SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] : સમ્યફત્વ પરાક્રમ-અધ્યયન સમાપ્ત [ ૪૨૧ છે. આ જ પ્રમાણે મોક્ષ-પ્રાપ્તિ માટે કરવામાં આવેલાં બધાં પરાક્રમોનું મહત્ત્વ પણ ત્યારે જ છે કે જ્યારે સમતિપૂર્વક પરાક્રમો કરવામાં આવેલાં હેય. સમકિતને પામ્યા વિના કરવામાં આવેલાં બધાં પરાક્રમો વ્યર્થ છે. એકનો અંક તે હોય, પરંતુ શુન્યને તે અંકની આગળ મૂકવું કે પાછળ મૂકવું એ વિષે ધ્યાન રાખવાની ખાસ આવશ્યકતા રહે છે. આ જ પ્રમાણે સમ્યક્ત્વ પણ હોય અને પરાક્રમ પણ કરવો હોય, તે પરાક્રમ કેવી રીતે કરવો એ વિષે વિચાર કરવાની આવશ્યકતા છે. આ અધ્યયનમાં સમ્યકૃત્વમાં કેવી રીતે પરાક્રમ કરવો એ જ વિષે વિચાર કરવામાં આવેલ છે. શ્રમણ ભગવાન મહાવીરે આ સમ્યત્વ-પરાક્રમ નામના અધ્યયનને અર્થરૂપે ફરમાવેલ છે અને ગણધરેએ તેને સૂત્રરૂપે ગૂંથેલ છે. આ અધ્યયનમાં જે કાંઈ કહેવામાં આવેલ છે તે સમ્યકત્વમાં પરાક્રમ કરવા માટે જ કહેવામાં આવેલ છે. સમકિત પ્રાપ્ત કર્યા બાદ કેવી રીતે પરાક્રમ કરવો કે જેથી સરળતાપૂર્વક મેક્ષની પ્રાપ્તિ થાય એ વિષે પ્રસ્તુત અધ્યય, નમાં વર્ણન કરવામાં આવેલ છે. પ્રત્યેક ધર્મકરણીનું મૂળ સમકિત અથવા સમ્યકત્વ છે અને બીજાં કાર્યો તે તેની શાખાઓ છે. મૂળ વિના શાખા પેદા થઈ શકતી નથી. જે મૂળ સુકાઈ જાય તો શાખા ૫. સુકાઈ જાય. એટલા માટે મૂળ હેવું અત્યાવશ્યક છે. સમકિત અથવા સમ્યક્ત્વને સામાન્ય અર્થ શ્રદ્ધા થાય છે. ધર્મકરણી કરવા માટે સર્વપ્રથમ શ્રદ્ધા હોવી આવશ્યક છે. શ્રદ્ધા હોય તે જ ધર્મકરણી સફળ કહેવાય. અને એટલા જ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે – सद्धा परम दुल्लहा અર્થાત-શ્રદ્ધા બહુ જ દુર્લભ છે. સંસારમાં અનેક વસ્તુઓને દુર્લભ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રકારોએ મુખ્યત્વે ચાર વસ્તુઓને દુર્લભ બતાવતાં કહ્યું છે કે चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । माणुसत्तं सुई सद्धा, संजमम्मि य वीरियं ॥ અર્થાત-સંસારમાં પ્રાણીઓને નીચેની ચાર વસ્તુઓ પ્રાપ્ત થવી પરમ દુર્લભ છે(1) મનુષ્યત્વ, (૨) ધર્મશ્રવણ, (૩) ધર્મશ્રદ્ધા અને (૪) સંયમમાં પરાક્રમ. સંસારમાં સંપત્તિ પ્રાપ્ત થવી, સત્તા પ્રાપ્ત થવી, આદિને દુર્લભ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રકારે ફરમાવે છે કે, આ દુર્લભ મનાતી વસ્તુઓ તે સુલભ થઈ શકે છે પરંતુ મનુષ્યદેહ મળવા છતાં મનુષ્યત્વ પ્રગટ થવું, સદ્ધર્મનું શ્રવણ, સદ્ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને સંયમમાં પરાક્રમ કર-એ ચાર વસ્તુઓ તો પરમ-બહુ જ દુર્લભ છે. જ્યારે સદ્ધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા પેદા થાય છે ત્યારે ધર્મને માટે આત્મ-સમર્પણ કરવાની ભાવના ઉદ્દભવે છે. જે કોઈ કાર્ય પ્રત્યે શ્રદ્ધા જન્મે છે તે કાર્ય મુશ્કેલ હોય તે પણ તે કાર્યને સંપન્ન કરવામાં આવે છે. પરંતુ જે કાર્ય શ્રદ્ધા વિના કરવામાં આવે છે તે કાર્ય સરળ હોય તે પણ ભારભૂત જણાય છે. એટલા માટે જે કઈ કાર્ય કરવું હોય તે કાર્ય પ્રત્યે દઢ શ્રદ્ધા હોવી અયાવશ્યક છે. વ્યવહારમાં પણ જે કામ ઉપર શ્રદ્ધા હોય છે તે કાર્ય ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ તે કાર્ય સરળ જણાય છે અને જે કાર્ય ઉપર શ્રદ્ધા
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy