________________
૩૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મેરખી સમ્યકત્વ પરાક્રમ-બેલ ઓગણત્રીમો (ચાલુ)
સુખસાતાથી અર્થાત વિષયસુખની આસક્તિને ત્યાગ કરવાથી જીવાત્માને શે લાભ થાય છે એ વિષે વિચાર ચાલી રહ્યો છે. “સુખસાયા’ શબ્દના બે અર્થ થાય છે. વ્યાકર
ના નિયમાનુસાર ચકારને લેપ કરવામાં ન આવે તે “સુખશયા” શબ્દ બને છે. આ સુખશયા શબ્દની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે. હવે મૂળપાઠ વિષે વિચાર કરવામાં આવે છે. મૂળ પાઠમાં કહેવામાં આવ્યું છે કે –
(२९) सुहसाएणं भंते ! जीवे किं जणयइ ?
અર્થાત–હે ભગવાન! સુખસાતા (વિષયસુખને ત્યાગ) કરવાથી જીવને શે લાભ થાય છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે –
मुहसाएणं अणुस्सुयत्तं जणयइ, अणुस्सुएणं जीवे अणुकंपए अणुब्भडे विगयसोगे चरित्तमोहणिज्जं कम्मं खवेइ ॥ २९ ॥
અર્થાત–હે ગૌતમ! સુખસાતા (વિષયસુખને ત્યાગ) કરવાથી જીવને વિષયે પ્રત્યે અનુસુતા-અનિચ્છા પેદા થાય છે. વિષય પ્રત્યે અનિચ્છા પેદા થવાથી જીવ ઉપર અનુકંપ પેદા થાય છે. અનુકંપા પૈદા થવાથી નિરભિમાનતા પેદા થાય છે. નિરભિમાનતાથી જીવ શોકરહિત બને છે અને શંકરહિત બનવાથી જીવ ચારિત્ર–મેહનીય કર્મને ક્ષય કરી મોક્ષને પામે છે.
જે કાર્યનું ફળ જાણવામાં આવે છે તે કાર્યમાં પ્રવૃત્તિ જલ્દી થાય છે. જ્યાં સુધી કાર્યનું ફળ જાણવામાં આવતું નથી ત્યાંસુધી કોઈપણ કાર્યમાં પ્રવૃત્તિ થતી નથી. વ્યવહારમાં પણ ફળ જોઈને જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તમને જે એમ ખાત્રી હોય કે, અમે જે રૂપિયા આપીએ છીએ તે રૂપિયા વ્યાજસહિત પાછા આવશે, તે તે રૂપિયા આપવામાં તમે વિચાર કે ઢીલ કરતા નથી. પરંતુ જે તમને એવી ખબર હોય કે, જે રૂપિયા આપવામાં આવે છે તે રૂપિયા પાછા આવવાના નથી, તે એ દશામાં તમે રૂપિયા ન આપે એ સ્વાભાવિક છે. મોટા મોટા ચક્રવર્તીઓ પણ ફળની આશાએ જ પિતાની સંપદાને ત્યાગ કરે છે. આજ પ્રમાણે વિષયસુખની આસક્તિને ત્યાગ કરવાથી જીવને શું લાભ થાય છે એ વિષે ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, વિષયસુખને ત્યાગ કરવાથી વિષયભેગ પ્રત્યે અનુસુતા પેદા થાય છે અર્થાત વિષયસુખ ભોગવવાની ઉત્સુકતા કે ઈચ્છા રહેતી નથી. જે માણસે કેરી ખાવાને ત્યાગ કર્યો છે તે માણસને કેરી ખાવાની ઉત્સુકતા રહેતી નથી. આ જ પ્રમાણે વિષયસુખનો ત્યાગ કરવાથી ઉત્સુક્તા કે ચંચલતા રહેતી નથી. પરંતુ ત્યાગ ન કરવાથી ઉત્સુકતા કે ચંચલતા રહેજ છે.
રામાયણના કથનાનુસાર જ્યારે સૂર્પણખાએ રાવણની સામે રામ અને લક્ષ્મણનાં ગુણનું વર્ણન કર્યું ત્યારે તે રાવણના હૃદયમાં કોઈ પ્રકારની ચંચલતા પેદા ન થઈ, પરંતુ જ્યારે તેની સામે સીતાજીના રૂપનું વર્ણન કરવામાં આવ્યું ત્યારે તેના હૃદયમાં એવી