SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ * :- . : " '' -- ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–૩૦ મે બેલા [ ૩૫ ન કરે તો એ દશામાં તેને ધાન્યનો લાભ કેવી રીતે મળી શકે ? આજ પ્રમાણે મુક્તિને લાભ મેળવવા માટે સર્વ પ્રથમ વિષય-લાલસા ઉપર વિજય મેળવવો આવશ્યક છે. જે વિષયલાલસાને જીતવામાં આવે અને ચંચલતાને દૂર કરી અનુકંપાને જીવનમાં ઊતારવામાં આવે તે આત્માનું કલ્યાણ પણ થાય અને મુક્તિનો માર્ગ પણ ખુલ્લે થાય ! વ્યાખ્યાન: સંવત ૧૯૯૪ અષાડ વદ ૧૧ શનિવાર પ્રાર્થના શ્રી આદીશ્વર સ્વામી હે, પ્રણમ્ સિરનામી તુમ ભણી; પ્રભુ અંતરયામી આપ, મે પર હેર કરી જે હો મેરી જે ચિંતા મન તણી, મારા કાટ પુરાકૃત ૫૫. શ્રી ને ૧ છે -વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રી કષભદેવ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આત્માએ પરમાત્માના શરણે શા માટે જવું જોઈએ, એ આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે. આદિનાથ ભગવાન અનાથના નાથ છે એટલા માટે ભક્તજને પરમાત્માને સંબોધીને કહે છે કે, હે પ્રભો ! હું અનાથ છું અને તમે અનાથેના નાથ છો. મેં મારી અનાથતા દૂર કરવા માટે અનેક શકય પ્રયત્નો કરી જોયાં, પરંતુ મારી અનાથતા મટી શકી નહિ; એટલા માટે આખરે તમને અશરણના શરણુ સમજી તમારે શરણે હું આવ્યો છું, અને તમારા આશ્રયે આવવાથી મારી અનાથતા દૂર થઈ જશે એવો મને વિશ્વાસ છે. આત્માની . અનાથતા કેવી રીતે મટી શકે એ વાત હવે શાસ્ત્રારા સમજાવું છું – સમ્યક્ત્વ પરાક્રમ–બેલ ત્રીસ - ઓગણત્રીશમા બેલમાં સુખશયા અથવા સુખસાતા વિષે ઘણો વિચાર કરવામાં આવ્યો છે. હવે સુખશયા ઉપર કણ સૂઈ શકે અથવા સુખસાતાપૂર્વક કાણુ રહી શકે એ વિષે વિચાર કરવામાં આવે છે. જે વ્યક્તિમાં વિલુપતા નથી અને જેનામાં પ્રતિબદ્ધતા અર્થાત આસક્તિ નથી તે જ વ્યક્તિ સુખશયા ઉપર સૂઈ શકે છે. એટલા માટે હવે ગૌતમસ્વામી, અપ્રતિબદ્ધતા. અર્થાત અનાસક્તિથી જીવને શો લાભ થાય છે એ વિષે ભગવાનને પ્રશ્ન પૂછે છે કે – ત્રીસમો બોલ । (३०) अपडिबद्धयाएणं भंते ! जीवे किं जणयई ? અર્થાત–હે ભગવાન! અપ્રતિબદ્ધતા અર્થાત અનાસક્તિથી જીવને શો લાભ થાય છે?
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy