SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ * = = =1+ :- - * — ચાતુર્માસ] સભ્યત્વ પરાક્રમ-૩૦ એ બેલ [ ૪૫ ઘેટાંઓની સાથે ભયને લીધે ભાગતું. જો કે તે સિંહનું બચ્ચું પોતે પણ ગર્જના કરનાર અને ઘેટાંઓને ભગાડનાર હતું, પણ પિતાનું સ્વરૂપ ભૂલી જવાને કારણે જ તે ઘેટાંની સાથે ભયને કારણે ભાગતું ફરતું હતું. એક દિવસ ઘેટાંના ટોળાની સાથે તે બચ્ચે જંગલમાં ગયું હતું. ત્યાં સિંહે ગર્જના કરી. સિંહની ગર્જના સાંભળી બધાં ઘેટાંઓ ભાગ્યાં. સાથે તે સિંહનું બચ્ચું પણ ભાગ્યું. ભાગતાં તે વિચારવા લાગ્યું કે, જે સિંહને આટલે બધે ડર લાગે છે તે સિંહ કેવો છે તે જોઉં તો ખરે! આ પ્રમાણે વિચાર કરી દેડીવાર અટકીને તેણે સિંહની સામે જોયું અને સિંહને જોયા બાદ પાછું ઘેટાંઓની સાથે દોડવા લાગ્યું; પરંતુ સિંહનું સ્વરૂપ તેના હૃદયમાં અંકિત થઈ ગયું. તે વિચારવા લાગ્યું કે, સિંહ કેવો જબરે છે! તેનું મુખ કેવું મોટું અને તેની જીભ કેવી લાલ છે!! અને તેની ગર્જના પણ કેવી ભયંકર છે !!! આવા ભયંકર સિંહને ભય લાગે એ સ્વાભાવિક છે. હવે કોઈ બીજે દિવસે તે સિંહનું બચ્ચું બધાં ઘેટાંઓની સાથે નદીમાં પાણી પીવા ગયું. બકરી કે ઘેટાં પાણીને ગંદુ કરીને પીતાં નથી પરંતુ ધીરેથી નિર્મળ પાણી પીએ છે. ઘેટાંઓની સાથે તે સિંહનું બચ્ચું પાણું પીવા લાગ્યું. પાણી પીતી વખતે તેનું પ્રતિબિંબ પાણીમાં પડયું, અને તે પ્રતિબિંબ જોતાં તે વિચારવા લાગ્યું કે, મારું સ્વરૂપ તો કાંઈ જુદું જ જણાય છે. હું આ ઘેટાંઓ જેવું તે નથી. મારી આકૃતિ પણ આ ઘેટાંઓ જેવી નથી. મારી આકૃતિ તે પેલા સિંહને મળતી આવે છે. મારું મુખ પણ તેવું જ છે અને મારું શરીર પણ તેના જેવું જ છે. પણ જોઉં તે ખરે કે, મારી જીભ પણ તેના જેવી છે કે નહિ ? આ પ્રમાણે વિચાર કરી તેણે પિતાની જીભ કાઢીને જોઈ તો જીભ પણ પેલા સિંહ જેવી જણાઈ. સિંહનું બચ્ચું વિચારવા લાગ્યું કે, મારું મોટું, મારું શરીર, મારી જીભ, મારી આકૃતિ, મારી પૂછડી વગેરે પેલા સિંહ જેવાં જ જણાય છે. પરંતુ મારે અવાજ સિંહ જેવો છે કે નહિ તે તે જોઉં. આ પ્રમાણે વિચાર કરી તે સિંહના બચ્ચાએ ગર્જના કરી. ગર્જના સાંભળતાં જ બધાં ઘેટાંઓ ભયભીત થઈને નાસવા લાગ્યાં. ભરવાડ પણ ભય પામીને ભાગ્યો. બધા ભાગી જવાથી સિંહના બચ્ચાને એ વિશ્વાસ થઈ ગયો કે હું સિંહ જ છું, ઘેટું નથી. હવે આ સિંહના બચ્ચાને ઘેટાંના ટોળાંની સાથે રાખવામાં આવે તો રહે ખરું? નહિ. ભક્તજન કહે છે કે, જે પ્રમાણે તે સિંહનું બચ્ચું ભ્રમથી ઘેટા જેવું બની ગયું હતું પણ સિંહને જોતાં જ તે પિતાનું સ્વરૂપ એળખી શકયું, તે જ પ્રમાણે આ આત્મા પણ ભ્રમને કારણે ઘેટાં જેવો બની ગયો છે. જે આત્મા સ્થિર થઈને પરમાત્માનું ધ્યાન ધરે તે તે પિતાના સ્વરૂપને ઓળખી શકે અને પરમાત્મા જેવો બની શકે. પરમાત્માનું ધ્યાન ધરવા માટે એકાગ્રતાની અતિ આવશ્યકતા છે. જે એકાગ્રતાપૂર્વક પરમાત્માનું ધ્યાન ધરવામાં આવે અને હું કેણ છું ? કયાંથી આવ્યો છું ? કયાં જવાને છું ? હું દેહ નથી પણ દેહી છું, હું કાન નથી પણ કાનારા કામ લેનારે છું વગેરે. આ પ્રમાણે આત્મ-સ્વરૂપ વિષે વિચાર કરવામાં આવે તો આત્માનું ભાન પ્રગટ થઈ શકે છે અને આત્મભાન થવાથી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy