SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સતીધર્મને ઉત્તમ આદર્શ પૂરે પાડ્યો છે અને છેવટે પોતે સંયમધર્મને સ્વીકાર કરી, આત્મકલ્યાણ સાધ્યું છે. આવા એક શીલવંતા સ્ત્રી રત્નની આ ધર્મકથા પૂજ્યશ્રીએ આધુનિક યુગને પણ ઘણી રીતે બેધદાયક નીવડે તેવી રીતે વચ્ચે વચ્ચે ધર્મ, સમાજ અને રાષ્ટ્ર વિષયક અનેક બાબતો ઉપર પ્રાસંગિક વિવેચન કરી તેમજ અનેક ઐતિહાસિક દષ્ટા આપી પોતાની લાક્ષણિક અને હૃદયદ્રાવક શૈલીથી આલેખેલ જોઈ શકાશે. - આ રીતે આ વ્યાખ્યાન સંગ્રહમાં પરમાત્માની પ્રાર્થના, સમ્યક્ત્વ પરાક્રમના ૨૭ થી ૭૩ સુધીના બોલ ઉપર શાસ્ત્ર-વિચાર અને સતી અંજનાની ચરિત્રસ્થા–એ ત્રણે વિષયને સુંદર સુમેળ સાધવામાં આવેલ છે, અને સામાજિક, રાષ્ટ્રિય અને ધાર્મિક-જીવનને સ્પર્શતા વિધવિધ વિષ ઉપર વ્યવહાર અને નિશ્ચયની દૃષ્ટિએ મર્યાદિત સાધુભાષામાં વિચાર કરવામાં આવ્યો છે. આ પ્રકાશનને મુખ્ય હેતુ, જેનદર્શનનાં પ્રાણભૂત સિદ્ધાન્તનું રહસ્ય જનતાને સરળતાથી સમજાય અને તેના જ્ઞાનનો ફેલાવો થાય તે છે. તેમજ જ્યાં આગળ સાધુ મુનિરાજેને સુયોગ સાંપડતો ન હોય તેવાં ગામોમાં તેમજ વિદેશે દૂર વસતા ભાઈઓને આ વાચન વ્યાખ્યાનની ગરજ સારે અને તેઓ પોતાના નિવૃત્તિ-જીવનને સદુપયોગ કરી શકે તે પણ છે. અત્રે એ વાત સ્પષ્ટ કરવી જોઈએ કે, આ સંગ્રહ જેમ અત્યારે ઘણે ઠેકાણે બને છે તેમ, કાંઈ તૈયાર કરેલ વ્યાખ્યાનો કે લખાણોનો સંગ્રહ નથી, પરંતુ પૂજ્યશ્રી હમેશાં વ્યાખ્યાનના સમયે સ્વાભાવિક ફુરણથી જે પ્રવચન ફરમાવતા તેની ટૂંકાક્ષરી નોંધ ઉપરથી તેનો ગૂજરાતી અનુવાદ કરાવીને તૈયાર કરવામાં આવેલ છે. ચાતુર્માસ દરમ્યાનનાં પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનોની આવી ટૂંકાક્ષરી નોંધ શ્રી રતલામ હિતેચ્છુ શ્રાવક–મંડળ તરફથી તેમના પંડિતશ્રી શંકરપ્રસાદજી દીક્ષિત છેલ્લાં કેટલાં વર્ષોથી લે છે. આ રીતે આવા ગહન અને શાસ્ત્રીય લખાણમાં પૂજ્યશ્રીના મૂળ ભાવોની જે વિચારબદ્ધતા જળવાઈ રહેલ દેખાય છે, તે પંડિતશ્રી શંકરપ્રસાદજીની વ્યાખ્યાન ઝીલવાની શક્તિ, ખંત અને શ્રમને આભારી છે અને તેથી જ આ વ્યાખ્યાનોનો આ સુંદર અને ભાવપૂર્ણ ગુજરાતી અનુવાદ સ્થા. જૈન સમાજના એક યુવાન અને ઉત્સાહી સુશ્રાવક પંડિત શ્રી શાંતિલાલ વનમાળી શેઠ, ન્યાયતીર્થ સંતોષકારક રીતે કરી શકે છે, તેની નોંધ આ સ્થળે કરતાં આનંદ ઊપજે છે. આ પુસ્તકની વિષયસૂચિ તૈયાર કરવામાં શ્રી ઝવેરચંદ જાદવજી કામદારે, અને પ્રકાશન અંગેની વ્યવસ્થા તથા પ્રફોધન કરવામાં સ્થાનકવાસી જૈન પત્રના ઉત્સાહી તંત્રી શ્રી જીવણલાલ છગનલાલ સંઘવીએ ઉમંગભેર સહાય અને સહકાર આપેલ છે તે બદલ તેઓને ઉપકાર માનવામાં આવે છે. આ પ્રકાશનમાં વ્યાખ્યાનોની નોંધ લેવામાં દૃષ્ટિદોષથી કે સમજફેરથી કોઈ ભૂલ રહેલી માલુમ પડે છે તે માટે પ્રકાશક ક્ષમાથી છે. સંવત ૧૯૯૭ અશાડ પૂર્ણિમા ચુનીલાલ નાગજી વોરા રાજકેટ વ્યવસ્થાપક
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy