SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ વાનું અને મારું તે સાચું નહિ પણ સાચું તે મારું એમ માનવાનું કર્યું છે. એટલા માટે સમ્યક્ત્વને પ્રાપ્ત કરી મેક્ષની સિદ્ધિ થાય એવા પુષાર્થ કરે. સમ્યક્ત્વમાં પરાક્રમ કરવા એ જ મેાક્ષપ્રાપ્તિને રાજમાર્ગ છે. વીતરાગ ભગવાનને કાઈના પ્રત્યે રાગદ્વેષ હેાતા નથી એટલા માટે વીતરાગવાણી હમેશાં સત્ય, શિવ અને સુંદર હોય છે. સરાગ તથા સદોષ વ્યકિતનાં વચનેમાં તે અપૂર્ણતા હાઈ શકે પરંતુ વીતરાગ દેવની વાણીમાં અપૂર્ણતા હાઈ શકે નહિ. જો વીતરાગવાણીને બરાબર સમજવા જેટલી તમારામાં બુદ્ધિ ન હોય, તેા તમે એમ જ કહે કે વીતરાગ ભગવાને જે કાંઇ કહ્યું છે તે સત્ય છે. જો તમે વીતરાગવાણીને હૃદયપૂર્વક સત્ય, શીવ અને સુંદર માનશે। તે નિશ્ચિત્તરૂપે આરાધક બની શક્શે અને આત્માનું કલ્યાણ સાધી શકશે. પ્રસ્તુત અધ્યયનમાં મહાવીર ભગવાને જે કાંઈ કહ્યું છે તે કાઈ વિવાદને વિષય નથી પરંતુ આચરણમાં ઉતારવાને વિષય છે, જે કાઈ વ્યક્તિ ભગવાણીને સાચા હૃદયથી આચરણમાં ઉતારશે તે સ્વ-પરનું કલ્યાણ સાધી શકશે. એટલા માટે તમે લેાકા પણ કાઈ પ્રકારના વાદવિવાદમાં ન પડી ભગવાનના કથનને આચરણમાં ઉતારા તે તેમાં તમારું કલ્યાણુ જ રહેલું છે. વાદવિવાદ કરવાથી વસ્તુના નિર્ણય થઈ શકતા નથી અને વાદવિવાદના અન્ત પણ આવી શકતા નથી. જેનામાં જેટલી વધારે બુદ્ધિ હશે તે તેટલેાજ વધારે વાદવિવાદ કરી શકે છે અને વાદિવવાદ કરતાં કરતાં આખું આયુષ્ય જ સમાપ્ત થઈ જાય. એટલા માટે વાદવિવાદમાં ન પડતાં ભગવાન ્ારા બતાવવામાં આવેલ માર્ગ ઉપર ચાલવામાં સમક્તિપૂર્વક પરાક્રમ કરવા જોઇ એ. વીતરાગ ભગવાનના વચનને જો તમે નિસ્પૃહ થઈ તમારા આત્માના ત્રાજવે તેાલે તે। ભગવાનના વચનની સત્યતા જણાયા વગર રહેશે નહિ. આત્મા પોતે જ સત્ય-અસત્યને તાલવાનું ત્રાજવું છે. જો આત્મા કુટીલતાને પરિત્યાગ કરી સરળતાને ધારણ કરે તેા સત્ય શું છે? અને અસત્ય શું છે? એ વાતને બરાબર નિર્ણય કરી શકે છે. આત્મા વાસ્તવમાં સિદ્ધ સમાન છે પરંતુ અત્યારે તે મેાડુમાં પડેલ છે. આ મેહને દૂર કરવા એજ સિદ્ધ સમાન બનવાના ઉપાય છે. આત્માનું કલ્યાણુ આત્માની પાસે જ છે એ વાતને દૃષ્ટિ સમક્ષ રાખી સમ્યક્ત્વ વિષે પરાક્રમ કરે તે સ્વપરનું કલ્યાણ અવશ્ય સાધી શકશેા. મહાવીર ભગવાને કૈવલજ્ઞાન પ્રાપ્ત કરી જે ધર્મ પ્રરૂપ્યા છે અને જેનું વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે તેનું વિસ્તૃત વિવરણુ તે કાઇ પૂર્ણ પુરુષ જ કરી શકે. સાધારણ વ્યક્તિમાં એવી શક્તિ હાઇ શકે નહિ. છતાં આકાશને પાર ન પામવા છતાં પક્ષીએ પાતાની શક્તિ અનુસાર આકાશમાં ઉડ્ડયન કરે જ છે. ‘હું આકાશને પાર પામી નહિ શકુ...' એ વિચારથી પક્ષી ઉડવાનું છેડી દેતું નથી. બરાબર તે જ પ્રમાણે યથાશક્તિમતિ અત્રે સમ્યક્ત્વ-પરાક્રમ નામના અધ્યયનનું વિવેચન કરવામાં આવેલ છે. જો તમારી સમજમાં સૂત્રનું વિવેચન બરાબર આવ્યું ન હોય તે જેટલું સમજમાં આવ્યું હોય તેટલું જીવનમાં ઉતારશેા તે તમારું આત્મકલ્યાણ અવશ્ય થશે. સર્વ પ્રથમ વીતરાગ દેવ, નિગ્રન્થ ગુરુ તથા કેલિપ્રરૂપિત ધર્મ ઉપર શ્રદ્ધા ફરો. આ જ કલ્યાણના ભાગ છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy