________________
-
ચાતુર્માસ ]
સખ્યત્વ પરાક્રમ–૨૯ મો બેલ
[ ૩૬
ચંચલતા પેદા થઈ કે, જે સીતાને સંસારની સ્ત્રીઓની શિરોમણિ બતાવવામાં આવે છે તે સીતા કેવી છે એ મારે જેવી જોઈએ. આ ચંચલતાને કારણેજ મેટે અનર્થ થયો. જે રાવણ પહેલેથી વિષયસુખ કે પરસ્ત્રીને ત્યાગી હેત તો તેનામાં આ પ્રકારની ચચલતા પેદા જ કેમ થાત અને આ અનર્થ પણ શા માટે થાત ?
આ પ્રમાણે વિષયસુખનો ત્યાગ કરવાથી ચંચલતા મટી જાય છે. ચંચલતા દૂર થવી અને અનુત્સુકતા પેદા થવી એ ત્યાગનું લક્ષણ છે. જે ત્યાગ કરવા છતાં પણ ચંચલતા કે ઉત્સુક્તા રહે તે સાચે ત્યાગ થયો નથી એમ સમજવું જોઈએ. હૃદયમાં થેડી પણ ચંચલતા ન રહે ત્યારે સાચે ત્યાગ થયો છે એમ સમજવું. ભગવાન કહે છે કે, ચંચલતા મટી જવાથી અને સ્થિરભાવ પેદા થવાથી હૃદયમાં અનુકંપા પેદા થાય છે. અનુકંપા કે શ્રેષ્ઠ ગુણ છે એ વિષે કહેવામાં પણ આવે છે કે –
દયા ધર્મકા મૂલ હૈ, પાપ મૂક અભિમાન. અર્થાત-દયા–અનુકંપા જ ધર્મનું મૂળ છે. અનુકંપાને બધા લેકેએ શ્રેષ્ઠ ધર્મ બતાવેલ છે. અને જેનામાં વિષયસુખની લાલસા હોતી નથી તેને જ આ એક ધર્મની પ્રાપ્તિ થાય છે.
સામાન્ય રીતે અનુકંપાને ગુણ પ્રત્યેક વ્યક્તિમાં ઓછાવત્તા પ્રમાણમાં હોય છે; પરંતુ જ્યારે સ્વાર્થને કારણે હૃદયમાં ચંચલતા આવે છે ત્યારે અનુકંપા અદશ્ય થઈ જાય છે. જેમ કે ગાય કાઈને–અરે કસાઇને પણ-ખાટું દૂધ આપતી નથી. તેમ છતાં કસાઈના હૃદયમાં સ્વાર્યને કારણે તથા વિષયલાલસાને કારણે ચંચલતા પેદા થવાથી તે ગાયને નિર્દય રીતે મારી નાખે છે. વિષયલાલસાને કારણે હૃદયમાં ચંચલતા પેદા થાય છે અને ચંચલતાને કારણે અનુકંપાને ભાવ ઓછો થાય છે કે નાશ પામે છે એવો ક્રમ છે.
- તમારામાં પશુઓ પ્રત્યે સાચી દયા છે કે કેવળ દેખાવની દયા છે તેનો વિચાર કરી. જે તમારામાં સાચી દયા હોય તો શું તમે જે ચીજને કારણે પશુઓને મારી નાંખવામાં આવતાં હોય તે ચીજને ઉપયોગ કરી શકે ખરા ? તમે દેખીતી રીતે તે ગાયને મારશે નહિ પરંતુ જે તમારી સામે ગાયનાં ચામડાંનાં બનાવેલાં સુંદર અને મુલાયમ બૂટ મૂકવામાં આવે અથવા ગાયની ચરબી લગાવેલાં કપડાં તમને આપવામાં આવે તો તમે તે ચીજોને વાપરવા માટે લે કે નહિ ? તમે પ્રત્યક્ષમાં તો ગાય માતા છે એમ કહેશે; પરંતુ તમારા માટે. ગાયમાતાની કેવી ભયંકર સ્થિતિ બને છે તે તમે જોતા નથી. તમે જે સુંદર અને મુલાયમ બૂટ પહેરે છે તે કાના ચામડાનાં બને છે તેને તમે વિચાર કરે છે. તમે કહેશે કે, અમારે બટ તે પહેરવા જોઈએ જ ને ? તે આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ભારતમાં પહેલાં ચામડાને માટે કોઈ દિવસ પશુઓને મારવામાં આવતા ન હતા. પરંતુ જે પશુઓ સ્વાભાવિક મૃત્યુથી મરી જતા હતા તેમનાંજ ચામડાંનાં બૂટ બનાવવામાં આવતાં હતાં. આજે તે ચામડાં માટે પશુઓને ખાસ મારી નાંખવામાં આવે છે એટલું જ નહિ પણ ચામડું સુંદર અને મુલાયમ થાય તે માટે તો પશુઓને બહુ જ નિર્દયતાપૂર્વક મારી