SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ–૩૦ મ બેલ [ ૩૯ કરે છે તે જુઓ. ચમાર ચામડાને પકાવે છે, રંગે છે, સાફ કરે છે અને પછી જોડાં બનાવીને તમારી સામે મૂકે છે. હવે તમે પરમાત્માનું ભજન નહિ કરતાં શું કરે છે તેને વિચાર કરે. તમે તેલ–સાબુ વગેરે ક્યાં લગાવો છો ? આ શરીર ઉપર જ તેલ–સાબુ લગાવો છે ને? આ શરીર પણ ચામડું જ છે કે બીજું કાંઈ છે ? ચમાર જે ચામડું તૈયાર કરે છે તેથી તે બીજાની રક્ષા પણ થાય છે અને તે જે કાંઈ કરે છે તે બીજાની રક્ષા માટે જ કરે છે. પણ તમારાં આ શરીરનાં ચામડાં દ્વારા બીજાનું શું હિત થાય છે તેને વિચાર કરે. જે ચમાર બીજાના માટે શ્રમ કરે છે અને પિતે શ્રમ કરીને બીજાનું હિત કરે છે, તેને તે તમે નીચ માને છે અને તમે પિતાને ઉચ્ચ માને છે; પરંતુ તમે તમારાં અને ચમારનાં કાર્યોની તુલના કરે તે ચમાર શું છેટું કામ કરે છે અને તમે શું સારું કામ કરે છે તેની ખબર પડે. એટલા માટે પરમાત્માનું ભજન કરે અને કેવળ શરીર ઉપર તેલ–સાબુ લગાવવામાં જ ન રહો. જે તમે કેવળ અંગે તેલ કુલેલ લગાવવામાં જ રહે અને પરમાત્માનું ભજન ન કરે તે શું તમે ચમારથી સારા છે એમ કહી શકાય? તમને આ દુર્લભ મનુષ્યશરીર મળેલ છે તે તેને સદુપયોગ કરે. આ મનુષ્ય શરીર દ્વારા આત્મા, પરમાત્માના શરણે જઈ શકે છે. આ મનુષ્યદેહને માટે પરમાત્મા જેટલા સમીપ છે તેટલા સમીપ બીજા શરીરને માટે નથી. આમ હોવા છતાં તમે મનુષ્ય શરીરને કે દુરુપયોગ કરે છે તેને વિચાર કરો. કહ્યું પણ છે કેદયા આર ધર્મ કે પ્રતાપ કોટીવાલ ભ, અબ નહીં સાધુન કી સંગતી સુહાત હૈ રાત દિન કરે મનસૂબા ધન વાધવે કે, આયુ ઘટી જાત જાકી ચિત્ત નહીં ચાહ હૈ, હીરનકી છાંડિ છડિ કાંચન કે નગ લેત, અપને હી હાથ દેખો આપ ખેટા ખાતે હૈ, રાષિજી કહત હુંડી ઔર કી શિકારત હૈ, અપની હુંડી કે દામ રીતે રહત જાત છે. અર્થાત–આ મનુષ્ય–શરીર તેના પ્રતાપથી મળેલ છે? શું કોઈ વ્યક્તિ શરીરનું એક અંગ પણ બનાવી શકે છે? બાદશાહ પ્રસન્ન થાય તે કોહિનૂર હીરે તો આપી શકે પરંતુ આંખને હીરે અર્થાત આંખનું તેજ ચાલી ગયું હોય તો શું તે આપી શકે? નહિ. તમને આવી તેજસ્વી આંખે મળી છે તે કોના પ્રતાપથી મળેલ છે તેને વિચાર કરે. જે બાદશાહ દ્વારા મળેલા કોહિનૂર હીરાને કેઈ ફડવા લાગે તો તેની ઉપર બાદશાહ નારાજ થશે કે નહિ? જો તમે તમારી આંખોને-કે જે આંખોની કિંમત કેહિનૂર હીરાથી પણ વિશેષ છે–પર પુરુષ કે પર સ્ત્રીને ખરાબ દૃષ્ટિએ જોવામાં ઉપયોગ કરે તે પરમાત્મા તમારી ઉપર પ્રસન્ન થશે ખરા ? જો તમે પરમાત્માને પ્રસન્ન કરવા ચાહો છો તે તમારી આંખોને સદુપયોગ કરે. સંસારબંધનમાંથી મુક્ત થવા માટે જ મનુષ્ય-શરીરને સદુપયોગ કરવો જોઈએ. કહેવાનો આશય એ છે કે, આ મનુષ્ય-શરીર અપ્રતિબદ્ધ-અનાસક્ત થવા માટે જ પ્રાપ્ત થએલ છે. આ ઉપરથી કદાચ કોઈ એમ કહે કે, જે અમે અપ્રતિબદ્ધ અર્થાત અનાસક્ત રહીએ તે અમારા ઘરનું કે અમારી જાતિનું કામ કેવી રીતે ચાલી શકે? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, કઈ પણ વસ્તુ પ્રત્યે જેટલું મમત્વ રાખશે તેટલું
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy