SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના જૈનસમાજના ગૌરવસમા સુપ્રસિદ્ધ જૈનાચાય પ્રતાપી પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજ- - શ્રીએ સંવત્ ૧૯૯૨ માં સૌરાષ્ટ્રની રસભૂમિમાં પદાર્પણ કરી રાજકાટ, જામનગર, મેારી અને અમદાવાદના ચાતુર્માસામાં ચાર વર્ષોં સુધી અમે ધ અમૃતવાણીની વર્ષા વરસાવી સુકાઈ જતાં ધર્મા‘કુરાને નવપલ્લવિત કરી સૌરાષ્ટ્ર ઉપર મહદ્ ઉપકાર કર્યાં છે. એ ઉપકાર ચિરસ્મરણીય રહેશે. ‘શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ’ની આ સંકલના પણ પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીની પ્રસાદીનું જ પરિણામ છે. પૂજ્યશ્રી પોતે શાસ્ત્રવિશારદ અને પ્રખર વ્યાખ્યાતા છે. તેમની પ્રતિભાશાળી વ્યાખ્યાનશૈલીથી જૈન-જૈનેતર અનેક વિદ્વાનેા આકર્ષાયા છે. તેમની વ્યાખ્યાનશક્તિની સાથે સૂત્ર-સાહિત્ય તથા અનુભવજ્ઞાનને સુંદર સુમેળ થયેા હેાવાથી તેમનું વ્યાખ્યાન એટલું સારગર્ભિત અને રોચક થાય છે કે જે જનસાધારણ તથા વિદ્વાનેને સમાન રાચક અને પથ્ય બને છે. પ્રસ્તુત પુસ્તકમાં સંગ્રહિત થયેલાં વ્યાખ્યાના ઉપરથી તેમની પ્રતિપાદનશક્તિ, સુવ્યવસ્થિત ક્રમિક વ્યાખ્યાનશૈલી તથા સૂત્ર—સિદ્ધાન્તની વિદ્વત્તાને પૂરેપૂરા પરિચય મળી શકશે. રાજકાટ ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૦ મા અધ્યયનમાંથી ‘અનાથી મુનિના શાસ્ત્રીય અધિકાર અને ‘સુદર્શન શેઠ’નેા અધિકાર વર્ણબ્યા હતા. અને સવત્ ૧૯૯૩ ના જામનગર ચાતુર્માંસ દરમ્યાન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા ‘સમ્યક્ત્વ-પરાક્રમ’ નામક અધ્યયનના ૧ થી ૨૭ સુધીના ખેાલ ઉપર તેમજ મહાસતી ‘મયણુરેહા'ના આદર્શો ચરિત્ર પરત્વે પાતાની એસ્વિની વાણીદ્વારા ક્રમિક વ્યાખ્યાને ફરમાવેલ હતાં. આ પ્રમાણે રાજકાટ અને જામનગરના ચાતુર્માસના શાસ્ત્રીય વ્યાખ્યાને ‘ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ–પ્રથમ પુસ્તક ( રાજકોટ ચાતુર્માસ ) ' તથા શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ–દ્વિતીય પુસ્તક ( જામનગર ચાતુર્માસ )' એ નામથી એ બૃહત્ પુસ્તકા દ્વારાએ આ સેાસાયટી તરફથી પ્રકાશિત કરવામાં આવ્યાં છે; આ પુસ્તકાનેા હિંદ તેમજ બહારના દેશામાં બહેાળા પ્રચાર અને ભારે સત્કાર થતાં અમેને મળેલાં પ્રેત્સાહનના પરિણામે આ · શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ તૃતીય પુસ્તક ( મેારી–અમદાવાદ ચાતુર્માસ )' પ્રસિદ્ધિમાં મૂકતાં અત્યન્ત આનંદ થાય છે. આ તૃતીય પુસ્તકમાં મેરખી–ચાતુર્માસમાં સમ્યક્ત્વ-પરાક્રમ નામક અધ્યયનના ૨૭ ખેલથી ૪૫ ખેાલ ઉપર તથા અમદાવાદ ચાતુર્માસ દરમ્યાન ૪૬ ખેાલથી ૭૩ ખેલ ઉપર પૂજ્યશ્રીએ જે શાસ્ત્રીય વ્યાખ્યાને ફરમાવેલ હતાં તેને, તથા અમદાવાદ : ચાતુર્માસ દર્મ્યાન મહાસતી અંજના ચિત્ર ફરમાવેલ તેનેા સંગ્રહ કરવામાં આવ્યેા છે. આ પ્રમાણે આ પુસ્તક દ્વારાએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ર૯મા સંમ્યક્ત્વ પરાક્રમના ઉપયેાગી અધ્યયન ઉપરના વ્યાખ્યાનના સંગ્રહ પૂર્ણ થાય છે. પ્રભુપ્રાર્થના એ પૂજ્યશ્રીને પરમપ્રિય વિષય છે. આધ્યાત્મિક વિકાસ સાધવા અને જીવનને પ્રભુમય બનાવવા માટે પ્રાર્થના એક અમેાધ સાધન છે, અને તેથી પૂજ્યશ્રી હમેશાં
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy