________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [મેરખી દુઃખ વધવા પામશે. એટલા માટે મમત્વભાવ જેટલે એ. થાય તેટલું સારા જ માટે છે. અમાન્ય રીતે પ્રતિબંધનો અર્થ વસ્તુનો દુરુપયોગ થાય છે, અને અપ્રતિબંધને અર્થ વસ્તુને સદુપયેગ થાય છે. ઉદાહરણ તરીકે આંખો જોવા માટે અને કાને સાંભળવા માટે પ્રાપ્ત થએલાં છે. પરંતુ આંખો તથા કાને દ્વારા શું જોવું તથા સાંભળવું જોઈએ તેને વિવેક કરવાની જરૂર છે. આ પરસ્ત્રી ઉપર કુદૃષ્ટિ ફેંકવા માટે અને કાને પારકી નિંદા સાંભળવા માટે મળેલાં નથી. છતાં જે આંખ તથા કાનનો દુરુપયોગ કરવામાં આવે છે તે પ્રતિબન્ધ છે. જે મનુષ્ય આંખ-કાનનું મૂલ્ય સમજતો હશે તે માણસ આંખ-કાનને દુરુપયોગ કદાપિ નહિ કરે. શાસ્ત્રકાર કહે છે કે, ઈનિ તથા મનને વિપરીત કામમાંથી નિવૃત્ત કરી તેમને સત્કાર્યોમાં પ્રવૃત્ત કરવાં તેનું જ નામ અપ્રતિબબ્ધ છે. જે પ્રતિબન્ધમાંથી મુક્ત થઈ અપ્રતિબન્ધ થઈને વિચરે છે તે આત્માનું કલ્યાણ સાધી શકે છે.
: વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ અષાઢ વદ ૧૨ રવિવાર
પ્રાર્થના શ્રી જિન અજિત ન જ્યકારી, હું દેવનકે દેવજી : - “જિત શત્રુ” રાજા ને “ વિજયા' રાણી કે આતમજાત વગેવજી. થી ૧ાા
–વિનયચંદ્રજી કુંભટ વીશી
અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
તે આત્મા જે પરમાત્માનું એકાગ્રતાપૂર્વક ધ્યાન ધરે તે તે પોતે પણ પરમાત્મા જેવો બની જાય. જે જેનું ધ્યાન ધરે તે તેના જેવો બની જાય એવો સાધારણ નિયમ છે. એ વાત બીજી છે કે, કોઈ વ્યક્તિ પરમાત્માનું ધ્યાન કરી આજે ને આજે જ પરમાત્મા જેવો બની ન શકે; પરંતુ પ્રત્યેક વ્યક્તિએ પિતાનું ધ્યેય તે ઊંચું જ રાખવું જોઈએ. આદર્શ તે હમેશાં ઉચ્ચ કામ કરવા માટે જ દ્રષ્ટિ સમક્ષ રાખવામાં આવે છે. નીચ કામ કરવા માટે કઈ દિવસ આદર્શ દ્રષ્ટિ સમક્ષ રાખવામાં આવતું નથી. કારણકે નીચ કામ કરવાની પ્રવૃત્તિ તે સ્વાભાવિક રીતે થાય છે. પાણીને નીચેની જમીન તરફ જવામાં કોઈ પ્રકારને પ્રયત્ન કરવો પડતો નથી. નીચેની બાજુ તો પાણુ સ્વભાવતઃ જાય છે. પરંતુ જ્યારે પાણીને ઉપર-ઉંચે લઈ જવાનું હોય ત્યારે પ્રયત્ન કરવાની આવશ્યક્તા રહે છે. આ જ પ્રમાણે આત્માને નીચ ગતિમાં જવાના માર્ગો તો અનેક છે અને તે ગતિ તરફ આત્માની પ્રવૃત્તિ