________________
ચાતુર્માસ]
સતી અંજના ચરિત્ર-૨૩
[૪૧૭
સેના અહીં તહીં ભાગી ગઈ. આ પ્રમાણે વીર હનુમાને યુદ્ધકૌશલ્યથી તથા વિદ્યાબલથી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. હનુમાનને વિજયી થએલ જે રાવણે તેને ખૂબજ સાબાશી આપી તથા તેને આદર-સત્કાર કર્યો.
જ્યારે વરુણને ખબર પડી કે મારા પુત્રે પકડાઈ ગયા છે ત્યારે પોતે યુદ્ધ કરવા અને પુત્રને છોડાવવા માટે આવ્યો. વરુણે મનમાં વિચાર્યું કે બાળક હનુમાનને જો એ તો. રમતની વાત છે.
વરુણને યુદ્ધક્ષેત્રમાં આવતો જોઈ હનુમાન એ વિચારથી પ્રસન્ન થયા કે, મારે તે વરુણનું જ કામ છે કારણ કે મારે તે વરુણને જ સ્વાધીન કરવા છે.
જ્યારે વરુણને યુદ્ધક્ષેત્રમાં એકલા આવતા જોયા ત્યારે હનુમાને એવો વિચાર કર્યો કે, વરુણ એકલા છે એટલા માટે તેમને વશ કરવા માટે વિદ્યાબળની સહાયતા લેવી એ ઉચિત નથી. આ પ્રમાણે વિચાર કરી તેમણે વિદ્યાબળની સહાયતા લેવી છોડી દીધી.
વરુણે જોયું કે, બાળક હનુમાન એકલે છે અને રથમાં બેઠેલ નથી તે પછી હું તેનાથી મેટ હોવા છતાં રથમાં બેસીને તેની સાથે યુદ્ધ કેવી રીતે કરી શકું ? આ પ્રમાણે વિચાર કરી વરુણ રથમાંથી નીચે ઉતરી ગયો.
હનુમાન અને વરુણ વચ્ચે મલ્લયુદ્ધ થવા લાગ્યું. કોઈ વાર હનુમાન નીચે પડી જાય તે કઈવાર વરુણ નીચે પડી જાય. આ પ્રમાણે થોડો વખત ચાલ્યા કર્યું. પરંતુ આખરે વરુણ મોટી ઉંમરનો હતો અને હનુમાન તે હજી નાની ઉંમરને હતો, એ કારણે વરુણ હનુમાનને નીચે પછાડી તેની ઉપર ચડી બેઠો અને તેનાં કેશ ખેંચવા લાગ્યો. આ બધું દશ્ય રાવણ જોઈ રહ્યો હતો. રાવણે વિચાર્યું કે, મારા દૂતની હાર એ મારી હાર ગણાશે. આ પ્રમાણે વિચાર કરી તેણે હનુમાનને પડકાર કર્યો. રાવણનો પડકાર સાંભળી હનુમાનમાં સાહસબળ આવી ગયું અને તેણે વરુણને નીચે પાડી દીધો અને તેની છાતી ઉપર ચડી જઈ તેને વશમાં કરી લીધો.
વરુણે હનુમાનના વશીભૂત થવાને કારણે વિચાર્યું કે, મને હનુમાને વશ કર્યો હોય કે રાવણે વશ કર્યો હોય પરંતુ હવે હું તેમના આધીન થઈ ગયો છું. હવે મારે તેમની આધીનતાનો સ્વીકાર કરવો પડશે. મારે હવે શું કરવું જોઈએ કે જેથી હું તેમને આધીન ન બને અને મારે રાવણની આગળ નમવું ન પડે. આ પ્રમાણે વિચાર કરી વરુણે રાવણને કહ્યું કે, મહારાજ! તમે ભલે મને મારી નાંખે પરંતુ હું પરમાત્મા સિવાય બીજા કોઈની આગળ મતક નમાવી શકીશ નહિ. મારી એવી ઈચ્છા છે કે, જો તમે મને બંધનમુક્ત કરી દે તે હું સંયમને સ્વીકાર કરી આત્માનું કલ્યાણ કરું! વરુણનું આ કથન સાંભળી હનુમાને રાવણને કહ્યું કે, જે વ્યક્તિ સંયમને સ્વીકાર કરવા ચાહે છે તે વ્યક્તિને બંધનમાં જકડી રાખે એ ઠીક નથી. એટલા માટે વરુણને બંધનમુક્ત કરી દેવું જોઈએ. હનુમાનની આ સલાહ માની રાવણે વરુણને મુક્ત કરી દીધો. વરુણે સંયમ લીધો. હવે સંયમધારી વરુણમુનિને રાવણ અને હનુમાન બનેએ વંદન કર્યું. વંદન કર્યા બાદ રાવણે વરુણ મુનિને કહ્યું કે, આ૫નું માન અખંડ રહ્યું. સંયમનું બરાબર પાલન કરતા વરુણ મુનિ આત્માનું કલ્યાણ કરવા માટે અન્ય સ્થળેએ વિચારવા લાગ્યા.
૫૩