________________
૩૪ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
| [ મોરબી
અમારે દેહ જુદે છે અને અમારે આત્મા જુદે છે. ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર આગ મૂકવામાં આવી, સ્કંદ મુનિની ખાલ ઊતારી નાંખવામાં આવી, અને સાત સે મુનિઓને ઘાણીમાં પીલવામાં આવ્યા, છતાં તે મુનીશ્વરેને કોઈ પ્રકારની ચિન્તા થઈ નહિ. કારણ કે, તેઓ દેહ અને આત્માને ભિન્ન ભિન્ન માનતા હતા. આ પ્રમાણે શંકરહિત રહેવાનું કારણ અનુકંપા જ છે. અનુકંપા હોવાને કારણે જ મુનીશ્વરેને દેહાન્ત કષ્ટ પડવા છતાં ચિંતા પેદા થઈ નહિ, કારણ કે તેઓએ પિતાનું શરીર પહેલેથી જ પરમાત્માને સમર્પી દીધું હતું.
ભગવાને સુખસાતાના પ્રશ્નોત્તરમાં કાર્ય-કારણ ભાવ બતાવેલ છે. ભગવાને કહ્યું છે કે, વિષયલાલસા ન હોવાથી અનુત્સુકતા (વિષય પ્રત્યે અનાસક્તિ) પેદા થાય છે, અનુત્સુકતાથી અનુકંપા પેદા થાય છે, અનુકંપાથી જીવમાં અનુદ્ધતતા અર્થાત નિરભિમાનતા પેદા થાય છે, અનુદ્ધતતા પ્રગટ થવાથી જીવ શંકરહિત બને છે, અને શેકરહિત બનવાથી ચારિત્ર મેહનીય કર્મને ક્ષય કરી મેક્ષને પામે છે.
શાસ્ત્રમાં મેહનીય કર્મના બે ભેદ પાડવામાં આવ્યા છે. એક તે દર્શન મેહનીય અને બીજું ચારિત્ર મેહનીય. દર્શન મેહનીય તે વસ્તુ–સ્વરૂપ સમજવામાં બાધક ભૂત થાય છે, અને ચારિત્ર મેહનીય વસ્તુસ્વરૂપ સમજેલ હોવા છતાં તે પ્રમાણે આચરણ કરવામાં બાધકભૂત થાય છે. ચારિત્ર મોહનીય કર્મને ઉદય થવાથી વસ્તુસ્વરૂપ જાણવા છતાં તે પ્રમાણે આચરણ કરી શકાતું નથી. ચારિત્ર મેહનીય કર્મ નષ્ટ થાય ત્યારે જ ચારિત્ર પ્રગટ થાય છે. બાહ્ય ચારિત્ર અને વાસ્તવિક ચારિત્ર બન્ને ભિન્ન વસ્તુ છે. જ્યારે સંકલ્પ-વિકલ્પ મટી જાય ત્યારે વાસ્તવિક ચારિત્ર પ્રકટ થાય છે. જે સંકલ્પ-વિકલ્પ મટે નહિ તે ચારિત્ર મેહનીય કર્મ નષ્ટ થયાં નથી એમ સમજવું. જ્યારે ચારિત્ર મેહનીય કર્મને સંપૂર્ણ નાશ થઈ જાય છે, ત્યારે આત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય છે. આ પ્રમાણે વિષયલાલસાને દૂર કરવાથી આત્મા ગુણુક્રમારેહણ કરી સિદ્ધિને પામે છે. મુક્તિને આજ માર્ગ છે. શાસ્ત્રકારે કહે છે કે, મુક્તિનો માર્ગ સરલ છે પણ એ માર્ગે જવા માટે રસ્તામાં વિષયલાલસા આદિ જે કાંટાઓ વીખરાએલાં પડયાં છે તે સર્વ પ્રથમ દૂર કરવાની જરૂર છે. જે વિષયલાલસાને જીતી લેવામાં આવે તો મુક્તિના માર્ગે જવું સરળ છે. ગીતામાં પણ કહ્યું છે કે –
तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ! અર્થાત–હે અર્જુન ! પહેલાં ઈન્દ્રિયોની વિષયલાલસાને જીતી લે. વિષયલાલસા ઉપર વિજય મેળવવાથી તે બધા ઉપર વિજય મેળવી શકીશ.
તમે લેકે પણ મુક્તિના માર્ગે જવા માટે સર્વ પ્રથમ ઈન્દ્રિયોને જીતવાનો પ્રયત્ન કરો. જો તમે પ્રારંભમાં ઈન્દ્રિય ઉપર વિજય મેળવશે તે પરંપરાએ તમે મુક્તિને પણ પામી શકશે. પરંપરાએ મળનારું ફળ પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રથમ પ્રારંભિક કાર્ય કરવું જોઈએ. ખેડુતને ફળ તે પરંપરામાં મળે છે. પરંતુ બીજનું આરોપણ કરવાનું પ્રારંભિક કાર્ય તે પ્રથમ જ કરવું પડે છે, જે તે પ્રારંભિક કાર્ય જ ન કરે અર્થાત બીજનું આપણું