________________
ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–અધ્યયન સમાપ્ત [ કર૩ નથી. જૈન દર્શન તો બધાંયની દૃષ્ટિને લઈને પદાર્થનું નિરૂપણ કરે છે. અન્ય દર્શને અથવા મત કઈ એક દૃષ્ટિને જ પકડી રાખી પદાર્થનું નિરૂપણ કરે છે પરંતુ જેનદર્શન બધી દૃષ્ટિઓને માન્ય રાખે છે. આ વાત એક ઉદાહરણ આપી સમજાવું છું, કે જેથી જેનદર્શનની વિશાલતા તથા મૌલિકતા સમજવામાં આવી શકશે -
કેઈએક ગામમાં એક હાથી આવ્યો. હાથીને જોવા માટે ગામના લેકે એકઠા થયા. તે ગામમાં કેટલાક આંધળા લેકે પણ રહેતા હતા. તેઓ પણ હાથી જેવા માટે ચાલ્યા. રસ્તામાં કોઈએ તેમને કહ્યું કે, તમને આંખો નથી તે કેવી રીતે હાથીને જોઈ શકશે? આંધળા લેકેએ કહ્યું કે, અમે હાથીને હાથ ફેરવીને જોઈ લઈશું.
આંધળા લેકે હાથીની પાસે ગયા અને હાથ ફેરવીને જોવા લાગ્યા. એક આંધળાના હાથમાં હાથી દાંત આવ્યો એટલે તે કહેવા લાગે કે હાથી કેવો હોય છે તે હું સમજી ગયે. હાથી તે મૂસલ–સાંબેલા જેવો હોય છે.
બીજા અંધ માણસના હાથમાં હાથીની સુંડ આવી એટલે તે પહેલા અંધ માણસને કહેવા લાગ્યો કે, તું હાથીને સાંબેલા જે કહે છે તે ખોટું છે, હાથી તે ડગલાની બાંય જે હોય છે.
ત્રીજા અંધ માણસના હાથમાં હાથીને પગ આવ્યો એટલે તે કહેવા લાગ્યો કે, તમે બન્ને ખોટી છે, હાથી તો થાંભલા જેવો હોય છે.
ચોથા અંધ માણસના હાથમાં હાથીનું પેટ આવ્યું એટલે તે કહેવા લાગ્યું કે, તમે ત્રણેય જણા ખોટું કહે છે. હાથી તો કોડી જેવો હોય છે.
પાંચમાં અંધ માણસના હાથમાં હાથીનાં કાન આવ્યાં. એટલે તે કહેવા લાગ્યો કે તમે બધાં ખોટું કહે છે. હાથી તો સૂપડા જેવું હોય છે.
આ પ્રમાણે બધા આંધળા લેકે એકબીજાને ખોટા કહેવા લાગ્યા અને પરસ્પર લડવાઝઘડવા લાગ્યા. એટલામાં ત્યાં એક સત્ર–આંખવાળો મનુષ્ય આવી ચડ્યો. તે ચક્ષુષ્માન મનુષ્ય તે અંધ મનુષ્યોને કહેવા લાગ્યો કે, તમે બધા લકે શામાટે લડો છો? તમે બધા લેકે કઈ એક અંશમાં ઠીક કહે છે, પરંતુ જ્યારેં તમારા બધાની માન્યતાને એક કરવામાં આવશે ત્યારે હાથીનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવશે.
આખરે આંખવાળા મનુષ્ય તે અંધ મનુષ્યોને હાથીના કોઈ એક અંગને જ હાથી માની લેવાથી કેવી ભ્રમણ પેદા થાય છે એ સમજાવ્યું અને બધાં અંગેનો સમન્વય કરવામાં આવે તે જ હાથીનું સ્વરૂપ સમજવામાં આવે એ વાત પણ સમજાવી.
આ દષ્ટાન ઉપરથી સાર એ નીકળે છે કે, જે કોઈ વ્યક્તિ તે અંધ મનુષ્યોની માફક પદાર્થના એક જ અંશને સ્વીકાર કરી બીજા અંશેનું સર્વથા ખંડન કરે છે અને એક જ અંશને પકડી રાખવાને આગ્રહ કરે છે તે મિથ્યાત્વમાં પડી જાય છે. જે કઈ પણ નયનું ખંડન કરે છે તે ખંડન કરનાર જે નયનો આશ્રય લે છે તે નય પણ નય બની જાય છે. એટલા માટે પોતાની જ વાતને હઠ કરી પકડી ન બેસી, અન્યમતાવલંબીઓ પણ જે કાંઈ કહે છે તે ઉપર સમ્યરીતિએ વિચાર કરવો અને વિવેકબુદ્ધિપૂર્વક પૂર્વાપર વિચાર કરી સત્ય વસ્તુ ઉપર શ્રદ્ધા કરવી એનું નામ જ સમ્યક્ત્વ છે. જ્યારે પુણ્યોદય થાય છે ત્યારે જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. સ્યાદ્વાદને સિદ્ધાન્ત કોઈ પ્રકારનો દુરાગ્રહ ન કર