા માટે પરમાત્માનું એકાગ્રતાપૂર્વક ધ્યાન ધરા. પરમાત્માનું એકાગ્રતાપૂર્વક ધ્યાન ધરવાથી આ આત્મા પણ પરમાત્મામય બની જશે. આત્માનું સાચું કલ્યાણ આત્મસ્વરૂપ સમજવામાં અને પરમાત્મામય બનવામાં જ રહેલું છે. 19001 વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૪ અષાડ વદ ૧૩ સામવાર --- પ્રાર્થના આજ મ્હારા સાઁભવ જિનકે, હિતચિત્તસુ ગુણ ગાસ્યાં; મધુર મધુર સ્વર રાગ અલાપી, ગહરે શબ્દ ગુંજાસ્યાં. ॥ આજ॰ un —વિનયચન્દ્રજી કુંભટ ચાવીશી. શ્રી સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ખરી રીતે તે। આત્માએ પરમાત્માની પ્રાર્થના એકાન્તમાંજ કરવી જોઇએ. કારણ કે એકાન્તમાં કરવામાં આવેલી પ્રાર્થનામાં અને સભા સમક્ષ કરવામાં આવેલી પ્રાર્થનામાં ઘણું જ અંતર હોય છે. આ ઉપરથી અત્રે એવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જો એમ જ છે તે પછી સભા સમક્ષ પ્રાર્થના શા માટે કરવામાં આવે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સાધુઓ માટે તેા પરમાત્માની પ્રાર્થના કરવી એ જ મુખ્ય કામ છે. સાધુએ માટે શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે, એકાન્તમાં, સભામાં, વનમાં કે ખીજા કાઈ સ્થળે પ્રત્યેક પ્રવૃત્તિ કરતી વખતે પરમાત્માની પ્રાર્થના જ કરવી જોઇએ. પરમાત્માની પ્રાર્થના કરવાથી જ સાધુ આત્માનું કલ્યાણ સાધી શકે છે, જ્ઞાનીજનો કહે છે કે, હું આત્મા ! આ સંસારમાં તારા કાઇ સાથી નથી. જો તારે ખરેખર સાથીની જરૂરજ છે તે તું પરમાત્માને જ તારા સાથી બનાવ. જો તું પરમાત્માને સાથી બનાવીશ તે પછી તને આ સંસારને પાર કરવામાં કાઈ પ્રકારની મુશ્કેલી નહિ પડે. જ્યારે કાઈ માણસ સમુદ્રયાત્રા કરવા માટે રવાના થાય છે ત્યારે તેના બીજા સાથીઓ તે। સમુદ્રકિનારે જ ઉભા રહે છે, પરંતુ વહાણુ તે સમુદ્રમાં પણ સાથ આપે છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy