SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ ચાલવાનું પરાક્રમ કરવાની જ આવશ્યકતા છે. સન્માગે ચાલવાનું પરાક્રમ કરવામાં આવે તે। સાચી શાન્તિ અવશ્ય પ્રાપ્ત થાય. ભગવાન કાઇને એમ કહેતા નથી કે તમે મારા શરણે આવે. તે તેા વીતરાગ છે એટલા માટે બધાં પ્રત્યે સમભાવ રાખે છે. આમ છતાં તેમણે એવા માર્ગે બધાયને બતાવ્યે છે કે જે માગે ચાલવાથી શાન્તિ પ્રાપ્ત કરી શકાય છે. ભગવાનના શરણે જવું એ જ શાન્તિ છે અને શાન્તિને પ્રાપ્ત કરવી એ જ ભગવાનનું શરણ છે. સાચી શાન્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાને જે શાન્તિમાર્ગ બતાવ્યેા છે તે માર્ગ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનદ્વારા તમને બતાવવામાં આવે છે. ભગવાન મહાવીરે ધાર પરાક્રમ કરી કૈવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ કેવલજ્ઞાનદ્વારા ભગવાને જે કાંઈ જોયુંજાણ્યું તેને લાભ તેમણે ઉદારતાપૂર્વક સકલ સંસારને આપ્યા છે. હવે તેના લાભ લેવા અને આત્મિક કલ્યાણુ કરવું એ આપણું કામ છે. એટલા માટે ભગવાને જે મેક્ષમાર્ગ બતાવેલ છે તે માર્ગે ચાલવા માટે સમ્યક્ પરાક્રમ કરવું જોઇએ. હવે સમ્યક્ત્વ વિષે પરાક્રમ કેવી રીતે કરવું જોઈએ તે વાત શાસ્ત્રદ્રારા સમજાવું છુંઃ— સમ્યક્ત્વ પરાક્રમ-અધ્યયન સમાસ, આજે સમ્યક્ત્વ-પરાક્રમ નામનું એગણત્રીશમું અધ્યયન સમાપ્ત થઈ રહ્યું છે. આ અધ્યયનની સમાપ્તિ કરતાં કહેવામાં આવ્યું છે કેઃ— .(७४) एस खलु सम्मत्तपरकमस्स अज्झयणस्स अड्डे समणेगं भंगवया महावीरेणं आघविए पन्नविए परूविए दंसिए उवदंसिए || ७४ ॥ त्ति बेमि ॥ इअ सम्मत्तपरક્રમે સમત્તે ।। ૨૧।। અર્થાત્ આ સમ્યક્ત્વ-પરાક્રમ નામના અધ્યયનને અશ્રમણ ભગવાન મહાવીરે સામાન્યમાં વિશેષ અને વિશેષમાં સામાન્ય કરી હેતુફલાદિદ્વારા પ્રકાશિત કરેલ છે, તેનું સ્વરૂપ બતાવેલ છે, તેના ઉપદેશ આપેલ છે, તેને દૃષ્ટાન્તાદિદ્વારા સમજાવેલ છે તથા તેને ઉપસંહાર કરેલ છે. આ સૂત્રપાર્ડદ્વારા આ અધ્યયન સમાપ્ત થાય છે. આ અધ્યયનમાં સમ્યક્ત્વમાં પરાક્રમ કરવા વિષે કહેવામાં આવેલ છે અર્થાત્ સમકિતપૂર્વક કરવામાં આવેલ પરાક્રમનું શું ફળ મળે છે એ બતાવવામાં આવેલ છે. સમકિત અર્થાત્ સાચી શ્રદ્ધા હોય તે જ બધાં પરાક્રમેા સાક થાય છે. જેવી રીતે એક (૧) અંક હેાય તેા જ શૂન્યનું (॰ ) મહત્ત્વ માનવામાં આવે છે. તેવી જ રીતે સમકિતપૂર્વક કરવામાં આવેલ પરાક્રમ જ મેક્ષને માટે સાક નીવડે છે. કહ્યું પણ છે કેઃ એકા સે શૂન્ય દસગુની, એકા મિન સખ શૂન્ય; જો ઘર એકા પાસે, વાંકા ભારી પુણ્ય. અર્થાત્-જ્યારે એક (૧) અંક ઉપર શૂન્ય ( ॰ ) દશ બનાવી દે છે પરંતુ એકને અંક ન હોય તેા એકડા હોય ત્યારે જ તે શૂન્ય એક તે વિનાનાં શૂન્ય બધાં મીંડાં જ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy