SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકુત પરાક્રમ–૨૯ મે બેલ કહેવાનો આશય એ છે કે, આનંદ શ્રાવક દાની હોવા છતાં તેણે દાનીઓની નામાવલિમાં પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું ન હતું; એટલું જ નહિ શાસ્ત્રમાં પણ તેના આવા દાનનું વર્ણન કરવામાં આવેલ નથી. પરંતુ એ વાત સહજ રીતે સમજી શકાય છે કે, જ્યારે તેને ત્યાગ પણ સુરક્ષિત રહ્યો અને વ્યાપાર આદિની પણ બરાબર મર્યાદા સચવાઈ ત્યારે વધેલી સંપત્તિને દાન સિવાય બીજો શો ઉપયોગ થાય છે જે માણસમાં સાચી અનુકંપા હોય છે તે માણસ દાન પણ ગુપ્તરીતિએ આપે છે, અને દાન કરી અભિમાન કરતો નથી, તેમ પોતાના નામને પ્રસિદ્ધ કરવા પણ ચાહતો નથી. તમે લેકે ગાયની સેવા કરીને દૂધ ખાઓ છો કે વેચાતું દૂધ લઈને ખાઓ છો ? તમે લેકે ગોસેવા કર્યા વિના દૂધ ખાઓ છો, છતાં પિતાને અનુકંપાવાળા કહેવડાવો છે. પરંતુ વેચાતું દૂધ લઈ ખાવામાં શું અનુકંપા રહેલી છે ? શાસ્ત્રકારે એને અનુકંપા કહેતા નથી. આમ છતાં આજે કોના ઘરમાં ગાય છે અને કેણુ વેચાતું દૂધ લઈને ખાતું નથી? સ્ત્રીઓ તે એમ કહેશે કે, અમે અમારી સેવા કરીએ કે ગાયની ? અમે અમારે શૃંગાર સજીએ કે ગાયનું છાણ-મૂત્ર ઉપાડીએ ? જ્યાં આવી ભાવના છે ત્યાં અનુકંપા શું હોઈ શકે ? સાંભળ્યું છે કે, ગાંધીજીએ ભારતની ગાયોની દુર્દશા જોઈને ગાયનું દૂધ પીવાનું જ છોડી દીધું છે. તમે લેકે દૂધ તે પીઓ છે પણ ગાયોની સેવા કરતા નથી તેનું કારણ તમારામાં અનુકંપાને અભાવ હોય એમ જણાય છે. કહેવાનો આશય એ છે કે, વિષયસુખની લાલસાનો ત્યાગ કરવાથી અનુકંપા પેદા થાય છે અને અનુકંપાથી અનુદ્ધતપણું અર્થાત નિરભિમાનપણું પેદા થાય છે. જેનામાં નિરભિમાનતા પ્રગટે છે તેનામાં કોઈ પ્રકારને શેક, સંતાપ કે કોઈ પ્રકારની ચિંતા રહેતી નથી. જેનામાં સાચી અનુકંપા હોય છે તેને નુકશાન થવા છતાં પણ ચિંતા થતી નથી. માને કે કઈવેપારીએ રૂની ગાંસડીઓને વીમો ઊતરાવી લીધો છે. હવે કદાચિત તે રૂની ગાંસડીએમાં આગ લાગે તે શું તે વેપારીને ચિંતા થશે ? તે વેપારી તે એમજ કહેશે કે, મેં તે પહેલેથી જ વીમો ઊતરાવી લીધો છે. આજ પ્રમાણે જે માણસમાં સાચી અનુકંપા હોય છે તે માણસ પોતાની બધી વસ્તુઓ પરમાત્માને સમર્પણ કરી દે છે અને એ કારણે કઈ પણ વસ્તુ નષ્ટ થઈ જતાં તેને ચિંતા થતી નથી; એટલું જ નહિ પણ પોતાના પ્રાણુ પણ ચાલ્યા જતા હોય તો પણ અનુકંપાશીલ માણસને કોઈ પ્રકારની ચિંતા થતી નથી. કહ્યું પણ છે કે – ચાહત જીવ સબૈ જગ જીવન, દેક સમાન નહીં કછુ પ્યારે; સંયમવન્ત મુનીશ્વર કે, ઉપસર્ગ હુએ તન નાશનહારે. તો ચિત્તે હમ આતમારામ, અખંડ અબાધિત રૂપ હમારા દેહ વિનાશક સે હમ તે, નહીં શુદ્ધ ચિદાનન્દ રૂપ હમારે. સંસારમાં કોઈપણ પ્રાણ પિતાનું જીવન નષ્ટ કરવા ચાહતો નથી; કારણ કે દેહ બધાંને પ્રિય છે. દેહ સમાન કોઈ વસ્તુ પ્રિય નથી. આમ હોવા છતાં સંયમ પાળનાર મુનીશ્વરને દેહાન્ત કષ્ટ પેદા થાય તે પણ તેઓ ચિન્તા કરતા નથી. તેઓ એમ વિચારે છે કે,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy