SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મેરખી નાંખવામાં આવે છે. શું તમે લેાકેાએ આવાં સુંદર અને મુલાયમ ચામડાંની બનેલી ચીજોને ત્યાગ કર્યો છે? જો ત્યાગ કર્યો નથી તે। શું તમારામાં પશુઓ પ્રત્યે સાચા યાભાવ છે ? કલ્પના કરો કે, તમારી સામે દ્રૌપદીને નગ્ન કરવામાં આવતી હેાય અને તેનાં શરીર ઉપરથી ખેંચી કાઢેલાં વસ્ત્રો તમને કાટ–ખમીસ આદિ માટે આપવામાં આવે તે શું તમે એ વસ્ત્રોને હાથમાં લે ખરાં ? તમે ત્યારે એમ જ કહેશેા કે, જે વસ્ત્રો દ્રૌપદી માતાને નગ્ન કરવા માટે ખેંચી લેવામાં આવ્યાં છે તે વસ્ત્રાને અમે કેમ લઈ શકીએ ? આ પ્રમાણે કહીને તમે તે વસ્ત્રો તે લેશે। નહિ; પરંતુ તમારી માતૃભૂમિને હાનિ રૂપ જે વસ્ત્રો તમને આપવામાં આવે છે તે વસ્ત્રો નહિ લેવાને શું તમે ત્યાગ કર્યો છે? તમે લેાકાએ હિંસામૂલક વઅનેા કે ચામડાંના ત્યાગ કર્યા નથી તેનું કારણ એ જ છે કે, તમારામાં હજી અનુકંપાના ભાવ પેદા થયા નથી. જો તમારામાં સાચી અનુકંપાને ભાવ પેદા થયા હાય ! તમે હિંસામૂલક કાઈ પણ ચીજના સ્પર્શ પણ કરા જ નહિ. ભગવાન કહે છે કે, હૃદયમાં અનુકંપાને ભાવ પેદા થવાથી અનુદ્ધત્તપણું અર્થાત્ નિરભિમાનપણું પ્રગટ થાય છે. અનુકંપાથી હૃદય નમ્ર બની જાય છે, અને નમ્ર બનેલાં હૃદયમાં અભિમાન પેદા થતું નથી. અનુકંપાશીલ માસમાં ‘હું મેાટા છું, મારાથી એવું કામ કેમ થઈ શકે ? ' એવું ખાટું અભિમાન હોતું નથી. અનુકંપાવાળા માણુસ તે ખીજાનાં દુ:ખમાં પાતાનું દુઃખ અને પરદુઃખ દૂર કરવામાં પોતાનું દુઃખ દૂર થાય એમ માને છે. સાચી અનુકંપા તે જ છે કે જેમાં અભિમાન અને લાલસા ન હાય. જ્યાં ફાઈ પણ પ્રકારની લાલસા હાય છે ત્યાં અનુકંપા ટળતી નથી. આજે કેટલાક લોકેા અનુકંપા કરવાને નામે દાન તે। આપે છે પરંતુ સાથે સાથે પેાતાને દાની કહેવડાવવા માટે વર્તમાનપત્રામાં દાનની જાહેર ખબર માટા મેટા અક્ષરેામાં છપાવે છે. શું આ અનુકંપા કે દાન છે ? ખરી રીતે તે વાસ્તવિક અનુકંપા ન હોવાને કારણે જ પ્રસિદ્ધિની ઈચ્છા રહે છે. સાચી અનુકંપા હૃદયમાં હોય તેા નામની ઈચ્છા રહેતી નથી પરંતુ કામની ઈચ્છા રહે છે. આનંદ શ્રાવકની પાસે બાર કરોડ સેાનામહેારાનું ધન હતું. તેમાંથી તે ચાર કરોડ સાનામહારાના વ્યાપાર કરતા હતા. અને તેની પાસે ચાલીશ હજાર ગાયા હતી. જ્યારે તેણે ભગવાનના દર્શન કર્યા ત્યારે ભગવાનને ઉપદેશ સાંભળી તેણે એવા ત્યાગ લીધેા કે, હું ધન આદિમાં વૃદ્ધિ કરીશ નહિ. આવા ત્યાગ કર્યાં બાદ પણ તેને ચાર કરોડ સેાનામહેારાને વ્યાપાર બરાબર ચાલતા રહ્યો અને ચાલીશ હજાર ગાયા પણ રહી. ગાયેામાં વૃદ્ધિ થવી સ્વાભાવિક છે છતાં તેના ત્યાગના ભંગ ન થયા એ વિચારણીય પ્રશ્ન છે. શાસ્ત્રમાં તેની સંપત્તિમાં તથા તેની ગાયેામાં ક્યા કારણે વૃદ્ધિ થઇ નહિ અને કયા કારણે તેના ત્યાગને ભંગ થયેા નહિ તે વિષે ખુલાસા આપવામાં આવ્યા નથી. પરંતુ કારણ વિષે વિચાર કરતાં મને એમ જણાય છે કે આનંદ શ્રાવક નફા વિના વ્યાપાર કરતા હતા અથવા વધેલી સંપત્તિને દાનમાં આપી દેતા હતા અને જે ગરીબ માણસ જણાતા તેને ગાયનું દાન આપતા હતા. આ પ્રમાણે તેની સંપત્તિ તથા ગાયાનું પિરમાણુ પણ બરાબર રહેતું અને ત્યાગની રક્ષા સાથે દાનાદિ ધર્મનું પાલન પણ કરતા હતા.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy