SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર–૨૪ [૪ર૭ માતાની પાસે આવી મસ્તક નમાવી કહેવા લાગ્યા કે, માતાજી ! તમે મને બાળકને છોડી દઈ ક્યાં જઈ રહ્યા છે ? તમે ઘરમાં જ રહીને ધર્મધ્યાન કરી શકે છે ! તમને ધર્મધ્યાન કરવાની કાણુ ના પાડે છે ? હનુમાનના આ કથનના ઉત્તરમાં અંજનાએ કહ્યું કે, હે પુત્ર! તું વ્યર્થ મેહમાં પડી રહ્યો છે ! ક્ષત્રિય સંગ્રામથી ભય પામતા નથી. જે હું તેને સંગ્રામમાં જતાં રોકત તો શું હું વીરમાતા કહેવાત? જો નહિ, તે પછી તું મને શા માટે રેકે છે ? હું કર્મશત્રુઓને જીતવા માટે યુદ્ધમાં જાઉં છું. એ સમયે તું પિતાને નાની ઉંમરને બતાવી . મને સંયમ લેતાં અટકાવે છે એ ક્ષત્રિયપુત્ર તરીકે તને શોભતું નથી. કાળ નિર્દય છે અને શરીર અબળ છે, તથા કરાળ કાળ ક્યારે આવી ચડશે એ કઈ જાણતું નથી-એવી દશામાં કર્મશત્રુઓને જીતવા માટે યુદ્ધમાં જતાં તું. મને અટકાવે અને વીરપુત્ર થઈને કાયરતા બતાવે એ ઉચિત નથી. અંજના સતીએ આ પ્રમાણે હનુમાનને સમજાવ્યો. હનુમાન પણ ધીર-વીર હતા.. તેઓ સમજી ગયા કે, માતા તથા પિતાને હવે સંસારમાં રહેવાની રૂચિ નથી અને તેમને અનિચ્છાએ રેકી રાખવામાં લાભ નથી એમ સમજી તેમણે દીક્ષા–મહોત્સવની તૈયારીઓ કરી. પવનકુમાર તથા અંજના સતી બન્નેએ ભાવપૂર્વક દીક્ષાને અંગીકાર કરી. હનુમાને વિચાર્યું કે, હવે મને માતાનાં દર્શન ક્યારે થશે? આ પ્રમાણે વિચાર કરી તેઓ માતાનાં કેશ પિતાના ખોળામાં લઈ ઘેર આવ્યા. તેમની એવી ધારણું હતી કે, આ કેશને જયારે હું જઈશ ત્યારે માતાનું સ્મરણ થશે અને માતાના દેશનું દર્શન પણ થશે. દીક્ષા લીધા બાદ અંજના તથા પવનકુમાર સંયમનું બરાબર પાલન કરવા લાગ્યા. સંયમનું યથાવિધ પાલન કરતી અંજના સતી કાળધર્મ પામી સ્વર્ગમાં ગયા અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મેક્ષ જશે. અહીં અંજના સતીની કથા સમાપ્ત થાય છે. આ કથાનો સાર એ જ છે કે, જેઓ મેહ ઉપર વિજય પ્રાપ્ત કરી ધમ ઉપર દંઢ શ્રદ્ધા રાખશે અને ધર્મના માર્ગે ચાલવામાં પરાક્રમ કરશે તેઓ અવશ્ય આત્માનું કલ્યાણ સાધી શકશે. ૐ શાન્તિ: શાન્તિ! શાન્તિ !
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy