SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ • [ અમદાવાદ હોતી નથી તે કાર્ય સરળ હોવા છતાં મુશ્કેલ જણાય છે. જે કાર્ય ઉપર શ્રદ્ધા હોય છે તે કાર્યને સંપન્ન કરવા માટે બીજા કેઈની પ્રેરણાની પણ આવશ્યકતા રહેતી નથી. ઉદાહરણ તરીકે પુત્રના વિવાહમાં કામ કરવા માટે કણ પ્રેરણું કરે છે? પુત્રના વિવાહના કામોમાં મુશ્કેલી પણ ભોગવવી પડે છે પરંતુ તે કાર્ય પ્રત્યે શ્રદ્ધા હોવાથી બીજા કોઈની પ્રેરણું ન હોવા છતાં તે મુશ્કેલ કામ પણ સરળતાપૂર્વક કરવામાં આવે છે. આ જ પ્રમાણે જ્યારે વ્યવહારમાં પણ શ્રદ્ધાની આવશ્યક્તા જણાય છે તો પછી ધર્મમાં શ્રદ્ધાની આવશ્યકતા કેમ ન હોય ? વ્યવહારનાં કાર્યો પણ શ્રદ્ધા વિના સંપન્ન થતાં નથી, તે પછી મોક્ષનાં કાર્યો શ્રદ્ધા વિના કેવી રીતે સંપન્ન થઈ શકે? એટલા માટે ભગવાને જે કાંઈ કહ્યું છે તે વાતને ધ્યાનમાં રાખી મેક્ષ-પ્રાપ્તિ માટે સમકિતપૂર્વક પરાક્રમ કરવો જોઈએ. જો આપણે ભગવાનની વાણીને સંપૂર્ણ રીતે આચરણમાં ઉતારી ન શકીએ તે આપણી શક્તિ અનુસાર ભગવાનની વાણીને સ્વીકાર કરવો જ જોઈએ. ભગવાનની સંપૂર્ણ વાણીને તે ગણધરે. પણ ધારણ કરી શકતા નથી. તેઓ પણ થોડા અંશમાં જ ભગવદ્વાણુને ધારણ કરી શકે છે. આવી દશામાં આપણે ભગવદ્વાણુને સંપૂર્ણ રીતે ધારણ કરી શકીએ એ કેવી રીતે બની શકે? એટલા માટે આપણે શક્તિ અનુસાર ભગવદ્દવાણીને આચરણમાં ઉતારવાને પ્રયત્ન કરવો જોઈએ. આપણે વધારે કાંઈ કરી ન શકીએ તો શ્રદ્ધાને તે ધારણ કરી શકીએ છીએ. કાર્યની તે ભલે સરખામણી ન થઈ શકે પરંતુ શ્રદ્ધા તો તેરમા ગુણસ્થાનવાળાની અને ચેથા ગુણસ્થાનવાળાની સમાન જ હોઈ શકે છે. પક્ષીઓ પિતાની ચાંચમાં સમુદ્રને ભરી ન શકે પરંતુ સમુદ્ર ઉપર શ્રદ્ધા તો બધાં પક્ષીઓ રાખી શકે છે. આ જ પ્રમાણે તમે પણ ભગવદ્વાણીનું વિધિવત પાલન ન કરી શકે તે પણ તે ઉપર શ્રદ્ધા રાખે અને યથાશક્તિમતિ તેનું શ્રદ્ધાપૂર્વક પાલન પણ કરો. અત્રે કોઈ એવો પ્રશ્ન કરે કે, અમે કયા ધર્મ ઉપર શ્રદ્ધા રાખીએ? તમે જે કાંઈ કહી છે તે જ વાત બીજા લેકે પણ કહે છે. આવી દશામાં અમારે કયા ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, પાઠશાળાઓ જુદી જુદી હોવા છતાં કેટલીક વાત એવી હેય છે કે જે પ્રત્યેક પાઠશાળામાં એક સરખી રીતે માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે પાંચ અને પાંચ દશ થાય છે એ વાત તે પ્રત્યેક પાઠશાળામાં એક સરખી રીતે શીખડાવવામાં આવે છે. બીજી વાતોમાં તે કદાચ મતભિન્નતા હોઈ શકે પરંતુ આ વાતમાં કોઈ પ્રકારની ભિન્નતા હોઈ શકે નહિ આ જ પ્રમાણે વીતરાગ ભગવાન દ્વારા કહેવામાં આવેલ કેટલાંક તો એવાં છે કે જે બધાને માન્ય છે. એ વિષે કેઈનો મતભેદ નથી. બીજાં જે સિદ્ધાન્તો છે તે અને જેન સિદ્ધાન્તોને બીજા મતનાં સિદ્ધાન્તની સાથે સરખામણી કરી જુઓ અને તે વિષે વિવેકબુદ્ધિપૂર્વક વિચાર કરે તે તમને જણાશે કે, વીતરાગ ભગવાનનું કથન જ યથાર્થ છે. વીતરાગ ભગવાનદ્વારા પ્રરૂપિત યથાર્થ કથન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. આ સિવાય અન્ય મતની કઈ વાત સારી હોય તે તે પણ આપણું માટે ગ્રાહ્ય છે. બીજાના નયની ઉત્થાપના ન કરી પિતાના નયની સ્થાપના કરવી એનું જ નામ સ્વાદ્દવાદ છે. સ્યાદ્દવાદ સાતેય નયને માને છે. સ્યાદવાદ કાઈપણ નયનું ખંડન કરતો નથી પરંતુ સાતે નયોનો સંગ્રહ કરી પદાર્થને માને છે. આથી વિપરીત બીજા લોકે તે કોઈ એક વાતને પકડી રાખી દુરાગ્રહ કરે છે. પરંતુ જેનદર્શન કોઈપણ વાતને દુરાગ્રહ રાખતું
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy