SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ અચકાતા હતા. હનુમાન પિતાના મનની વાત સમજી ગયા એટલે તેમણે વિનયપૂર્વક પિતાને કહ્યું કે, પિતાજી ! આપને મારી વીરતા વિષે સંદેહ જણાય છે, પરંતુ હું આપને ખાત્રી આપું છું કે, યુદ્ધમાં હું જરૂર વિજય પ્રાપ્ત કરીને આવીશ. આપ જેમ નાનપણમાં યુદ્ધક્ષેત્રમાં ગયા હતા અને વિજય મેળવીને પાછા આવ્યા હતા તેવી જ રીતે હું પણુ યુદ્ધક્ષેત્રમાં મારી વીરતાને પરિચય આપીશ અને વિજય મેળવી આપની કીર્તિપતાકા ચારે બાજુ ફરકાવીશ. પવનકુમાર, હનુમાનની વીરતાભરી વાત સાંભળી ઘણુ હર્ષિત થયા અને યુદ્ધમાં જવાની તેમને આજ્ઞા આપી. પિતાની આજ્ઞા મળતાં જ હનુમાન યુદ્ધક્ષેત્રમાં જવા તૈયાર થયા. હનુમાને પિતાની સેનાને તૈયાર કરી, માતાપિતાને વંદન કરી વરુણની સાથે લડાઈ કરવા પ્રસ્થાન કર્યું. આ બાજુ વરુણ પણુ યુદ્ધ માટે પિતાની સેનાને તૈયાર કરી રહ્યો હતો. વરુણે જ્યારે સાંભળ્યું કે, પવનકુમારને બદલે તેને પુત્ર હનુમાન યુદ્ધ કરવા આવી રહ્યો છે ત્યારે તે મનમાં મલકાયો અને કહેવા લાગ્યો કે, પવનકુમાર યુદ્ધથી ડરી ગયો લાગે છે અને એટલે જ તે પિતાના કુમળી વયના બાળકને યુદ્ધમાં મોકલી રહ્યો છે. તે કેવો નિર્દયી છે કે પોતે મરણભયને લીધે યુદ્ધમાં ન આવ્યો પણ પિતાના બાળકને મોકલી આપ્યો ? ખેર! પવનકુમાર યુદ્ધક્ષેત્રમાં આવ્યું હોત તો હું તેને મારી વીરતાનો પરિચય આપત, પણ હવે આ નાના બાળકની સાથે હું યુદ્ધમાં કેવી રીતે ઊતરી શકું ? એને તે હું ચપટીથી ચાળી નાખું. પરંતુ એમ કરવાથી લકમાં મારી પ્રશંસા થવાને બદલે નિંદા જ થાય ! - આ પ્રમાણે વિચાર કરી તેણે હનુમાનની સામે પિતાના પુત્રને યુદ્ધમાં મોકલવાનું વિચાર્યું. જ્યારે વરુણે આ વાત પિતાના પુત્રને કરી ત્યારે વરુણપુત્રો યુદ્ધમાં જવા તૈયાર થઈ ગયા અને પિતાના પિતાને કહેવા લાગ્યા કે, પિતાજી! અમે યુદ્ધમાં વિજય મેળવીને જ પાછા આવવાના. આ પ્રમાણે કહી વરુણપુત્રોએ યુદ્ધ કરવા માટે પ્રસ્થાન કર્યું. હનુમાન યુદ્ધકલામાં પ્રવીણ હતા. પ્રાચીન સમયમાં યુદ્ધકળા પણ શીખડાવવામાં આવતી હતી. આજની માફક ત્યારે નાહિંમત બનાવનારી શિક્ષા આપવામાં આવતી ન હતી પરંતુ વીર, ધીર, ગંભીર બનવાની શિક્ષા આપવામાં આવતી હતી. હનુમાને વિદ્યાબલથી પિતાની સેનાની વ્યુહરચના બરાબર કરી રાખી હતી કે જેથી શત્રુઓને ચારે બાજુએથી ઘેરી લઈ પરાસ્ત કરી શકાય. આ બાજુ વરુણપુત્ર પણ સેના સહિત યુદ્ધક્ષેત્રમાં આવી ચડ્યા. પહેલાં તે વરુણપુત્રો ઉત્સાહમાં આવી જઈ ખૂબ લડવા લાગ્યા. પરંતુ હનુમાને પિતાની સેનાની વ્યુહરચના એવી રીતે કરી હતી કે, શત્રુઓ જેમ યુદ્ધક્ષેત્રની વચમાં આવતા ગયા તેમ હનુમાનની સેના પહેલાં તે પાછળ હઠતી ગઈ. આ જોઈ વરૂણપુત્રોએ એમ ધાર્યું કે, હનુમાનની સેના ભાગી રહી છે. પરંતુ જ્યારે હનુમાને જોયું કે વરુણપુત્રની સેના યુદ્ધક્ષેત્રની વચમાં આવી ગઈ છે ત્યારે તેણે ચારે બાજુએથી શત્રુસેના ઉપર વિદ્યાબલને પ્રયોગ કરી એવો જોરથી હલ્લે કર્યો કે શત્રુસેના ગભરાઈને ચારે બાજુ ભાગવા લાગી. વીર હનુમાને વરુણપુત્રોને પકડી લેવાની સેનાને આજ્ઞા આપી. હનુમાને વરુણપુત્રોને પકડી લીધા અને નાગપાશમાં બાંધી લીધા. નાયક પકડાઈ જવાથી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy