________________
ચાતુર્માસ ] પ્રાર્થના-વિચાર.
[ ૨૯ પેદા થાય તો વિશ્વપ્રેમ ફેલાઈ જાય. વિશ્વપ્રેમને પેદા કરનાર અનુકંપા છે. અનુકંપાને પેદા કરવા માટે વિષયસુખ પ્રત્યે નિસ્પૃહ બને. જ્યારે તમારા હૃદયમાંથી વિષયસુખની લાલસા દૂર થશે ત્યારે તમારા હૃદયમાં અનુકંપાનાં અંક ફૂટી નીકળશે અને ત્યારે તમે દયાપાત્ર બનવાને બદલે દયામય બની જશે. વિશ્વપ્રેમ પેદા કરવા માટે તમે બીજાના સુખમાં સુખ અને બીજાના દુઃખમાં દુઃખ માને તો તેમાં સ્વ–પરનું કલ્યાણ જ છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ અષાડ વદ ૧૦ શુક્રવાર
પ્રાર્થના ધન-ધન જનક “સિદ્ધારથ” રાજા, ધન ત્રિસલા માતરે પ્રાણી, જ્યાં સુત જા ને ગેદ ખિલાયે “બદ્ધમાન” વિખ્યાત રે પ્રાણી.
શ્રી મહાવીર નમે વરનાણુ. | ૧
-વિનયચંદ્રજી કુંભટ વીશી
મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, હે જગજજીવો ! તમે જે પ્રમાણે સાંસારિક વ્યવહારને મહત્વ આપો છો તે જ પ્રમાણે આધ્યાત્મિક અને તાત્ત્વિક વાતને પણ મહત્ત્વ આપે. તમે લોકો વ્યાવહારિક કામોમાં જેવી કુશળતા બતાવો છો તેવીજ કુશળતા આધ્યાત્મિક કામમાં પણ બતાવો. જે પ્રમાણે વ્યવહારમાં તમે વસ્તુના બાહ્ય ઘાટને મહત્ત્વ ન આપતાં મૂળ દ્રવ્યની જ કીંમત આંકે છો તે જ પ્રમાણે તમે જીવોની પર્યાય ન જોતાં તેમાં રહેલા છેવત્વને જુઓ. વ્યવહારમાં જેમ તમે સોનાનાં ઘરેણાંના ઘાટની કીંમત આંકતા નથી પણ સોનાની જ કીંમત આંકે છો તે જ પ્રમાણે તાત્ત્વિક દૃષ્ટિએ તમે એવો વિચાર કરે કે, સંસારમાં જે ચરાચર જીવો છે તેમની કીંમત તમારે પર્યાયથી આંકવી ન જોઈએ પરંતુ જીવોમાં રહેલા આત્મદ્રવ્યથી આંકવી જોઈએ. વીંટીની કીંમત જે પ્રમાણે ઘાટથી નહિ પણ સેનાની હોવાને કારણે જ અંકાય છે, તે જ પ્રમાણે જીવ ગમે તે યોનિમાં હોય પરંતુ તે બધા જીવોમાં એક જ પ્રકારને આત્મા છે-એમ સમજવું જોઈએ.
જ્ઞાનીજ તો કહે છે કે, હે જગજળવો! તમે વ્યાવહારિક કામોમાં તો આવી ભૂલ કરતા નથી પરંતુ આત્મિક કામ કરતી વખતે ભૂલ કરી રહ્યા છે. વ્યવહારકુશળ માણસ તે તે જ કહેવાય કે જે બહારના ઘાટને મહત્ત્વ ન આપતાં મૂળ દ્રવ્યને જ મહત્ત્વ આપે. તમે પણ જે બહારની પર્યાયને મહત્વ ન આપતાં મૂળ દ્રવ્યને મહત્વ આપે તે કુશળ વ્યાપારીની માફક તમે પણ આત્મ–લાભ મેળવી શકશે. મૂળ દ્રવ્યને મહત્ત્વ આપવાથી આત્માને શું લાભ થાય છે એ વાત હવે શાસ્ત્રદ્વારા સમજાવું છું –