SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મેરબી જો કહે છે કે, હે પ્રભો ! મારા જેવો બીજે કણ મૂર્ખ હશે? કદાચ કાઈ કહે કે, તમે મૂખ નથી, મૂખ તો માછલી અને પતંગ છે કે જેઓ પોતાની મેળે જ જાળમાં ફસાઈ જાય છે અને બળીને મરી જાય છે. પરંતુ આ કથન ભૂલભરેલું છે. કારણ કે માછલી કે પતંગ મારા જેવા મૂખ નથી. મારી મૂર્ખતા તે તેમનાથી ઘણી વધેલી છે. જે માછલીને એવી ખબર હોય કે, આ લેટની પાછળ કાંટ રહેલ છે અને તે કાંટે મારા માટે પ્રાણનાશક છે, તે માછલી તે કાંટામાં કદાપિ ફસાઈ જાય નહિ અને પિતાના પ્રાણને નાશ કરે નહિ. પરંતુ માછલી તો કાંટાને પિતાનું ભક્ષ્ય સમજીને જ ખાવા જાય છે. અને રસોલપતાને કારણે તેમાં ફસાઈ જાય છે. આજ પ્રમાણે જે પતંગને એ વાતની ખબર હોય કે દીપકમાં અગ્નિ છે અને તે અગ્નિદ્વારા હું બળીને મરી જઈશ, તો તે દીપક ઉપર કદાપિ મેહ કરે નહિ. પરંતુ પતંગ દીપકને અગ્નિરૂપ સમજતો નથી, પણ સુંદર રૂપ સમજીને જ તેના ઉપર પડે છે અને પ્રાણનો ભોગ આપી દે છે. આ પ્રમાણે માછલી અને પતંગ તે અજાણતાં વિષયભોગમાં ફસાય છે. પરંતુ હું તે જાણતાં છતાં વિષયભોગમાં ફસાઉં છું અને એટલા માટે હું તેમનાથી વધારે મૂર્ખ છું. જાણું છું કે, વિષયભોગ હાનિકર છે, છતાં હું વિષયભેગમાં પ્રવૃત્તિ કરું છું. એટલા માટે દીવો લઈને કૂવામાં પડનાર મારા જેવો બીજો કણ મૂખ હશે ! વિષયસુખમાં અનેક હાનિઓ રહેલી છે અને એટલાજ માટે ભગવાન કહે છે કે, નિઃસંગ બને. આ વાત કહેવામાં તે સરળ છે પણ તેને આચારમાં ઊતારવી બહુ જ મુશ્કેલ છે. કહેવામાં અને કરવામાં ઘણું જ અંતર રહેલું છે. આ પ્રમાણે અપ્રતિબદ્ધ થવામાં અને નિઃસંગ બનવામાં પ્રયત્ન કરવાની જરૂર છે. જો બરાબર પ્રયત્ન કરવામાં આવે તે આદર્શને પહોંચી શકાય છે. તમારા પૂર્વજે તમારા માટે જે ઉચ્ચ આદર્શ ઉપસ્થિત કરી ગયા છે તે આદર્શનું અનુકરણ કરે. પરંતુ આજકાલ તે ગૌરાંગ ગુરુ અર્થાત અંગ્રેજોના સંગને કારણે પૂર્વજોમાં જાણે બુદ્ધિ જ નથી અથવા તેઓ મૂખ જ હતા એમ માનવામાં આવે છે. તમારા પૂર્વજો તરફથી તમારા માટે ત્યાગને જે આદર્શ મૂકવામાં આવ્યો છે, તે આદર્શ બીજી જગ્યાએ મળ અતિ મુશ્કેલ છે. પરંતુ તમે તે આદર્શ તરફ ધ્યાન ન આપતાં બીજી જ બાજુ જઈ રહ્યા છે. તમે આધ્યાત્મિક કાર્યોમાં ગતિ કરતા જ નથી. કેવળ આધિભૌતિક કામોમાં જ પ્રવૃત્ત રહે છે. જો કે તમે ગૃહસ્થ છો એટલા માટે તમારે આધિભૌતિક કામની સહાયતા લેવી પડે એ સ્વાભાવિક છે, પરંતુ એ વાતનું સદા ધ્યાન રાખો કે જે આધિભૌતિક વસ્તુ આપણને નરકને માર્ગે લઈ જનારી છે તે વસ્તુ આપણું કામની નથી. એટલા માટે આધિભૌતિક કામની સાથે આધ્યાત્મિક કામ પણ કરવાં જોઈએ. કહેવાનો આશય એ છે કે, પરમાત્માના શરણે જવા માટે સંગને ત્યાગ કરે. વિષયસુખના સંગથી ‘ધ પેદા થાય છે. જ્યારે ક્રોધ પેદા થાય છે ત્યારે હું હિત કરું છું કે અહિત કરું છું તેનું ધ્યાન રહેતું નથી. સાંભળ્યું છે કે, મેવાડમાં એક માણસ ધના આવેશમાં પિતાની પત્નીને નિર્દયતાપૂર્વક મારવા લાગ્યા. આ જોઈને તેની પુત્રી રાડ પાડી ઉઠી કે,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy