SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ વરુણ મુનિના વિહાર થયા બાદ રાવણે વરુણના નગરમાં જઈ તેમના પુત્રને રાજ્યાસન ઉપર સ્થાપિત કર્યા અને પોતાની આધીનતાનો સ્વીકાર કરાવ્યો. વરુણપુએ વિચાર્યું કે, હનુમાન બાળક હોવા છતાં બહુ જ પરાક્રમી છે, એટલા માટે આપણે આપણું બહેનનો લગ્ન સંબંધ તેની સાથે કરીએ તો બહુ સારું કહેવાય. આ પ્રમાણે વિચાર કરી વરુણપુત્રએ પિતાની બહેનને લગ્નસંબંધ હનુમાનની સાથે કરી દીધું અને રાવણ મહારાજને કહ્યું કે, હવે અમારે આપની સાથે એવો સંબંધ સ્થાપિત થઈ ગયો છે કે જેથી હવે વિગ્રહ થવાનું કોઈ કારણ પણ ઉપસ્થિત નહિ થાય. આ વૈવાહિક સંબંધથી રાવણને પણું ઘણું જ પ્રસન્નતા થઈ. રાવણ હનુમાનને સાથે લઈ પાછો લંકામાં આવ્યો અને હનુમાનને આદરસત્કાર કરી કહેવા લાગ્યું કે, વરુણને તમે જીત્યા છે એટલે તમને ધન્યવાદ ઘટે છે. હનુમાને જવાબમાં કહ્યું કે, વરુણને મેં છત્યા નથી પરંતુ તમે જીત્યા છે. આ પ્રમાણે પરસ્પર યશ આપવા લાગ્યા. આજે તો બીજા દ્વારા કરવામાં આવેલ કામને પિતાનું ગણું લેકે અહંકાર કરવા લાગે છે પરંતુ વાસ્તવમાં મહાન તો તે જ છે કે જે આ પ્રકારના અહંકારને જીતી લે છે. રાવણે હનુમાનની રીતભાતથી પ્રસન્ન થઈ હનુમાનને કાનનાં કુંડલ અને ઘણું જાગીર પુરસ્કારમાં આપી. એટલું જ નહિ પણ પિતાની ભાણેજ-કે જે ખરદૂષણની પુત્રી હતી તેને વિવાહ પણ હનુમાનની સાથે કરી દીધો. ખરદૂષણે વિચાર્યું કે, હનુમાનના પિતાએ જ મને બંધનમાંથી મુક્ત કર્યો હતો. આ પ્રમાણે વિચાર કરી તેણે પિતાની કન્યાનો વિવાહ હનુમાનની સાથે કરી દીધો. રત્નના ભોજનમાં કેણુ ઘી રેડે નહિ? આ કથનાનુસાર હનુમાન જેવા વીરપુરુષની સાથે કોણ એવો હશે કે જે પોતાની કન્યાને વિવાહ કરવા ન ચાહે ? ખરદૂષણની માફક સુગ્રીવે પણ પિતાની કન્યાનો વિવાહ રાવણની સાથે કરી દીધો. રાવણ અને હનુમાન પરસ્પર એક બીજાને યશ આપવા લાગ્યા એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, તે બન્નેમાં અહંકાર ન હતો. જ્યાં સુધી રાવણમાં અહંકાર ન રહ્યો ત્યાં સુધી હનુમાન તેમની સાથે રહ્યા. રાવમાં અહંકારનું દર્શન થતાં જ હનુમાને તેને સાથ છોડી દીધો અને નિરહંકારી રામના સાથી બની ગયા. આ વાતને દૃષ્ટિ સમક્ષ રાખી તમે લેકે પણ અહંકારને જીતવાનો પ્રયત્ન કરે. ખરી રીતે તે અહંકારને જીતવાથી જ ભગવાનની ઉપાસના થઈ શકે છે. જે નિરભિમાની હોય છે તે જ પરમાત્માના શરણે જઈ શકે છે. રાવણને ત્યાંથી વિદાય લઈ હનુમાન પિતાના ઘેર આવ્યા. પવનકુમારે હનુમાનનું સ્વાગત કર્યું. અંજના પણ બધા પરિજનોને જોઈ પ્રસન્ન થઈ પણ સાથે સાથે તેણીને એવો વિચાર આવ્યો કે, મારે આ સાંસારિક ઉપાધિઓમાં જ પડ્યા રહેવું ન જોઈએ પરંતુ આત્માનું કલ્યાણ કરવું જોઈએ. અંજના સતીને આ પ્રકારને વિચાર આવ્યો. હવે તે શું કરે છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy