SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૩૦ મે બેલ [ ૪૩ મારે બાપ મારી બાને મારે છે માટે કોઈ બચાવો. પુત્રીની રાડ સાંભળી તેના બાપે છોકરીના બન્ને પગ પકડીને પત્થર ઉપર પછાડી અને પરિણામે તે મરણ પામી. છોકરીને મારી નાંખ્યા બાદ તેણે પત્નીને પણ મારી નાંખી અને પછી પોતે પણ આપઘાત કરીને મરી ગયો. ક્રોધનું પરિણામ કેવું ભયંકર આવે છે તે ઉપરના ઉદાહરણ ઉપરથી સમજી શકાય એમ છે. ક્રોધથી બચવા માટે સંગનો ત્યાગ કરવો જોઈએ. જો વિષય–લાલસાને સંગ હેય તે એ દશામાં ક્રોધ પેદા થવો સ્વાભાવિક છે. ક્રોધ પેદા થવાથી સંમોહ પેદા થાય છે, સંમેહથી સ્મૃતિ ભ્રષ્ટ થાય છે અને સ્મૃતિભ્રંશ થવાથી બુદ્ધિને નાશ થાય છે તથા બુદ્ધિ ભ્રષ્ટ થવાથી પિોતે પણ નાશ પામે છે, અર્થાત્ નીચ ગતિને પ્રાપ્ત થાય છે. એટલા માટે પિતાના પૂર્વજોના ઉચ્ચ આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખી પિતાનું જીવન પણ આદર્શ પ્રમાણે ઉચ્ચ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. હજારે માઈલ દૂર રહેનાર ગૌરાંગ ગુરૂની નકામી વાતોમાં ફસાઈ જઈ પિતાના પૂર્વજોને ધિક્કારે નહિ, પણ તેમના ઉચ્ચ આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખી જીવનને ઉન્નત બનાવવાનો પ્રયત્ન કરે છે તેમાં કલ્યાણ જ છે. તમે લેકે ધાર્મિક હોવાને કારણે કદાચ ગૌરાંગ ગુરુના પ્રભાવથી બચી પણ શક્યા છે. પરંતુ તમારા સંતાનો ઉપર ગૌરાંગ ગુરુનો કેવો પ્રભાવ પડયો છે તેને તમે ખ્યાલ રાખો છો ? કયાંય બકરું કાઢતાં ઊંટ તો પેસી ગયું નથી ને ? અર્થાત્ તમારાં સંતાનો સુધારાના નામે કુધારે તે કરતા નથી ને ? જે તમારાં સંતાનો આધિભૌતિક માર્ગે વળ્યા હોય તો તેમને આધ્યાત્મિક માર્ગે વાળવા એ તમારું કર્તવ્ય છે. કદાચ તમે એમ કહે કે, આજનાં સંતાનોને આધ્યાત્મિક વાત સમજાવવી મુશ્કેલ છે. તો આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જ્યારે બાળકે કવીનાઈન અથવા એવી કોઈ બીજી કડવી દવા ખાતા નથી ત્યારે માતા કડવી દવાની સાથે કોઈ મીઠી ચીજ ખાવા આપે છે. માતાને ઉદ્દેશ મીઠી ચીજ આપવાનું નથી પરંતુ કવીનાઈન કે કડવી દવા આપવાને અને તે દ્વારા રોગ મટાડવાને છે. આ જ પ્રમાણે તમે લેકે પણ સંતાનમાં આધ્યાત્મિક ભાવ ભરવાને મુખ્ય ઉદ્દેશ રાખે. અને જે સીધી રીતે સંતાનોમાં આધ્યાત્મિક ભાવ ભરી ન શકાય તે તેમને આધ્યાત્મિક ભાવરૂપી કવીનાઈન આધિભૌતિકરૂપી મીઠી ચીજની સાથે આપે. જો તમે આધ્યાત્મિક માર્ગે વળશે અને તમારાં સંતાને આધિભૌતિક માર્ગે વળશે તે તમારા બન્ને વચ્ચે ખેંચતાણી થવાનો સંભવ રહે છે. એટલા માટે તમારી વચ્ચે મતભેદ કે ખેંચાતાણી પેદા ન થાય તે માટે મધ્યમ માર્ગ શોધી કાઢવો જોઈએ. આ ઉપરથી તમે કદાચ એમ કહે કે, અમે એવું સાહિત્ય ક્યાંથી લાવીએ કે જેથી અમને સંતાન-યુવક સાથે કરશે મતભેદ પેદા ન થાય. આ વિષયમાં અમે સ ગપૂર્વક કામ કરી શકીએ ! આ પ્રશ્નને ઉકેલ આણવા માટે વૃદ્ધો તથા યુવકેએ પોતાનામાં સમાનરૂપે આધ્યાત્મિક સંસ્કાર ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ વાત તો સુનિશ્ચિત છે કે વૃદ્ધોનું કામ યુવકોના સહકાર વિના અને યુવકનું કામ વૃદ્ધોના સહકાર વિના ચાલી શકે એમ નથી. તો પછી વૃદ્ધો અને યુવકે બન્નેનું કામ બરાબર ચાલી શકે એવો મધ્યમ માર્ગ શોધી કાઢવો આવશ્યક છે. આ દિશામાં જેટલા પ્રયત્ન કરવામાં આવે તેટલે લાભકારક જ છે. આ દિશામાં
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy