________________
૪૨૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
પરણું તે પ્રીતમ પ્યારે અખંડ અહાવાત મ્હારો રાંડવાને ભય ટાલ રે.
આ પ્રમાણે અંજના સતીએ પણ કહ્યું કે, હે પતિદેવ! કાળ આવીને જે આપને ઉપાડી જશે તો એ દશામાં મારે વિધવા બનવું પડશે, અને કોળ જે મને ઉપાડી જશે તે તમારે દુઃખ ભોગવવું પડશે. એટલા માટે કાળ નથી આવ્યા તે દરમ્યાન આત્મકલ્યાણ સાધી લેવું એ જ ઠીક છે. કાળનો વિશ્વાસ નથી કે તે ક્યારે આવે અને ક્યારે ઉપાડી જાય!
અંજનાનું ન્યાયયુક્ત કથન પવનકુમારને ઠીક લાગ્યું. તેમણે અંજનાને કહ્યું કે, થોડા દિવસ રાહ જુઓ. પછી આપણે બન્ને સાથે સંયમને સ્વીકાર કરશું. અંજનાએ જવાબમાં કહ્યું કે, તમારું કહેવું બરાબર છે, પરંતુ જેમણે મૃત્યુને જીતી લીધું હોય, જે મૃત્યુ આવે ત્યારે ભાગી જઈ તેથી બચી શક્તા હોય, જેને મૃત્યુ સાથે મૈત્રી હોય, અથવા જેમને મૃત્યુને ભય નથી તેઓ થોડા દિવસ રાહ જુએ તો ઠીક પણ કહી શકાય. પરંતુ મારું મૃત્યુ ક્યારે આવશે એ હું જાણતી નથી એવી દશામાં હું સમયનો દુરુપયોગ કેવી રીતે કરી શકું? અંજનાનું આ કથન પણ પવનકુમારને ઉચિત લાગ્યું. તેમણે મનમાં વિચાર કર્યો કે, જ્યારે અંજના સંયમને સ્વીકાર કરી રહી છે તો પછી હું સંસારમાં કેવી રીતે રહી શકું?
અહીં પતિપત્નીધર્મ કેવો હોય છે તેનો આછો ખ્યાલ આવે છે. અંજના સતીએ જેમ પતિધર્મને આદર્શ ઉપસિથત કર્યો છે તેવી રીતે પવનકુમારે પત્ની ધર્મને આદર્શ ઉપસ્થિત કર્યો છે.
આજે તે લેકે પતિ-પત્ની ધર્મને ભૂલી રહ્યા છે. અને તે કારણે જ સંસારમાં દામ્પત્યજીવન દુઃખપૂર્ણ જોવામાં આવે છે. આજે તો એ સામાન્ય રીવાજ પ્રચલિત થયેલ જોવામાં આવે છે કે, પુરુષો એક પત્ની મર્યા બાદ બીજી અને બીજી પત્ની મર્યા બાદ ત્રીજી પત્ની પરણી લાવે છે. આ એક અન્યાય છે. પુરુષો પત્ની દ્વારા તો પતિવ્રતનું પાલન કરાવવા ચાહે છે, પરંતુ પિતે તે ઈચ્છાનુસાર એક પત્ની મર્યા બાદ બીજી અને બીજી પત્ની મર્યા બાદ ત્રીજી પત્ની કરે છે. આ પ્રમાણે પુરુષોએ પિતાની સુખસગવડતાનો કાયદો બનાવી લીધો છે; પરંતુ શાસ્ત્રકારે સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદભાવ ન રાખતાં બન્નેને માટે સમાનરૂપે પતિવ્રત તથા પત્નીવ્રતનું પાલન કરવા માટે ભારપૂર્વક કહે છે. શાસ્ત્રકારે ઉત્સર્ગમાર્ગ તરીકે બ્રહ્મચર્ય પાળવાને જ ઉપદેશ આપે છે, પરંતુ જો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી ન શકાય તો પતિવ્રત તથા પત્નીવ્રતનું પાલન કરે એમ કહે છે. પરંતુ પુરુષ પિતાને સ્વદારસંતોષવ્રતથી મુક્ત સમજી પત્ની દ્વારા સ્વપતિસંતોષવ્રતનું પાલન કરાવવા ચાહે છે. પુરુષો એટલું પણ વિચારતા નથી કે જ્યારે અમે પોતે અમારા વ્રતનું પાલન કરતા નથી તો પછી પત્ની પિતાના વ્રતનું પાલન કરે જ એવી આશા કેવી રીતે રાખી શકાય! એટલા માટે સ્ત્રી-પુરૂષોને માટે એ જ ઉચિત છે કે, તેઓ પોતપોતાના વ્રતનું બરાબર પાલન કરે. કારણ કે જે કોઈ વ્રતનું પાલન બરાબર કરે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે.
અંજના સતીની સાથે પવનકુમાર પણ સંયમનો સ્વીકાર કરવા તૈયાર થઈ ગયા. હનુમાનને ખબર પડી કે, માતા-પિતા સંયમ લેવા તૈયાર થઈ રહ્યા છે. એટલે હનુમાન