________________
છે
કે
ચાતુર્માસ ]
સમ્યકત્વ પરાક્રમ–૩૦ મે બેલ
[ અ૭
અને બીજો સહવાસ, અર્થાત એક તો જન્મજનિત સ્નેહ પેદા થાય છે, અને બીજે સંગજનિત સ્નેહ પેદા થાય છે. આ બન્ને પ્રકારનાં સ્નેહ મમત્વનાં કારણો છે. શાસ્ત્ર કહે છે કે, આ બન્ને પ્રકારનાં નેહથી પેદા થએલ મમત્વ આત્માને માટે બંધનકારક છે. આત્મા અજરામર છે એટલા માટે તેને કોઈ પ્રકારનું બંધન હોવું જ ન જોઈએ.
જ્ઞાનીજને કહે છે કે, હે જીવ! તું એ વાતને વિચાર કર કે, તું આ સંસારમાં બંધનેને તેડવા માટે આવ્યો છે કે બંધનોમાં સપડાવા માટે ? જેલખાનામાં કેદીઓ બેડી પહેરે છે તે પિતાની સજાને ઓછી કરવા માટે કે વધારવા માટે ? આજ પ્રમાણે હે જીવ! તું આ સંસારરૂપી જેલખાનામાં આવ્યો છે અને કુલ તથા પત્ની અદિની એડી તને પહેરાવવામાં આવી છે. આ બેડીનાં બંધનમાંથી તું છૂટવા ચાહે છે કે તેમાં બદ્ધ થવા ચાહે છે તેને વિચાર કર. આ મનુષ્યજન્મ બેડીનું બંધન તોડવા માટે જ મળ્યો છે. વારંવાર આવો શુભ અવસર મળવો મુશ્કેલ છે. આત્માને મનુષ્યજન્મને કેવો દુર્લભ અવસર મળ્યો છે એને માટે શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે –
कम्माणं तु पहाणाए आणुपुत्वी कयाइओ।
जीवा सोहिमणुप्पत्ता आययन्ति मणुस्सयं ॥ उ. ३-७॥ આ ગાથાને અર્થ એ છે કે, હે આત્મા! તું કઈ પ્રધાન કર્મોને કારણે જ અનુક્રમે આ સ્થિતિને પામ્યો છે. જે પ્રધાન કર્મો ન હોત તો ગર્ભમાં જીવિત રહેવું કેટલું મુશ્કેલ છે તેને વિચાર કર. તારી સાથે જ બીજાં નવ લાખ પ્રાણીઓ જમ્યાં હતાં. પરંતુ તેમાં કેવળ તું જ જીવિત રહી શક્યો. જો તારામાં પુણ્યને પ્રભાવ ન હોત તે તને પણ તેમની માફક મરણ કષ્ટ થાત. પુણ્ય-પ્રભાવને કારણે જ તું બચી શકો છે.
આ ઉપરથી કેઈએમ કહે કે, નવ લાખ જીવો કેવી રીતે ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્ન વિષે જાવરામાં એક ડૉકટર સાથે મારે વાતચીત થઈ હતી. ડોકટરે કહ્યું હતું કે, શુક્રશોણિતને સુક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોવામાં આવે તો તેમાં અનેક કીડાઓ જોવામાં આવે છે. આ તો સૂક્ષ્મદર્શક યંત્રથી જોવાની વાત થઈ. પરંતુ આપણને તે ભગવાન ઉપર અટલ વિશ્વાસ છે એટલે તેમનું કથન સાચું જ છે એમ માનવું જોઈએ. ભગવાન કહી ગયા છે કે, મારી સાથે નવ લાખ સંશી છવો પેદા થયા હતા પરંતુ તેઓ નષ્ટ થઈ ગયા અને હું પુણ્યના પ્રભાવથી બચી ગયો. આ પ્રમાણે પ્રધાન શુદ્ધ કર્મના પ્રતાપથી જ આ મનુષ્યજન્મ પ્રાપ્ત થએલ છે.
મનુષ્યજન્મ મહામુશ્કેલીઓ પ્રાપ્ત થાય છે, એટલા માટે તેને દુરુપયોગ ન કરવા વિષે જૈનશાસ્ત્રોમાં વારંવાર ઉપદેશ આપવામાં આવેલ છે. અન્ય દીનવાળાઓ પણ મનુષ્યજન્મને ઉત્તમ અને દુર્લભ માને છે. આવો દુર્લભ મનુષ્યજન્મ આપણને સહજ રીતે પ્રાપ્ત થએલ છે તો તેને કેવી રીતે સફળ કરવો જોઈએ તેનો વિચાર કરે. આ મનુષ્યજન્મદ્વારા સંસારબંધનને મજબૂત કરવું જોઈએ કે તોડવું જોઈએ? જે કાઈકેદીપિતાને માટે જેલની અવધિ વધારે તે તમે તેને મૂર્ખ કહેશે, પરંતુ તમે શું કરી રહ્યા છે તે જુઓ. આ શરીરમાં તેથી