SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ | [ મોરબી આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે – अपडिबद्धयाएणं निस्संगत्तं जणयइ, निस्संगत्तेणं जीवे एगे एगग्गचित्ते दिया वा राओ वा असज्जमाणे अप्पडिबद्धे आवि विहरइ ॥३०॥ ' અર્થાત કોઈ પદાર્થમાં અપ્રતિબદ્ધતા અર્થાત અનાસક્તિ રાખવાથી જીવ નિઃસંગ અર્થાત મમત્વ–રાગદ્વેષ આદિ સંગથી રહિત થાય છે, અને નિઃસંગ થવાથી તેનું ચિત્ત દિનરાત ધર્મધ્યાનમાં એકાગ્ર રહે છે અને એકાગ્ર થવાથી તે અનાસક્ત થઈને અપ્રતિબદ્ધપણે વિચરે છે. ભગવાનના આ કથનને અર્થ કરતાં ટીકાકાર કહે છે કે, જે સાધુ હોય છે તે માસકાદિથી વધારે કોઈ સ્થાને સ્થિર રહેતો નથી, પણ અપ્રતિબદ્ધ થઈને વિહાર કરે છે. સાચે સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કોઈ પ્રકારનો પ્રતિબંધ રાખતા નથી. આ વસ્તુ મારી છે.” એમ દ્રવ્યથી, “આ ક્ષેત્ર મારું છે” એમ ક્ષેત્રથી, કાળમર્યાદાનું ઉલ્લંઘન કરીને રહેવામાં કાળથી, અને કેાઈના પ્રત્યે મનમાં રાગદ્વેષ રાખવો એમ ભાવથી સાધુ પ્રતિબંધ રાખતા નથી. સાધુ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કઈ પ્રકારનો પ્રતિબંધ રાખતા નથી પણ અનાસક્ત ભાવે–અપ્રતિબદ્ધ થઈ વિહાર કરે છે. ટીકાકારે તે મૂળ સૂત્રનું આ પ્રમાણે સ્પષ્ટીકરણ કરેલ છે, પરંતુ આ વાતને આપણું હૃદયમાં ઊતારવા માટે તેનું વિશેષ સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે. સામાન્ય રીતિ તો અપ્રતિબદ્ધતા બહુજ સામાન્ય વાત જણાય છે; પરંતુ ઊંડા ઊતરીને તે વિષે વિચાર કરવામાં આવે તે અપ્રતિબદ્ધતા શબ્દમાં અને ભાવમાં ગૂઢાર્ય રહે છે. અપ્રતિબદ્ધતા એટલે કોઈ પદાર્થ પ્રત્યે આસક્તિ ન રાખવી. જે વ્યક્તિ પિંકજની માફક કોઈ વસ્તુ પ્રત્યે મમત્વ કે મૂચ્છ રાખતી નથી તે વ્યક્તિ અપ્રતિબદ્ધ-અનાસક્ત બને છે. પંકજ એટલે પંકમાં–કાદવમાં પેદા થનાર કમલ. કમલ કાદવમાં પેદા થવા છતાં તે કાદવથી નિલેપ રહે છે. જે કમળ કાદવ સાથે પ્રતિબદ્ધ થઈ જાય તે પછી કમળને વિકાસ ન થાય, પરંતુ સડી જાય. આજ પ્રમાણે વસ્તુના સંગથી પેદા થએલ પ્રતિબદ્ધથી આત્માને વિકાસ અટકી જાય છે અને જ્યારે આત્મા અપ્રતિબદ્ધ થઈને વિહરે છે ત્યારે તેને અધિકાધિક વિકાસ થાય છે. - શાસ્ત્રનાં આ કથન ઉપરથી તમે તમારા વિષે વિચાર કરે કે, આ મનુષ્યજન્મ અમને કેવી રીતે મળ્યો છે અને તેને કેવી રીતે સદુપયોગ કરવો જોઈએ ? આ મનુષ્યજન્મ પ્રતિબન્ધને મજબૂત કરવા માટે મળ્યો છે કે પ્રતિબન્ધ તોડવા માટે મળ્યો છે તેનો વિચાર કરે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં આ વિષે કહ્યું છે કે जेसिं कुले समुप्पने जेसिं संवसे नरे । मम्माइ लुप्पइ बाले अन्नमन्नेण जीविणो ॥१॥ આ સૂત્રાનુસાર આત્મા જે કુળમાં ઉત્પન્ન થાય છે અથવા જેની સાથે વસે છે તેની સાથે મમત્વ પેદા થાય છે. આ પ્રમાણે મમત્વ પેદા થવાના બે કારણો છે. એક તો જન્મ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy