________________
અમદાવાદ ચાતુર્માસની પૂર્ણાહુતિ અને ક્ષમાપ્રાર્થના
ઉપદેશનું કામ મુશ્કેલ હોય છે, એટલા માટે જે મારા કઈ કથનથી આ ચાતુર્માસ દરમ્યાન કોઈને કોઈ પ્રકારનું દુઃખ લાગ્યું હોય તે હું તેમને ખમાવું છું. હું તમને લેકેને જે કાંઈ કહું છું તે તમારા કલ્યાણને માટે જ કહું છું. તેમ છતાં મારી જે વાત શાસ્ત્ર સમ્મત અને તમારા આત્માને રૂચિકર લાગે તે જ વાતને માને અને શેષ વાતને છોડી દો. વિતરાગ પ્રવચન વિષે એવી શ્રદ્ધા રાખે છે –
तुमेव सच्चं निस्संकिय जं जिणेहिं पव्वेइयं । અર્થાત–વીતરાગ ભગવાને જે વચને કહ્યાં છે તે જ વચને પ્રમાણભૂત છે. જે રાગદ્વેષથી યુક્ત છે તેમનાં કહેલાં વચન પ્રમાણભૂત નથી. હું તમને અન્તમાં એટલું જ કહું છું કે, જે વાત સત્ય હેય તેનો સ્વીકાર કરે અને જે વાત અસત્ય હોય તેનો સ્વીકાર ન કરે.
ૐ
શાન્તિ !
શાન્તિ !
શાન્તિ !!
અમદાવાદ ચાતુર્માસ શાસ્ત્રીય વ્યાખ્યાને સંપૂર્ણ