SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મોરબી સંસારમાં રહેવું તે એક પ્રકારનાં જેલખાનામાં રહેવા જ સમાન છે. જે પ્રમાણે કેદી જેલમાંથી છૂટવાની ભાવના કરે છે અને તે પ્રમાણે વર્તાવ રાખે છે, તે જ પ્રમાણે તમે આ સંસારની જેલમાંથી છૂટવાની ભાવના કરે અને તે જ પ્રમાણે વર્તાવ રાખે. જે સંસારની જેલમાંથી છૂટવાને પ્રયત્ન આ મનુષ્યજન્મમાં નહિ કરવામાં આવે તે ક્યારે કરશો? આ મનુષ્યજન્મ મહામુશ્કેલીઓ મળ્યો છે. છતાં સંસારબંધનમાંથી છૂટવા માટે તેને સદુપયોગ ન કરતાં સંસારબંધનને મજબૂત કરવામાં દુરુપયોગ કરવામાં આવે છે એ કેવી મૂર્ખતા છે! ભક્ત તુકારામે આ વિષે કહ્યું છે કે - છે અનન્ત જન્મ જરી કેલ્યા તપરાશી તરી હાન પવસી માણવ દેહ ઐસા હા નિદાન લાગેલા સિ - હાથી ત્યાચી કેલી માટી ભાગ્યહીન ઉત્તમા ચા સાર વેદાચા ભંડાર જયા ને પવિત્ર તીર્થે હોતિ હણે તકિયા બધુ આણુક ઉપમા નાહીં યાતે જન્મી દાવયાસી. ” ભક્ત તુકારામ કહે છે કે, આવો દુર્લભ મનુષ્ય-જન્મ મળવા છતાં કેટલાક ભાગ્યહીન લેકે, જે પ્રમાણે મૂર્ખ માણસ હીરાની કીંમત પત્થર જેવી આંકે છે, તેવી મનુષ્યજન્મની કીંમત આંકે છે. ભાગ્યહીન લેકે આ મનુષ્યજન્મની કીંમત આંકી શકતા નથી. મનુષ્ય પછી ભલે તે ચેર હોય તો પણ મનુષ્યજન્મનો સદુપયોગ કરી પોતાનું કલ્યાણ કરી શકે છે. ત્યારે જે કઈ મનુષ્યજન્મનો દુ૫ગ કરે છે તે પછી ભલે ચક્રવર્તી રાજા હોય તે પણ તે સંસારનાં બંધનમાં સપડાઈ જાય છે. એટલા માટે સંસારનાં બંધને તૂટે એવાં સત્કાર્યો કરવામાં મનુષ્યજન્મને સદુપયોગ કરવો જોઈએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાં દશમા અધ્યયનમાં પણ ભગવાને કહ્યું છે કે – घणस्सइकायमइगओ उक्कोसं जीवो उ संवसे। कालमणन्तदुरन्तयं समयं गोयम मा पमायए ॥ उ. १०-९॥ આ ગાથાને ભાવાર્થ એ છે કે, હે ગૌતમ! અનન્ત દુર્ગમ કાળને વટાવ્યા બાદ આ મનુષ્ય–શરીર પ્રાપ્ત થયેલ છે. ભગવાનના આ કથન ઉપર ઊંડો વિચાર કરતાં જણાય છે કે, અનન્ત ભવ સુધી તપ કરવા છતાં પણ આ મનુષ્ય–શરીર કેઈને મળે છે અને કોઈને મળતું નથી. અનન્ત એકેન્દ્રિય જીવો હજી એવા છે કે જેઓ હજી બેન્દ્રિયપણુને પણ પામ્યા નથી. પરંતુ આપણું સત્કર્મને પ્રતાપથી આપણને આ મનુષ્ય-જન્મ મળ્યો છે. આ વિષે કવિ તુલસીદાસજીએ પણ કહ્યું છે કે – ચતુરાઈ ચૂહે પડે, ધિગ ધિગૂ પડે આચાર; તુલસી હરિ કે ભજન બિન, ચારે વર્ણ ચમાર. અર્થાત-જે કોઈ વ્યક્તિ પછી તે ઉચ્ચ કુળમાં પેદા થએલ હેય, કે નીચકુળમાં પેદા થએલ હોય પણ જે કઈ પરમાત્માનું ભજન કરતા નથી તે ચમાર છે. તુલસીદાસજીના આ કથન ઉપરથી તમે, એમ કહી શકે કે, બ્રાહ્મણ ચમાર કેમ બની શકે? અથવા અમે ચમાર કેવી રીતે બની શકીએ? આ પ્રશ્નના ઉત્તરમાં એજ જણાવવાનું કે, સર્વ પ્રથમ ચમાર શું
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy