SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનના પ્રારંભમાં શ્રી વિનયચંદ્રજી કુંભટકૃત ભાવપૂર્ણ ચતુર્વિશતિ જિનસ્તવન ઉપર હૃદયસ્પર્શી મૌલિક વિચારો દ્વારા સચોટ ઉપદેશ આપી પ્રભુભક્તિ તરફ જનતાને દરવા પ્રયત્નશીલ રહેતા હતા અને આ પ્રભુ-પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતા હતા. આ પુસ્તકમાં વ્યાખ્યાનના અગ્રભાગમાં આ પ્રાર્થનાની બે જ કડીઓ આપવામાં આવેલી છે પરંતુ પૂજ્યશ્રી તો તીર્થંકર પ્રભુની આખી પ્રાર્થના લલિતસ્વરે ગાઈ સંભળાવતા અને તેમાંના કેઈ એક ભાવપૂર્ણ વિષય પરત્વે હૃદયસ્પર્શી વિવેચન કરતા. એટલી માટે સુજ્ઞ વાચકે વ્યાખ્યાનનું વાંચન શરૂ કરે તે પહેલાં પરિશિષ્ટમાં આપેલી જિન-સ્તુતિમાંથી તે તીર્થંકર પ્રભુનું આખું સ્તવન સર્વ પ્રથમ સંપૂર્ણ વાંચી જાય અને ત્યારબાદ પૂજ્યશ્રીએ વ્યક્ત કરેલ ગહન વિચારનું મનન કરી જીવનને સફલ બનાવવાનો પ્રયત્ન કરે એ અમારે સાગ્રહ અનુરોધ છે. વ્યાખ્યાનના શાસ્ત્રીય વિષય તરીકે સમ્યત્વ–પરાક્રમ” નામક અધ્યયનનું માહાભ્ય બતાવતાં ખુદ સૂત્રકાર ફરમાવે છે કે – શ્રમણ ભગવાન મહાવીરે જે અધ્યયન પ્રરૂપ્યું છે તે એટલું બધું મહત્ત્વપૂર્ણ છે કે, તેના વિષે સમ્યફ રીતે શ્રદ્ધા કરીને, પ્રતીતિ કરીને, રૂચિ કરીને, સ્પર્શ કરીને, પાર જઈને, કીર્તિ કરીને, સંશોધીને, આરાધના કરીને અને આજ્ઞાપૂર્વક અનુપાલન કરીને અનેક જીવો સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ નિર્વાણને પામે છે અને સર્વ દુઃખને અન્ન આણે છે.” આ પ્રમાણે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાને મહા માર્ગ બતાવનારા આ અધ્યયનમાં સંવેગથી શરૂ કરી અકમતા (મેક્ષ) સુધીના ૭૩ બેલ ભગવાને પોતે પ્રરૂપ્યા છે અને તેમાં બધાં તત્તવોને નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે. આવા હિતકારી સિદ્ધાન્ત–વચનોના પ્રત્યેક બોલ ઉપર પૂજ્યશ્રીએ પિતાની સરળ પણ સચોટ વાણીદ્વારા પ્રકાશ પાડી એટલું તો સુંદર વિવેચન કરેલું છે કે, હરકોઈને પોતાની શંકાઓનું સમાધાન થવાની સાથે નિર્ચન્વ-પ્રવચન ઉપર અચલ શ્રદ્ધા અને બહુમાન ઉપજે અને મુમુક્ષુ જીવોને તો પિતાના જીવનનું ઉત્કર્ષાભિમુખ પરિવર્તન કરવામાં અવલંબનરૂપ થઈ પડે તેવાં મુક્તિમાર્ગનાં સોપાન સાંપડી શકે એમ છે. ધર્મતત્વને સરળતાપૂર્વક સમજાવવા માટે તથા ભગવાનની ગંભીર વાણી સીધી રીતે સમજવામાં આવે એ માટે ચરિત્રકથાનો આશ્રય લેવો પડે છે અને તે પણ બહુ લાભપ્રદ છે. અને તેથી પૂજ્યશ્રી વ્યાખ્યાનની અંતમાં હમેશાં આદર્શ ચરિત્રકથા ફરમાવતા રહે છે. આ પ્રમાણે મોરબી-ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ “ગંગકુમાર-ભીમની” આદર્શ ચરિત્રકથા ફરમાવી હતી, પરંતુ તેની નોંધ વ્યવસ્થિત ન રહી શકવાને કારણે પ્રસ્તુત પુસ્તકમાં આપી શકાઈ નથી તે માટે અમે દિલગીર છીએ. પરંતુ અમદાવાદ-ચાતુર્માસમાં સતી અંજનાની જે આદર્શ ચરિત્રકથા આલેખવામાં આવી હતી તે આ સંગ્રહમાં આપવામાં આવેલ છે. આ ચરિત્ર કથામાં વીર હનુમાન કે જે બળ અને પરાક્રમમાં અદ્વિતીય આદર્શ તરીકે મનાય છે તે વીર હનુમાનની માતા, સતી શિરોમણિ, રત્નપ્રસૂતા અંજનાદેવીનું જીવન-ચરિત્ર આલેખવામાં આવ્યું છે, જે અત્યંત બોધપ્રદ અને કર્તવ્યભાન કરાવનારું છે. સતી અંજનાએ અનેક વિકટ પ્રસંગોમાં અને મરણુન્ત ઉપસર્ગોમાં પણ પિતાના સતીત્વનું રક્ષણ કરી,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy