________________
ચાતુર્માસ ]
પ્રાર્થના–વિચાર.
[ ૪૧૯
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૬ આસા શુદ ૧૦ રિવવાર.
૩.
પ્રાર્થના
શ્રી ‘હૃઢરથ ’ નૃપતિ પિતા, ‘નન્દા’ થારી માય; રામ રામ પ્રભુ મા ભણી, ‘શીતલ’ નામ સુહાય. જય જય જિત ત્રિભુવન ધણી.
—વિનયચંદ્રજી કુંભટ ચાવીશી,
શ્રી શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
શીતલતા એટલે શાન્તિ, સંસારમાં શાન્તિ કાણુ ચાહતું નથી ? સંસારમાં બધા લેાકા શાન્તિને પ્રાપ્ત કરવા માટે જ પ્રચ કરે છે પરંતુ તેમને સાચી શાન્તિ પ્રાપ્ત થતી નથી. વાસ્તવિક શાન્તિ તે શીતલનાથ ભગવાનના શરણે જવાથી જ મળે છે. સાંસારિક પ્રપંચે દ્વારા સાચી શાન્તિ પ્રાપ્ત થવાને બદલે અશાન્તિ જ વધવા પામે છે. જે પ્રમાણે અગ્નિમાં ઘી નાંખવાથી અગ્નિ સતેજ બને છે. કદાચ અગ્નિમાં ઘણું ઘી નાંખવાથી થોડા સમયને માટે ભલે અગ્નિશાન્ત જણાય, પરંતુ થોડા સમય બાદ તે જ શાન્ત જણાતા અગ્નિ ખૂબ જ પ્રજ્વલિત બની જાય છે, કારણ કે ઘી એ એવા પદાર્થ છે કે તેના સંયાગથી અગ્નિ પ્રજ્વલિત થાય છે. આ જ પ્રમાણે લેાકેા સંસારમાં શાન્તિ પ્રાપ્ત કરવા વિષયવાસનાના પ્રયાગ કરે છે અને વિષયાનું સેવન કરે છે, પરંતુ વિષયસેવનથી અશાન્તિ ઘટવાને બદલે વધે છે અને પરિણામે સાચી શાન્તિ પ્રાપ્ત થતી નથી. એટલા માટે જો સાચી શાન્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે। શીતલનાથ ભગવાનના શરણે જવું જોઇએ. શીતલનાથ ભગવાનના શરણે જવાથી નિશ્ચિત્તરૂપે શાન્તિ પ્રાપ્ત થશે.
ભગવાન શીતલનાથના શરણે કેવી રીતે જવું જોઇએ એ વિષે અત્રે વિચાર કરવા આવશ્યક છે. કારણ કે સાધ્યને અનુકૂલ સાધન પ્રાપ્ત થયા વિના સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. જેવું સાધ્ય હોય તેવું જ સાધન હેાવું જોઇએ અને જેવું સાધન હશે તેવું જ સાધ્ય સિદ્ધ થશે. એટલા માટે સાધ્યને સિદ્ધ કરવા માટે ઉપયુક્ત. સાધનની સાવધાની રાખવી જોઇએ. સાચી શાન્તિ પ્રાપ્ત કરવાનું સાધન તે। ભગવાન શીતલનાથનું શરણુ જ છે. આ સાધનદ્રારા અનેક લેાકેાએ શાન્તિ પ્રાપ્ત કરી છે, કરે છે અને કરશે. આ પ્રમાણે સાચી શાન્તિ પ્રાપ્ત કરવાનું સાધન શીતલનાથ ભગવાનનું શરણુ છે અને ભગવાનનું શરણુ પ્રાપ્ત કરવાનું સાધન સાંસારિક પદાર્થોના મમત્વનેા ત્યાગ કરવા એ છે, મમત્વના ત્યાગદ્વારા પરમાત્માના શરણે જવાશે અને પરમાત્માના શરણે જવાથી સાચી શાન્તિ અવશ્ય પ્રાપ્ત થશે.
અત્રે કાઈ એવા પ્રશ્ન કરે કે, ભગવાન શીતલનાથ તે મેક્ષમાં ખીરાજે છે તે તેમના શરણે જવાથી અમને શાન્તિની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, સાચી શાન્તિ તે મેક્ષ પ્રાપ્ત કરવામાં જ રહેલી છે. ભગવાન શીતલનાથે મેાક્ષરૂપી શાન્તિ જે માર્ગદ્વારા પ્રાપ્ત કરેલ છે તે માર્ગ ભગવાન બધાને બતાવી ગયા છે. હવે તે તે માગે